Afghanistan War: અફઘાનિસ્તાનમાં હાલત ગંભીર, તાલિબાનીઓનો બીજા સૌથી મોટા શહેર કંધાર પર કબ્જો

તાલિબાન દ્વારા કંધાર પર કબજો કરવામાં આવ્યો હતો, ત્યારે સરકારી અધિકારીઓ અને તેમની ટીમ હવાઈ માર્ગે શહેરમાંથી ભાગી જવામાં સફળ રહી હતી.

Afghanistan War: અફઘાનિસ્તાનમાં હાલત ગંભીર, તાલિબાનીઓનો બીજા સૌથી મોટા શહેર કંધાર પર કબ્જો
તાલિબાન હવે દેશના બે તૃતીયાંશ ભાગ પર નિયંત્રણ ધરાવે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 7:27 AM

Afghanistan War: અફઘાન સેના માટે તાલિબાન (Taliban) ને રોકવું હવે લગભગ અશક્ય બની રહ્યું છે. દરમિયાન, ગુરુવારે તાલિબાનોએ દાવો કર્યો હતો કે તેઓએ દક્ષિણી શહેર કંધાર પર કબજો કર્યો છે. તે અફઘાનિસ્તાનની 34માં ની 12 મી પ્રાંતીય રાજધાની છે, જે બળવાખોરોએ તેમના અઠવાડિયાના લાંબા હુમલામાં લીધી છે. કંધાર સમગ્ર દેશમાં બીજું સૌથી મોટું શહેર પણ છે.

જ્યારે તાલિબાન દ્વારા કંધાર પર કબજો કરવામાં આવ્યો હતો, ત્યારે સરકારી અધિકારીઓ અને તેમની ટીમ હવાઈ માર્ગે શહેરમાંથી ભાગી જવામાં સફળ રહી હતી. હેરાત પર કબજો મેળવવો તે તાલિબાનીઓ માટે અત્યાર સુધીનો સૌથી મોટો પુરસ્કાર સમાન છે. એક સપ્તાહ સુધી ચાલેલા હુમલામાં તાલિબાને અફઘાનિસ્તાનની 34 પ્રાંતીય રાજધાનીઓમાંથી 11 કબજે કરી છે.

કબ્જો કરતાની સાથે જ તાલિબાનની પકડ થઈ મજબૂત જો કે કાબુલ હજી સુધી સીધી રીતે જોખમમાં નથી, પણ તાલિબાનની પકડ વધુ મજબૂત થઈ રહી છે. એવો અંદાજ પણ લગાવામાં આવી રહ્યો છે કે છે કે તાલિબાન હવે દેશના બે તૃતીયાંશ ભાગ પર નિયંત્રણ ધરાવે છે. આ પહેલા બુધવારે તાલિબાનીઓએ પણ અફઘાન સૈન્યને ઘૂંટણિયે લાવીને કુન્દુઝ પ્રાંતનો મોટો ભાગ કબજે કર્યો હતો.

તે જ સમયે, અફઘાનિસ્તાનની કથળતી પરિસ્થિતિને સંભાળવા માટે કતારમાં વાતચીત ચાલી રહી છે, જ્યાં અફઘાન સરકાર તરફથી હાજર રહેલા વાટાઘાટાકારોએ યુદ્ધ સમાપ્ત કરવાના બદલામાં તાલિબાનને મોટી ઓફર કરી છે, જેમાં સત્તાની વહેંચણી કરવાની વાત કરવામાં આવી છે.

આ પણ વાંચો:  Breaking News: ઇંગ્લેન્ડનાં પ્લાયમાઉથ શહેરમાં બેફામ ફાયરિંગની ઘટના, 6 લોકોનાં મોત

આ પણ વાંચો:  દેશમાં 5.82 કરોડ જનધન ખાતાધારકો સરકારી યોજનાઓનો લાભથી વંચિત રહેશે, જાણો કેમ?

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">