એર સ્ટ્રાઇક અને આતંરરાષ્ટ્રીય દબાણ પછી પાકિસ્તાન પર આતંકવાદના મુદ્દે સતત દબાણ વધી રહ્યું છે. જેના પર હવે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે જૈશ-એ-મોહમ્મદ અને આઈએસઆઈ વચ્ચે સંબંધ અંગે મહત્વનો ખુલાસો કર્યો. પોતાના એક નિવેદનમાં મુશર્રફે કહ્યું કે, પાકિસ્તાનમાં આઇએસઆઇ અને જૈશ વચ્ચે સારા સંબંધ છે અને તેની મદદથી આઇએસઆઇ ભારતમાં આતંકવાદી હુમલા કરે છે.
جنرل پرویز مشرف پر جھجڈا چیچی میں حملہ کس نے کیا ؟#NadeemMalikLive #Pakistan #HUMNews pic.twitter.com/3PI6WYzJq1
— Nadeem Malik (@nadeemmalik) March 5, 2019
પહેલી વખત પાકિસ્તાન વિરદ્ધ નિવેદન આપતાં મુશર્રફે કહ્યુંકે, ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સરકાર પર ચારે તરફથી દબાણ વધી રહ્યું છે. જે બંને દેશ માટે નવા સંબંધની શરૂઆત ગણી શકાય.
પાક.ના પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, મારા કાર્યકાળ દરમિયાન પણ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમા સફળતા મળી નહોતી. જ્યારે હાલમાં આંતરરાષ્ટ્રીય દબાણના કારણે પાકિસ્તાન સરકાર પર દબાણ વધ્યું છે. અને તેમને કાર્યવાહી પણ કરી રહ્યું છે.
બુધવારે પાકિસ્તાનના પત્રકારની સાથે વાતચીતમાં મુશર્રફે કહ્યું કે, જૈશ 2003માં મને પણ મારવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. જેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. મુશર્રફના અનુસાર તેમના પર બે વખત હુમલો કરવામાં આવ્યો હતો. જેની પર પણ કોઇ કાર્યવાહી થઈ નથી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]