અફઘાનિસ્તાનમાં કાબુલ મસ્જિદ બોમ્બ વિસ્ફોટ, ઘણા નાગરિકો માર્યા ગયાની આશંકા

Kabul Mosque Blast: અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન સરકારની રચના થઈ છે. પરંતુ થોડા સમયથી આ સંગઠનને નિશાન બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે. આ હુમલાઓ માટે ISIS-K જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

અફઘાનિસ્તાનમાં કાબુલ મસ્જિદ બોમ્બ વિસ્ફોટ, ઘણા નાગરિકો માર્યા ગયાની આશંકા
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 5:55 PM

Blast in Kabul: અફઘાનિસ્તાનના કાબુલમાં મોટા પાયે બોમ્બ બ્લાસ્ટ થયો છે. જેમાં ઘણા નાગરિકોના મોત થયા છે. તાલિબાને આ માહિતી આપી છે. અત્યાર સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

પરંતુ એવું માનવામાં આવે છે કે આ હુમલો ISIS-K હુમલાઓ એટલે કે ઈસ્લામિક સ્ટેટ-ખોરાસન દ્વારા કરવામાં આવ્યો છે. તે વૈશ્વિક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાન શાખા છે. ISIS ને તાલિબાનનો કટ્ટર દુશ્મન માનવામાં આવે છે. જે તાલિબાન સામે સતત હુમલાઓ કરી રહી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

મીડિયા રિપોર્ટ અનુસાર તાલિબાનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મસ્જિદની બહાર બોમ્બ વિસ્ફોટ થયો છે. આમાં મોટી સંખ્યામાં નાગરિકો માર્યા ગયા છે.

પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે ટ્વિટ કર્યું હતું કે બોમ્બ ધડાકા કાબુલની ઈદગાહ મસ્જિદના પ્રવેશદ્વાર નજીક થયો હતો. જોકે, આ હુમલામાં કેટલા લોકો માર્યા ગયા છે તે અંગે તાલિબાન સરકારે કશું કહ્યું નથી.

બોમ્બ વિસ્ફોટ થયા બાદ ફાયરિંગ થયું હતું ઝબીઉલ્લાહ મુજાહિદ તાલિબાન સરકારમાં માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયમાં નાયબ મંત્રી પણ છે. તેમણે કહ્યું કે બોમ્બ વિસ્ફોટ રવિવારે બપોરે એક ગીચ સ્થળે થયો હતો. મુજાહિદે કહ્યું કે આજે લંચ બાદ મસ્જિદના ગેટ પાસે અચાનક વિસ્ફોટ થયો હતો. તે સમયે ત્યાં ઘણા લોકો હતા, તેથી નાગરિકો પણ મૃત્યુ પામ્યા હતા. ઘણા લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મસ્જિદની બહાર બોમ્બ બ્લાસ્ટ થયા બાદ ફાયરિંગ થયું છે.

તાલિબાનોને નિશાન બનાવ્યા અન્ય અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મુજાહિદની માતાનું ગયા અઠવાડિયે અવસાન થયું હતું. જેને લઈને લોકોને પ્રાર્થના સભા માટે રવિવારે મસ્જિદમાં બોલાવવામાં આવ્યા હતા. આ સ્પષ્ટપણે બતાવે છે કે હુમલામાં તાલિબાનને નિશાન બનાવવામાં આવ્યું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, પત્રકારોએ રાજધાનીમાં બે જગ્યાએ વિસ્ફોટ અને ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાં કાબુલ મસ્જિદ પાસે મોટા બોમ્બ વિસ્ફોટ, ઘણા નાગરિકો માર્યા ગયાની આશંકા

આ પણ વાંચો : Mumbai Drug Case: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની સત્તાવાર ધરપકડ, ક્રૂઝ પર કરી હતી રેવ પાર્ટી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">