ના ના કરતા ઈમરાને કરી દીધી હા? અફઘાનિસ્તાનમાં સૈન્ય ઓપરેશન યથાવત રાખશે અમેરિકા! પાકિસ્તાન સાથે જલ્દી જ થઈ શકે છે કરાર

એક સવાલનો જવાબ હજુ પણ દુનિયાને મળ્યો નથી. તે છે શું અમેરિકા અફઘાનિસ્તાનમાં આંતકીઓ વિરુદ્ધ ઓપરેશન યથાવત રાખશે? તેની તસ્વીર હવે ધીરે-ધીરે સ્પષ્ટ થઈ રહી છે. આ મુદ્દે અમેરિકા પાકિસ્તાન સાથે એક કરાર (US Military Operations)કરવા જઈ રહ્યું છે.

ના ના કરતા ઈમરાને કરી દીધી હા? અફઘાનિસ્તાનમાં સૈન્ય ઓપરેશન યથાવત રાખશે અમેરિકા! પાકિસ્તાન સાથે જલ્દી જ થઈ શકે છે કરાર
Pakistan Prime Minister Imran Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 8:01 PM

અમેરિકા (America)નું સૈન્ય અફઘાનિસ્તાન (Afghanistan)માંથી સંપૂર્ણ રીતે બાહર નીકળી ગયું છે. પરંતુ એક સવાલનો જવાબ હજુ પણ દુનિયાને મળ્યો નથી. તે છે શું અમેરિકા અફઘાનિસ્તાનમાં આંતકીઓ વિરુદ્ધ ઓપરેશન યથાવત રાખશે? તેની તસ્વીર હવે ધીરે-ધીરે સ્પષ્ટ થઈ રહી છે. આ મુદ્દે અમેરિકા પાકિસ્તાન સાથે એક કરાર (US Military Operations)કરવા જઈ રહ્યું છે.

કરાર હેઠળ અફઘાનિસ્તાન સૈન્ય ઓપરેશન યથાવત રાખવા માટે પાકિસ્તાન હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરી શકે છે. આ બાબતની જાણકારી જો બાઈડન પ્રશાસને અમેરિકી સાંસદોને આપી છે. એક રિપોર્ટ અનુસાર કરારનું ઔપચારીક થઈ જવા બાદ અમેરિકન સેના અફઘાનિસ્તાનમાં ઓપરેશન માટે પાકિસ્તાનના હવાઈ (US Army in Afghanistan) ક્ષેત્રનો ઉપયોગ કરી શકશે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

એમેરિકાની વેબસાઈટ સીએનએનએ સૂત્રોના આધારે જણાવ્યું કે પાકિસ્તાન ઈચ્છે છે કે તે પોતાના આતંકવાદવિરોધી પ્રયત્નોની મદદના બદલે એમઓયુ પર હસ્તાક્ષર કરશે. કરારની શરતો પર હાલ કોઈ વાત નથી થઈ, તેને સમય રહેતા બદલી પણ શકાય છે. આ મામલે વર્તમાનમાં ત્યારે ચર્ચા થઈ, જ્યારે અમેરિકાના અધિકારી ઈસ્લામાબાદના પ્રવાસે આવ્યા હતા.

પહેલા ઈનકાર કરી ચૂક્યા છે ઈમરાન ખાન

હજુ સુધી એ જાણી નથી શકાયું કે પાકિસ્તાન શું ઈચ્છે છે અથવા વોશિંગટન તેમની શરતોને માનવા તૈયાર છે. પરંતુ આ પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન (Imran Khan) અને બીજા મંત્રી સ્પષ્ટ કહી ચૂક્યા છે કે તેઓ કોઈ પણ પ્રકારે દેશ માટે પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ નહીં થવા દે, એવામાં આ કરારના સમાચારથી એવું કહી શકાય છે કે પાકિસ્તાન હવે અમેરિકા સામે ઝુકી ગયું છે.

હાલ તો હવાઈ ક્ષેત્રનો ઉપયોગ અમેરિકાના સૈન્ય દ્વારા અફઘાનિસ્તાનમાં ચાલી રહેલ ગુપ્ત અભિયાનો માટે કરવામાં આવી રહ્યો છે. વોશિંગટનને હવાઈ ક્ષેત્રના અંદર એક મહત્ત્વપૂર્ણ હવાઈ કોરિડોર સુધી સતત પહોંચ નક્કી કરવા માટે એક ઔપચારીક કરારની જરૂર છે. જે તેમના સૈનિકો માટે અફઘાનિસ્તાન સુધી પહોંચવા માટે જરૂરી છે.

અમેરિકા માટે આ કરાર શા માટે જરૂરી છે?

આ રસ્તાનો ઉપયોગ એટલા માટે પણ વધુ મહત્વનો છે કારણ કે કરાર બાદ અમેરિકા તેના જ ઉપયોગથી અમેરિકન અને બીજા લોકોને અફઘાનિસ્તાનથી બહાર નીકાળવા માટે કાબુલમાં પોતાની ઉડાન શરૂ કરી શકે છે. (Pakistan Airspace Importance For US).વિના કોઈ ઔપચારીક કરારમાં એવી સંભાવના છે કે પાકિસ્તાન સેનાના વિમાનો અને ડ્રોન્સને અફઘાનિસ્તાન તરફ ન જવા દે. અફઘાનિસ્તાનથી અમેરિકાના સૈનિકો બહાર નીકળતા તેમની 20 વર્ષ જૂની સૈન્ય ઉપસ્થિતિ ખતમ થઈ ગઈ છે. 15 ઓગસ્ટના કાબુલમાં સત્તા પલટો કરનાર તાલિબાન બીજી વખત દેશ પર રાજ કરી રહ્યું છે.

આ પણ વાંચો: Ajab Gajab : આ જગ્યાની માટીને મસાલાની જેમ ખાઈ શકાય છે ! ચોંકી ગયા ને ? વાંચો અહેવાલ

આ પણ વાંચો: કોરોના મહામારીએ ભારતના લોકોની ઘટાડી ઉંમર, IIPSના અભ્યાસમાં થયો ચોંકાવનારો દાવો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">