Googleએ તાલિબાનને આપ્યો મોટો ઝટકો, અફઘાન સરકારના ઈમેલ એકાઉન્ટ્સ કર્યા બંધ-કહ્યું કે પૂર્વ અધિકારીઓનો ડેટા ચોરી શકે છે તાલિબાન

તાલિબાન (Taliban) બાયોમેટ્રિક ડેટા અને અફગાન પેરોલ ડેટાબેઝ દ્વારા સરકાર માટે કામ કરતા લોકો વિશેની માહિતી મેળવી શકે છે. તેના કારણે ગૂગલે એકાઉન્ટ બંધ કરી દીધા છે.

Googleએ તાલિબાનને આપ્યો મોટો ઝટકો, અફઘાન સરકારના ઈમેલ એકાઉન્ટ્સ કર્યા બંધ-કહ્યું કે પૂર્વ અધિકારીઓનો ડેટા ચોરી શકે છે તાલિબાન
Google (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 11:21 AM

તાલિબાને (Taliban) અફઘાનિસ્તાનમાં (Afghanistan) કબ્જો કર્યા બાદ હવે તે સરકાર બનાવવાની તૈયારી કરે છે. આ વચ્ચે Googleએ ઝટકો આપ્યો છે.ગૂગલે અફઘાન સરકારના (Afghan government) ઇમેઇલ ખાતાઓને અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે. આ મામલે પરિચિત વ્યક્તિએ આ માહિતી આપી. જો કે, કેટલા ઇમેઇલ એકાઉન્ટ બંધ કર્યા છે તે આંકડો જાણી શકાયો નથી.

એવું કહેવામાં આવ્યું છે કે આ ગૂગલ દ્વારા આ કરવા પાછળનું કારણ એ છે કે પૂર્વ અફઘાન અધિકારીઓ અને તેમના સાથીઓ દ્વારા મોટી સંખ્યામાં ડિજિટલ જાણકારી છોડી દેવામાં આવી છે. જે તાલિબાનના હાથમાં આવવાની આશંકા છે.

અફઘાનિસ્તાનમાં અમેરિકી સમર્થન વાળી સરકારના પડયા બાદ અને ત્યારબાદ તાલિબાનના કબ્જા બાદ એક મોટો ભય હતો. હકીકતમાં, કેટલાક અહેવાલોએ ડર વ્યક્ત કર્યો હતો કે તાલિબાન બાયોમેટ્રિક ડેટા અને અફઘાન પેરોલ ડેટાબેઝ દ્વારા સરકાર માટે કામ કરતા લોકો વિશેની માહિતી મેળવી શકે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ પછી, તાલિબાન લડવૈયાઓ તેમને શોધી શકે છે અને તેમને મોતને ઘાટ ઉતારી શકે છે. નોંધપાત્ર બાબત એ છે કે તાલિબાનના કબજા બાદથી દેશભરમાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે તાલિબાન સરકાર અથવા અમેરિકન દળો માટે કામ કરતા લોકોને પકડીને મોતને ઘાટ ઉતારી રહ્યા છે.

ઇમેઇલ એકાઉન્ટ બંધ કરવા વિશે ગૂગલે શું કહ્યું? શુક્રવારે, ગૂગલે કહ્યું કે તે ઇમેઇલ એકાઉન્ટ્સને સુરક્ષિત કરવા માટે કામચલાઉ પગલાં લીધા છે. તો બીજી તરફ કંપનીએ ઇમેઇલ એકાઉન્ટ્સને સંપૂર્ણપણે બંધ કરવાની હકીકતનો સ્વીકાર કર્યો નથી. ગૂગલના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું, “નિષ્ણાતો સાથે પરામર્શ કરીને અમે અફઘાનિસ્તાનની સ્થિતિનું સતત મૂલ્યાંકન કરી રહ્યા છીએ.

” અમે ઇમેઇલ એકાઉન્ટ્સને સુરક્ષિત કરવા માટે કામચલાઉ પગલાં લઈ રહ્યા છીએ, કારણ કે યુદ્ધગ્રસ્ત દેશમાંથી માહિતી આવવાનું ચાલુ છે. એક ભૂતપૂર્વ સરકારી કર્મચારીએ જણાવ્યું હતું કે તાલિબાન ભૂતપૂર્વ અધિકારીઓના ઇમેઇલ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સરકારી સંસ્થાઓએ પણ ગૂગલનો ઉપયોગ કર્યો છે સાર્વજનિક રૂપે ઉપલબ્ધ મેઇલ એક્સ્ચેન્જર રેકોર્ડ દર્શાવે છે કે લગભગ બે ડઝન અફઘાન સરકારી સંસ્થાઓએ સત્તાવાર ઇમેઇલ માટે ગૂગલના સર્વરોનો ઉપયોગ કર્યો છે. જેમાં નાણા, ઉદ્યોગ, ઉચ્ચ શિક્ષણ અને ખાણ મંત્રાલયોનો પણ સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે પણ ગૂગલનો ઉપયોગ કર્યો છે.

આ સિવાય કેટલીક સ્થાનિક સરકારી સંસ્થાઓએ ગૂગલ સર્વરનો પણ ઉપયોગ કર્યો છે. સરકારી ડેટાબેઝ અને ઇમેઇલ માહિતી ભૂતપૂર્વ વહીવટી કર્મચારીઓ, ભૂતપૂર્વ મંત્રીઓ, સરકારી ઠેકેદારો, સાથીઓ અને વિદેશી ભાગીદારો વિશે માહિતી આપી શકે છે.

આ પણ વાંચો : Afghanistan Crisis : તાલિબાનીઓના કબજા વચ્ચે વિવિધ માંગોને લઈને અફગાન મહિલાઓએ કર્યું વિરોધ પ્રદર્શન

 આ પણ વાંચો :Afghanistan Crisis : શું હજુ પણ અફઘાનિસ્તાનમાં ફસાયા છે અમેરિકી નાગરિકો ? વિદેશમંત્રીએ કહ્યું કે ફસાયેલા નાગરિકોના સંપર્કમાં

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">