Afghanistan : જનતાના એક- એક દાણા માટે વલખા ! તાલિબાન PM એ કહ્યું ‘આર્થિક સંકટ માટે અમારી સરકાર જવાબદાર નથી’

તાલિબાન વડાપ્રધાન મોહમ્મદ હસન અખુંદે કહ્યું કે,વધતી જતી બેરોજગારી અને નાણાકીય મંદીની સમસ્યા અગાઉની યુએસ સમર્થિત સરકાર હેઠળ શરૂ થઈ હતી.

Afghanistan : જનતાના એક- એક દાણા માટે વલખા ! તાલિબાન PM એ કહ્યું 'આર્થિક સંકટ માટે અમારી સરકાર જવાબદાર નથી'
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 9:06 AM

Afghanistan :અફઘાનિસ્તાનમાં તાલિબાનની (Taliban) એન્ટ્રી બાદ યુદ્ધગ્રસ્ત દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ત્યારે તાલિબાનના વડા પ્રધાને એક જાહેર સંબોધનમાં તાલિબાન શાસનનો બચાવ કરતા કહ્યું હતું કે, આર્થિક કટોકટી (Economic crisis)માટે અમે જવાબદાર નથી. વધુમાં તેમણે કહ્યું કે, તાલિબાન પાછલી સરકારના ભ્રષ્ટાચારને સુધારવા માટે કામ કરી રહ્યું છે.

અફઘાનિસ્તાનને આંતરરાષ્ટ્રીય સહાય બંધ કરી દેવામાં આવી

ત્રણ મહિના પહેલા તાલિબાનોએ કાબુલ(Kabul) પર કબજો મેળવ્યો હતો.અફધાનિસ્તાન પર તેમનું શાસન મેળવ્યા બાદ મોહમ્મદ હસન દ્વારા પ્રથમ જાહેર સંબોધન કરવામાં આવ્યુ હતુ. તાલિબાનોએ સત્તા સંભાળી લીધા પછી, અફઘાનિસ્તાનને આંતરરાષ્ટ્રીય સહાય બંધ કરી દેવામાં આવી હતી અને વિદેશમાં રખાયેલી અબજો ડોલરની અફઘાન સંપત્તિઓ સ્થિર કરી દેવામાં આવી હતી. જેના કારણે, પહેલેથી જ ભાંગી રહેલા અર્થતંત્રના કાફલાને નુકસાન થયું. તાલિબાન સતત ફ્રીઝ કરેલી સંપત્તિને મુક્ત કરવા વિનંતી કરી રહ્યું છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

અગાઉની સરકાર વિશ્વની સૌથી નબળી સિસ્ટમ ચલાવતી હતી

અખુંદે કહ્યું કે, વધતી જતી બેરોજગારી અને નાણાકીય મંદીની (Financial Crisis) સમસ્યા અગાઉની યુએસ સમર્થિત સરકાર હેઠળ શરૂ થઈ હતી.વધુમાં તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનોએ તાલિબાનને દોષી ઠેરવવાના દાવા પર વિશ્વાસ ન કરવો જોઈએ. ‘દેશને સાવધાન રહેવું જોઈએ. અગાઉની સરકારના લોકો ચિંતા પેદા કરી રહ્યા છે. આ સિવાય લોકો તેમની સરકાર સામે ભ્રમણા ઉભી કરી રહ્યા છે.” તેમણે વ્યાપક ભ્રષ્ટાચાર તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે અગાઉની સરકારે વિશ્વની સૌથી નબળી વ્યવસ્થા ચલાવી હતી. તેનાથી વિપરિત, તાલિબાન ભ્રષ્ટાચારને ખતમ કરીને દેશભરમાં સુરક્ષા લાવી રહ્યું છે.

અફઘાનિસ્તાનમાં માનવતાવાદી કટોકટી

તાલિબાનના વડા પ્રધાને (Mohammed Hassan Akhund)કહ્યું, અમે શક્ય તેટલી લોકોની સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે દરેક વિભાગમાં ઓવરટાઇમ કામ કરી રહ્યા છીએ. જૂથે આર્થિક કટોકટીનો ઉકેલ લાવવા અને સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવા માટે સમિતિઓની રચના કરી છે.તમને જણાવી દઈએ કે, સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સંકટની ચેતવણી આપી છે.

આ પણ વાંચો : Omicron Variant: દેહશતમાં દુનિયા ! બ્રિટન બાદ હવે આ દેશોમાં જોવા મળ્યું કોરોનાનું નવું સ્વરૂપ ‘ઓમિક્રોન’

આ પણ વાંચો : Afghanistan: તાલિબાનોનો ક્રૂર ચહેરો ફરી આવ્યો સામે, ચેકપોઇન્ટ પર ડોક્ટર ઉભા ન રહેતા ગોળી મારીને કરાઈ હત્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">