તાલિબાને આખા અફઘાનિસ્તાન પર કબ્જો કર્યાનો દાવો કર્યો, કાબુલમાં જશ્નનો માહોલ

તાલિબાને અફઘાનિસ્તાનના સમગ્ર ક્ષેત્ર પર નિયંત્રણ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે

તાલિબાને આખા અફઘાનિસ્તાન પર કબ્જો કર્યાનો દાવો કર્યો, કાબુલમાં જશ્નનો માહોલ
પ્રતીકાત્મક તસ્વીર

તાલિબાને અફઘાનિસ્તાનના સમગ્ર ક્ષેત્ર પર નિયંત્રણ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે તાલિબાને અફઘાનિસ્તાનના સમગ્ર ક્ષેત્ર પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. અફઘાન તાલિબાનના ટોચના સૂત્રોમાંથી આ માહિતી બહાર આવી છે. તાલિબાનોએ કંદહાર એરપોર્ટ પર પાંચથી વધુ વિમાનો જપ્ત કર્યા છે. અફઘાન સેનાએ સફેદ વસ્ત્રોમાં તાલિબાન સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.

પરિસ્થિતિથી પરિચિત સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકા આગામી 72 કલાકમાં કાબુલમાં અમેરિકી દૂતાવાસમાંથી ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ અમેરિકી કર્મચારીઓને સંપૂર્ણપણે હટાવી રહ્યું છે. ટોચના અમેરિકી અધિકારીઓનું મુખ્ય જૂથ અત્યારે કાબુલ એરપોર્ટ પર રહેશે.

બગડતી જતી પરિસ્થિતિને લઈને કાલે અફઘાનિસ્તાન સંસદ ઇમરજન્સી સત્ર બોલાવ્યું છે. આ બાદ તાલિબાને કાબુલ પર જશ્ન મનાવી રહ્યા છે.  આ વચ્ચે અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં આચંકા આવ્યા છે. રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા પર આચંકો નોંધાયો છે.

આ વચ્ચે તાલિબાનોએ અફઘાનિસ્તાનની સરકારમાં સામેલ લોકોને દેશ છોડવા પર રોક લગાવી દીધી છે.તાલિબાન વતી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે દેશની રાજધાની કાબુલ સૌથી મોટું અને સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે જ્યાં કોઈના જીવન, સંપત્તિ અને સન્માનને નુકસાન નહીં થાય. પરંતુ ગભરાટ વચ્ચે લોકો કાબુલ છોડવા માંગે છે. કાબુલના રસ્તાઓ ભારે જામ છે.

આ પણ વાંચો : Afghanistan War : તાલિબાનના કબજા વચ્ચે હેલિકોપ્ટર અમેરિકી દૂતાવાસ પર ઉતર્યું, રાજદ્વારીઓએ સંવેદનશીલ દસ્તાવેજો સળગાવી દીધા

આ પણ વાંચો :તાલિબાને પુરા અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો- સૂત્ર

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati