Afghanistan: વધતી બેરોજગારીનો સામનો કરવા માટે તાલિબાનની ‘વિચિત્ર’ યોજના, વેતનમાં પૈસાના બદલામાં આપવામાં આવશે ઘઉં

Afghanistan: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદથી ત્યાંની પરિસ્થિતિ કથળી રહી છે. લાંબા સમયથી યુદ્ધની ચપેટમાં રહેલી દેશની અર્થવ્યવસ્થા ખરાબ રીતે ભાંગી પડી છે.

Afghanistan: વધતી બેરોજગારીનો સામનો કરવા માટે તાલિબાનની 'વિચિત્ર' યોજના, વેતનમાં પૈસાના બદલામાં આપવામાં આવશે ઘઉં
Taliban spokesman Zabiullah Mujahid
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 7:50 PM

Afghanistan: અફઘાનિસ્તાનમાં તાલિબાનના (Taliban) કબજા બાદથી ત્યાંની પરિસ્થિતિ કથળી રહી છે. લાંબા સમયથી યુદ્ધની ચપેટમાં રહેલી દેશની અર્થવ્યવસ્થા (Afghanistan Economy) ખરાબ રીતે ભાંગી પડી છે. આ જ કારણ છે કે, હવે તાલિબાનની વચગાળાની સરકારે (Taliban Interim Government) હજારો લોકોને વેતન આપવાને બદલે ઘઉં આપવાની જાહેરાત કરી છે. એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. અફઘાનિસ્તાન લાંબા સમયથી વિદેશી સહાય પર નિર્ભર છે. તાલિબાને સત્તા સંભાળી ત્યારથી આ સહાય બંધ થઈ ગઈ છે.

પાકિસ્તાની એક અખબારના અહેવાલ અનુસાર, પૈસાના બદલામાં ઘઉં આપવાની આ યોજના દ્વારા તાલિબાને કાબુલમાં આશરે 40,000 પુરુષોને રોજગારી આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ યોજના અફઘાનિસ્તાનના ઘણા મોટા શહેરોમાં લાગુ કરવામાં આવશે. તાલિબાનના મુખ્ય પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું છે કે, દેશમાં બેરોજગારી સામે લડવું અને ભૂખનો સામનો કરવો મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, કામદારોએ વધારે મહેનત કરવી પડશે. અફઘાનિસ્તાન પહેલાથી જ ગરીબી, દુષ્કાળ, પાવર આઉટેજ અને નિષ્ફળ આર્થિક વ્યવસ્થા સાથે ઝઝૂમી રહ્યું છે.

પાણીની ચેનલો અને કેચમેન્ટ ટેરેસનું ખોદકામ કરવાનું રહેશે

આ યોજના હેઠળ કાબુલમાં બે મહિનામાં લગભગ 11,600 ટન ઘઉંનું વિતરણ કરવામાં આવશે. હેરાત, જલાલાબાદ, કંદહાર, મઝાર-એ-શરીફ અને પોલ-એ-ખોમરી સહિત દેશના અન્ય સ્થળો માટે આશરે 55,000 ટન ઘઉંની ફાળવણી કરવામાં આવશે. કાબુલમાં, આ યોજનામાં દુષ્કાળનો સામનો કરવા માટે ટેકરીઓમાં બરફ અને કેચમેન્ટ ટેરેસ માટે પાણીની ચેનલો ખોદવાનો સમાવેશ થશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શનિવારની શરૂઆતમાં, સ્વીડિશ વિકાસ પ્રધાન પેર ઓલ્સન ફ્રીડે ચેતવણી આપી હતી કે, જો આંતરરાષ્ટ્રીય સમુદાય ઝડપથી કાર્યવાહી નહીં કરે તો અફઘાનિસ્તાન અરાજકતામાં ડૂબી જશે. ફ્રિદે કહ્યું, દેશ પતનની આરે છે અને આ પતન આપણે કલ્પના કરી શકીએ તેટલી ઝડપથી આવી રહ્યું છે.

ડોનના અહેવાલ મુજબ, આર્થિક પતન આતંકવાદી જૂથોને ખીલવા માટે વધુ સારું વાતાવરણ પ્રદાન કરી શકે છે. ફ્રિદે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્વીડન તાલિબાન દ્વારા ભંડોળનું વિતરણ કરશે નહીં. તેના બદલે, તે અફઘાન નાગરિક સમાજ જૂથો દ્વારા માનવતાવાદી યોગદાનને પ્રોત્સાહન આપશે. અફઘાનિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. માનવતાવાદી સહાય બંધ થઈ ગઈ છે અને તેના કારણે લોકોને પાઈ-પાઈ માટે લલચાવું પડે છે. તાજેતરમાં, તાલિબાનના ‘નાયબ પ્રધાનમંત્રી’ અબ્દુલ સલામ હનાફીએ અફઘાનિસ્તાન માટે યુએનના દૂતને મળ્યા છે.

આ પણ વાંચો: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 10459 કોન્સ્ટેબલના પદ માટે ભરતી જાહેર

આ પણ વાંચો: IBPS Clerk 2021: ક્લાર્કના 7858 પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, આ રીતે કરો અરજી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">