કાબુલ એરપોર્ટ પર ભારે ગોળીબાર, બે દિવસ પહેલા થયો હતો આતંકી હુમલો, ઝડપથી બગડી રહી છે સુરક્ષાની સ્થિતિ

શનિવારે અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર ભારે ગોળીબારના સમાચાર આવ્યા છે. અત્યારે અહીં સુરક્ષાની સ્થિતિ ઘણી ગંભીર છે. બે દિવસ પહેલા ગુરુવારે આતંકી હુમલો થયો હતો. જેમાં એક આત્મઘાતી બોમ્બરે પોતાને ઉડાવી દીધો હતો.

કાબુલ એરપોર્ટ પર ભારે ગોળીબાર, બે દિવસ પહેલા થયો હતો આતંકી હુમલો, ઝડપથી બગડી રહી છે સુરક્ષાની સ્થિતિ
સાંકેતિક તસ્વીર

શનિવારે અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર ભારે ગોળીબારના સમાચાર આવ્યા છે. અત્યારે અહીં સુરક્ષાની સ્થિતિ ઘણી ગંભીર છે. બે દિવસ પહેલા ગુરુવારે આતંકી હુમલો થયો હતો. જેમાં એક આત્મઘાતી બોમ્બરે પોતાને ઉડાવી દીધો હતો. ત્યારથી એવી આશંકા હતી કે ફરી આવી ઘટના બની શકે છે. માહિતી અનુસાર માત્ર એટલુ જ જાણવા મળ્યું છે કે એરપોર્ટ પર ગોળીબાર થયો છે. આમાં કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

 

 

ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર એરપોર્ટના પ્રવેશદ્વાર પાસે ગોળીબાર થયો હતો. લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને દેશ છોડવા માટે અહીં આવી રહ્યા છે. ફાયરિંગની સાથે સાથે લોકો પર ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે. જેના કારણે અહીં અફરા તફરી મચી ગઈ. અન્ય એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાની લડવૈયાઓએ (Taliban Forces) ભીડને વિખેરવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. જેના કારણે ધુમાડાથી આકાશ કાળું થઈ ગયું.

 

મોટી સંખ્યામાં એરપોર્ટ પર આવી રહ્યા છે લોકો

કાબુલ એરપોર્ટની બહાર હજુ પણ હજારો અફઘાન નાગરિકો ભેગા થઈ રહ્યા છે. તેઓ તાલિબાન શાસિત દેશમાં રહેવા માંગતા નથી. ગુરુવારે આતંકી હુમલો થયો હોવા છતાં લોકોની ભીડ પહેલાની જેમ જ રહે છે. આ હુમલામાં 169 અફઘાન અને 13 અમેરિકન સૈનિકો માર્યા(Kabul Blast Death Toll) ગયા હતા. ભવિષ્યમાં વધુ હુમલા થવાની શક્યતા છે. મોટાભાગના પશ્ચિમી દેશોએ નિકાસી પ્રક્રિયા સમાપ્ત કરી દીધી છે. બાકીના લોકો મંગળવાર સુધીમાં મિશન પૂર્ણ કરે તેવી આશા છે.

 

બેંક બહાર લોકોએ કર્યુ પ્રદર્શન

અફઘાનિસ્તાનમાં આર્થિક સંકટ પણ ઝડપથી વધી શકે છે. કાબુલમાં એક બેંકની બહાર હજારો અફઘાનના લોકો પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે ઘણા લોકો મોટી સંખ્યામાં કેશ મશીનની બહાર ઉભા જોવા મળ્યા હતા. યુનાઈટેડ નેશન્સ પહેલાથી જ અહીં માનવીય કટોકટીની (Humanitarian Crisis) ચેતવણી આપી ચૂક્યું છે. યુએનએચસીઆર કહે છે કે અફઘાનિસ્તાનમાં પહેલાથી જ ખાવાની સમસ્યા છે અને તાલિબાનના આગમન બાદ આ સમસ્યા વધશે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો પાંચ લાખથી વધુ લોકો દેશ છોડી શકે છે.

 

 

આ પણ વાંચોAfghanistan: ISIS-K સાથે જોડાયેલા કેરળના 14 લોકોનું કાવતરું કાબુલમાં નિષ્ફળ, તુર્કમેનિસ્તાન દૂતાવાસની બહાર વિસ્ફોટ કરવાની યોજના

 

આ પણ વાંચોભારત વિરૂદ્ધ કોઈ ષડયંત્ર રચવામા પડ્યા છે જૈશનાં આતંકવાદી? તાલિબાનીઓ સાથે કરી બેઠક, પાકિસ્તાનની સ્થિતિ પર પણ નજર

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati