અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનનો એક મહિનો પૂરો થયો, જાણો 15 ઓગસ્ટથી અત્યાર સુધી શું થયું ?

કાબુલ કબજે કર્યાના એક મહિના બાદ તાલિબાન મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને ડર છે કે મહિનાના અંત સુધીમાં દેશમાં 14 મિલિયન લોકોને ભૂખમરાની આરે મૂકીને ખોરાકની અછત થઈ જશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનનો એક મહિનો પૂરો થયો, જાણો 15 ઓગસ્ટથી અત્યાર સુધી શું થયું ?
Taliban Leaders ( file photo)

અફઘાનિસ્તાનમાં તાલિબાનને સત્તા ઉપર આવ્યાને એક મહિનો પૂરો થઈ ગયો છે. યુએસએ સમર્થિત અફઘાન સરકારના પતન અને રાષ્ટ્રપતિ અશરફ ગનીની વિદાય બાદ તાલિબાને 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલનો કબજો મેળવ્યો હતો. દેશમાં તાલિબાન શાસનના ડરથી હજારો લોકોએ યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન છોડી દીધુ છે. આ દરમિયાન દુનિયાએ વિવિધ માધ્યમો થકી કાબુલ એરપોર્ટનું દ્રશ્ય પણ જોયું, જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. યુએસ એરફોર્સના વિમાનમાં લટકીને દેશ છોડવાનો પ્રયાસ કરતા ઘણા લોકોએ જીવ ગુમાવ્યા.

છેલ્લા એક મહિનાની તાલિબાન શાસનની સંપૂર્ણ સમયરેખા

15 ઓગસ્ટ – તાલિબાન લડવૈયાઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કર્યો. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની ગતિએ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોને આશ્ચર્યચકિત કર્યા હતા. કાબુલ એરપોર્ટ પર વિદેશીઓ અને અફઘાનનિસ્તાનીઓ દેશ છોડવા માટે અંધાધૂંધી હતી. આ દરમિયાન આત્મધાતી હુમલો થતા ઘણા લોકોના મોત પણ થયા હતા.

17 ઓગસ્ટ – અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને પાછા લઈ જવા પર મૌન તોડ્યું. કાબુલ એરપોર્ટની ભયાનક સ્થિતિને કારણે સમગ્ર વિશ્વમાં વોશિંગ્ટન સામે પણ આક્ષેપો થયા.

– તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે તાલિબાનની જીત બાદ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે અફઘાન અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આશ્વાસન આપવાની માંગ કરી હતી કે મહિલાઓના અધિકારોનું સન્માન કરવામાં આવશે અને કોઈ બદલો લેવામાં આવશે નહીં.

18 ઓગસ્ટ – પૂર્વ જલાલાબાદ શહેરમાં તાલિબાન વિરોધી દેખાવો થયા. આ દરમિયાન તાલિબાનના ફાયરિંગમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા.

19 ઓગસ્ટ – કાબુલ એરપોર્ટ પર અરાજકતાભર્યા દ્રશ્યો વિશ્વભરમાં પ્રસરી ચૂક્યા હતા. તાલિબાન લડવૈયાઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ અને નાસભાગમાં ઘણાબધાએ જીવ ગુમાવ્યા હતા.

તાલિબાન તરફથી ખાતરી આપવામાં આવી હોવા છતાં પત્રકારો સાથે મારપીટના અહેવાલો આવતા રહ્યા. તાલિબાને કેટલીક મહિલાઓને કામથી દૂર રહેવા આદેશો જારી કર્યા હતા.

અસાદાબાદ અને કાબુલમાં તાલિબાન વિરોધી દેખાવો થયા.

21 ઓગસ્ટ – તાલિબાને કહ્યું કે તે કેટલાક દ્વારા કરવામાં આવેલા અત્યાચારના અહેવાલોની તપાસ કરશે અને લોકોના અધિકારોનું રક્ષણ કરશે. તેઓ યોગ્ય કાનુની દસ્તાવેજ ધરાવતા લોકો માટે સલામતરીતે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

23 ઓગસ્ટ – હાજી મોહમ્મદ ઇદ્રીસને આર્થિક ઉથલપાથલ વચ્ચે અફઘાનિસ્તાન કેન્દ્રીય બેંકના કાર્યકારી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

24 ઓગસ્ટ – વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા જાહેર કરાયુ કે, કોરોના વાયરસ અને દુષ્કાળને કારણે લાખો અફઘાન નાગરિકો ટૂંક સમયમાં ભૂખમરાનો સામનો કરી શકે છે.

26 ઓગસ્ટ – કાબુલ એરપોર્ટ નજીક આત્મઘાતી બોમ્બ હુમલામાં 13 યુએસ સૈનિકો સહિત 73 લોકો માર્યા ગયા. કેટલાક પશ્ચિમી મીડિયા રિપોર્ટ્સમાં મૃત્યુની સંખ્યા 200 ની આસપાસ છે. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટની સ્થાનિક શાખા આઇએસઆઇએસ-ખુસરાને લીધી હતી.

27 ઓગસ્ટ – અમેરિકાએ કાબુલ એરપોર્ટ પર માર્યા ગયેલા 13 સૈનિકોનો બદલો લીધો. યુએસ લશ્કરનું કહેવું છે કે તેણે ઇસ્લામિક સ્ટેટ પ્લાનર સામે ડ્રોન સ્ટ્રાઇક કરી છે.

29 ઓગસ્ટ – એક યુએસ ડ્રોને શંકાસ્પદ આત્મઘાતી બોમ્બરને નિશાન બનાવ્યું. પેન્ટાગોને કહ્યું કે તે કાબુલ એરપોર્ટ પર હુમલો કરવાની તૈયારીમાં છે. બાદમાં તાલિબાને આ હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે ત્યાં નાગરિકોની જાનહાનિ છે.

30 ઓગસ્ટ – યુએસ સેન્ટ્રલ કમાન્ડના વડા જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ અફઘાનિસ્તાનમાંથી યુએસ દળોને સંપૂર્ણ રીતે પાછા ખેંચવાની જાહેરાત કરી.

બીજી બાજુ, તાલિબાનોએ અમેરિકા છોડતાની સાથે જ અફઘાનિસ્તાન માટે સ્વતંત્રતા જાહેર કરી.

31 ઓગસ્ટ – બેંકો પર લાંબી કતારો, ખાદ્ય પદાર્થોની કિંમતો અને અફઘાનિસ્તાન છોડવાનો પ્રયાસ કરી રહેલા લોકો તાલિબાન માટે પ્રથમ પડકાર બની ગયા.

3 સપ્ટેમ્બર – તાલિબાનનો દાવો છે કે તેઓએ પંજશિર પ્રાંત પર નિયંત્રણ મેળવ્યું છે, જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે બળવાખોર નેતા અહમદ મસૂદના નેતૃત્વવાલી નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ દાવાને નકાર્યો હતો.

4 સપ્ટેમ્બર – સહાય ફ્લાઇટ્સ અને ઘરેલુ સેવાઓ માટે કાબુલ એરપોર્ટ ફરી ખુલ્યું.

સપ્ટેમ્બર 7 – તાલિબાનોએ તેમની નવી સરકારની જાહેરાત કરી, અઠવાડિયાની વાતચીત અને અટકળોનો અંત આવ્યો.

9 સપ્ટેમ્બર – નવી તાલિબાન સરકાર હેઠળની પ્રથમ વ્યાપારી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ 100 થી વધુ વિદેશીઓને લઈને કાબુલથી દોહા ઉપડી.

સપ્ટેમ્બર 13 – સંયુક્ત રાષ્ટ્રએ અફઘાનિસ્તાન માટે $ 1.1 અબજ આપવાનુ વચન આપ્યું.

સપ્ટેમ્બર 14 – તાલિબાનની ભૂતપૂર્વ સૈન્ય વસાહતમાંથી પરિવારોને કાઢવાની યોજના પર દક્ષિણ શહેર કંદહારમાં હજારો લોકોએ વિરોધ કર્યો.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ડેમોમાં આવ્યા નવા નીર, ઉત્તર ગુજરાતમાં કેટલાક ડેમો હજુ ખાલીખમ

આ પણ વાંચોઃ BJP: પહેલા બહુમતિ અને પછી જ્ઞાતિવાદી રાજકારણ બન્યુ ભાજપની મજબુરી, ચૂંટણી પહેલા જાણો કયા રાજ્યનાં CM બદલાઈ શકે છે

Click on your DTH Provider to Add TV9 Gujarati