ભારતના વિમાનને પણ તાલિબાનીઓએ કર્યુ હતુ હાઇજેક, પાયલટે જણાવ્યો હતો પોતાનો ખૌફનાક અનુભવ

તાલિબાનીઓએ કેટલાક રાજકીય કેદીઓને મુક્ત કરવાની માંગણી કરી હતી સાથે જ ધમકી આપી હતી કે જો આમ કરવામાં નહીં આવે તો તેઓ વિમાનને યાત્રીઓ સહિત ઉડાવી દેશે.

ભારતના વિમાનને પણ તાલિબાનીઓએ કર્યુ હતુ હાઇજેક, પાયલટે જણાવ્યો હતો પોતાનો ખૌફનાક અનુભવ
Indian plane was too hijacked by taliban

અમેરીકાએ પોતાના સૈન્યને પરત બોલાવી લેતા જોત જોતામાં અફઘનિસ્તાન (Afghanistan) તાલિબાનીઓના (Taliban) કબજામાં આવી ગયુ છે. વિશ્વના મોટાભાગના દેશ હાલમાં પોતાના નાગરીકોને યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી કાઢવા માંગે છે. તેવામાં યૂક્રેનથી (Ukraine) પોતાના નાગરીકોને પરત લાવવા કાબુલ (Kabul) પહોંચેલુ વિમાન હાઇજેક (Plane Hijack) થઇ ગયુ છે.

મળતી માહિતી અનુસાર, આ વિમાનને હથિયારધારી લોકો ઇરાન લઇ ગયા છે. આ વાતની જાણકારી યૂક્રેનના ડેપ્યુટી વિદેશ મંત્રીએ આપી છે. તેવામાં તમને જણાવી દઇએ કે આ પહેલી વાર નથી કે જ્યારે અફઘાનિસ્તાનથી કોઇ વિમાન હાઇજેક થયુ હોય. અગાઉ ભારતનું વિમાન પણ તાલિબાનીઓ દ્વારા હાઇજેક કરવામાં આવ્યુ હતુ.

1999 માં એર ઇન્ડિયાની (Air India Flight – IC 814) ફ્લાઇટ IC 814 ને તાલિબાનીઓએ હાઇજેક કરી હતી. ફ્લાઇટના પાયલટ દેવી શરણે (Devi Sharan) એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ કે તેમની ફ્લાઇટને કંદહારમાં તાલિબાનીઓએ હાઇજેક કરી લીધી હતી. તેમણે તાલિબાનીઓ વિશેના પોતાના અનુભવને શેર કરીને જણાવ્યુ કે, તેઓ ખુલ્લી જીપમાં રોકેટ લોન્ચર લઇને આખા શહેરમાં ફરે છે.

20 વર્ષ પહેલાની સ્થિતી અને આજની સ્થિતીમાં ખાસ ફરક જોવા મળતો નથી. 20 વર્ષ પહેલા તેમનો જે ચહેરો અમે જોયો હતો તેના પરથી વિચારી શકાય છે કે તેમનું રાજ કેવું હશે. આ પ્લેનને નેપાળથી હાઇજેક કરીને કાઠમાંડૂથી અમૃતસર અને લાહૌર બાદ અફઘાનિસ્તાનના કંદહારમાં લઇ જવાયુ હતુ. ત્યાં જઇને 178 પેસેન્જર્સનો જીવ બચાવવા માટે મૌલાના મસૂદ અઝહર સમેત 3 આતંકીઓને છોડવા પડ્યા હતા.

આ આતંકીઓને છોડવા માટે ભારત સરકાર દ્વારા ખાસ પ્લેન પણ મોકલવામાં આવ્યુ હતુ. આ ફ્લાઇટના યાત્રીઓને એક અઠવાડિયા સુધી બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા.

પાકિસ્તાનનું વિમાન પણ થયુ હતુ હાઇજેક

4 માર્ચ 1981 ના રોજ પાકિસ્તાનની (Pakistan Domestic Flight) ફ્લાઇટને પણ તાલિબાનીઓએ હાઇજેક કરી હતી. આ એક ડોમેસ્ટિક ફ્લાઇટ હતી અને તેમાં 148 મુસાફરો હતા. તાલિબાનીઓએ કેટલાક રાજકીય કેદીઓને મુક્ત કરવાની માંગણી કરી હતી સાથે જ ધમકી આપી હતી કે જો આમ કરવામાં નહીં આવે તો તેઓ વિમાનને યાત્રીઓ સહિત ઉડાવી દેશે. આ ફ્લાઇટને જબરદસ્તી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ લઇ જવામાં આવી હતી.

 

આ પણ વાંચો –

Tadap Postponed: સુનીલ શેટ્ટીના પુત્ર અહાનની ડેબ્યૂ ફિલ્મની જોવી પડશે રાહ, જાણો ક્યારે રિલીઝ થશે ‘તડપ’

આ પણ વાંચો – 

Nushrat Bharucha Net Worth: ટીવીથી કરી હતી નુસરત ભરૂચાએ પોતાની કારકિર્દીની શરૂઆત, જાણો તેની નેટવર્થ

આ પણ વાંચો –

વિશ્વની અગ્રગણ્ય IT કંપની IBM અમદાવાદમાં અત્યાધુનિક સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જીનીયરીંગ-ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati