તાલિબાન રાજથી અફઘાનિસ્તાનમાં બરબાદી, અત્યાર સુધીમાં 9 લાખ લોકોએ નોકરી ગુમાવી

તાલિબાન રાજથી અફઘાનિસ્તાનમાં બરબાદી, અત્યાર સુધીમાં 9 લાખ લોકોએ નોકરી ગુમાવી
Taliban Rule

US સ્પેશિયલ ઇન્સ્પેક્ટર જનરલ ફોર અફઘાનિસ્તાન પુનઃનિર્માણ (SIGAR) અનુસાર, ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાન નિયંત્રણમાં આવ્યા બાદથી 9 લાખથી વધુ અફઘાનીઓએ તેમની નોકરી ગુમાવી દીધી છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

May 11, 2022 | 8:23 AM

તાલિબાને(Taliban) અફઘાનિસ્તાનમાં (Afghanistan) સત્તા સંભાળ્યાને લગભગ 9 મહિના થઈ ગયા છે. અફઘાનિસ્તાનના લોકોએ આ નવ મહિનામાં ઘણા બદલાવ જોયા છે. આ સમયગાળા દરમિયાન તાલિબાન દ્વારા ઘણા પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા (Taliban Government) સંભાળી છે ત્યારથી બેરોજગારોની (Unemployment)સંખ્યામાં મોટો વધારો થયો છે.

યુએસ સ્પેશિયલ ઇન્સ્પેક્ટર જનરલ ફોર અફઘાનિસ્તાન પુનઃનિર્માણ (SIGAR) અનુસાર, ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાન નિયંત્રણમાં આવ્યા બાદથી 9 લાખથી વધુ અફઘાન લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે. ઉપરાંત આ અહેવાલ મુજબ, કામ કરતી મહિલાઓ તાલિબાન રાજથી ખૂબ પ્રભાવિત થઈ છે.

તાલિબાન શાસનમાં લાખો લોકોની સ્થિતિ કથળી

SIGAR અહેવાલ અનુસાર, 2022ના મધ્ય સુધીમાં મહિલાઓની રોજગારીમાં 21 ટકાનો ઘટાડો થવાની ધારણા છે. અહેવાલ મુજબ તાલિબાને સત્તા સંભાળી ત્યારથી અફઘાનિસ્તાનમાં બેરોજગારી આસમાને પહોંચી છે અને દેશના ઘણા ભાગોમાં ગરીબીએ લાખો લોકોને ભરડામાં લીધી છે.

તાલિબાને તબાહી મચાવી !

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન અનુસાર, 2021 ના ​​ત્રીજા ક્વાર્ટરમાં 5 મિલિયનથી વધુ અફઘાન કામદારોએ તેમની નોકરી ગુમાવી દીધી છે અને તાલિબાન નિયંત્રણથી તેમની નોકરી ગુમાવનારા લોકોની સંખ્યા 2022 ના મધ્ય સુધીમાં 7 મિલિયનથી 9 મિલિયન સુધી પહોંચવાની સંભાવના છે.

અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા પડી ભાંગી

ચાર દાયકાના સંઘર્ષ, ગંભીર દુષ્કાળ અને રોગચાળાને કારણે અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલેથી જ ડહોળાઈ ગઈ હતી. બાદમાં અમેરિકી સૈનિકોને પાછા ખેંચી લીધા બાદ તાલિબાને અફધાનિસ્તાન પર કબજો કર્યા.જે બાદ આંતરરાષ્ટ્રીય સમુદાયે અફઘાનિસ્તાનને આપવામાં આવતી મદદ પણ અટકાવી દીધી હતી.જેને કારણે અર્થવ્યવસ્થાને ખુબ જ અસર પહોંચી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati