કાબુલ એરપોર્ટ પરથી પાછી ફરી રહી છે અમેરિકી સેના, અનેક દેશોનું મિશન પૂર્ણ, એરપોર્ટને કર્યુ બંધ

તાલિબાનોએ કાબુલમાં એરપોર્ટ બંધ કરી દીધું છે. મોટાભાગના અફઘાની દેશ છોડવાની આશા રાખી રહ્યા છે, અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO) ના મોટાભાગના દેશોએ બે દાયકા પછી અફઘાનિસ્તાનમાંથી તેમના સૈનિકોને ખેંચી લીધા છે

કાબુલ એરપોર્ટ પરથી પાછી ફરી રહી છે અમેરિકી સેના, અનેક દેશોનું મિશન પૂર્ણ, એરપોર્ટને કર્યુ બંધ
સાંકેતિક તસ્વીર

તાલિબાનોએ કાબુલમાં એરપોર્ટ બંધ કરી દીધું છે. મોટાભાગના અફઘાનીઓ દેશ છોડવાની આશા રાખી રહ્યા છે, અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO) ના મોટાભાગના દેશોએ બે દાયકા પછી અફઘાનિસ્તાનમાંથી તેમના સૈનિકોને ખેંચી લીધા છે. તાલિબાનોએ 15 ઓગસ્ટના રોજ કાબુલ પર કબજો કર્યો ત્યારથી અમેરિકાએ (USA) 100,000 થી વધુ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા છે અને મંગળવારની સમયમર્યાદા સુધીમાં તેના તમામ માણસોને બહાર કાઢશે.

શનિવારે લોકોને બહાર કાઢવા માટે બ્રિટને તેની છેલ્લી ફ્લાઇટ ચલાવી હતી.અફઘાનિસ્તાનમાં યુકેના રાજદૂત લોરી બ્રિસ્ટોએ કાબુલ એરપોર્ટ (Kabul Airport Flights) ફ્લાઇટ્સના એક વિડીયોમાં જણાવ્યું હતું.હવે અભિયાનનુ આ ચરણ બંધ કરવાનો સમય આવી ગયો છે.તેમણે ઉમેર્યુ પરંતુ અમે તે લોકોને ભૂલ્યા નથી જે હજી પણ દેશ છોડવા ઇચ્છે છે. તેમણે કહ્યુ કે અમે તેમની મદદ કરવા માટે દરેક સંભવ કોશિશ કરીશુ.પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે તાલિબાન દળોએ એરપોર્ટની અંદરના ભાગો પર કબજો કરી લીધો છે અને અમેરિકી દળો બહાર નીકળી રહ્યા છે માટે શાંતિપૂર્ણ નિયંત્રણ કરવા માટે તૈયાર છીએ.

તાલિબાનોએ બે દિવસ પહેલા એક આત્મઘાતી હુમલા બાદ મોટી સંખ્યામાં લોકોને એકત્ર થતા રોકવા માટે શનિવારે કાબુલ એરપોર્ટ આસપાસ વધારે ફોર્સ તહેનાત કરી. અમેરિકાએ 31 ઑગષ્ટ સુધી પોતાના તમામ સૈનિકોને પાછા ખેંચવાનુ કામ પૂરુ કરવાનુ છે પરંતુ  તે પહેલા હુમલો થયો હતો.

રસ્તા પર બનાવાઇ વધુ ચેક પોસ્ટ 

તાલિબાને એરપોર્ટ તરફ જનારા રસ્તા પર વધારે ચેક પોસ્ટ બનાવી છે.જેમાં તાલિબાનના વર્દીધારી લડવૈયાઓ તહેનાત છે. તેમણે અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યો બાદ દેશમાંથી ભાગવાની આશા સાથે છેલ્લા બે અઠવાડિયામાં જે એરિયામાં લોકોની ભીડ એકત્ર થઇ હતી તે ઘણી હદ સુધી ખાલી હતા (Taliban in Afghanistan) તાજેતરમાં કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલામાં અફઘાનિસ્તાનના 169 નાગરિકો અને 13 અમેરિકી સૈનિકોના મોત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને જવાબી કાર્યવાહી કરવાનુ વચન આપ્યુ હતુ

સમય સીમા પહેલા અમેરિકા પૂર્ણ કરશે મિશન 

કેટલાક પશ્ચિમી દેશોઓ તમામ અમેરિકી ફોર્સ પાછી ફરે તે માટે મંગળવારે નક્કી કરેલી સમયસીમા પહેલો લોકોને અફઘાનિસ્તાથી કાઢવાના પોતાના અભિયાનને પૂર્ણ કર્યુ છે. અમેરિકી સેના (US Army in Afghanistan)માટે અનુવાદકના રુપમાં કામ કરવા વાળા એક અફઘાને કહ્યુ કે તેઓ એ લોકોના સમૂહ સાથે હતા, જેમને જવાની અનુમતિ હતી અને જેમણે શુક્રવાર મોડી રાત્રે એરપોર્ટ પર પહોંચવાની કોશિશ કરી. તેમણે કહ્યુ કે ત્રણ ચોકીઓમાંથી નિકળ્યા બાદ ચોથી ચોકીએ રોકવામાં આવ્યા.  તાલિબાને  અમેરિકીઓને કહ્યુ કે તેઓ માત્ર અમેરિકી પાસપોર્ટ ધારકોને જ જવા દેશે.

 

આ પણ વાંચો Afghan Players : અફઘાનિસ્તાનના બે ખેલાડીઓ ટોક્યો પેરાલિમ્પિક્સ -2020 માં ભાગ લેવા પહોંચ્યા

આ પણ વાંચોKabul Airport Attack: આગામી 24-36 કલાકમાં કાબુલ એરપોર્ટ પર ફરીથી થઈ શકે છે આતંકી હુમલો- જો બાઈડને ઉચ્ચારી ચેતવણી

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati