ઉઝ્બેકિસ્તાનમાં ક્રેશ થયું અફઘાનિસ્તાનનું સૈન્ય વિમાન

આ વાતની જાણકારી મધ્ય એશિયાઈ દેશના રક્ષા મંત્રાલયે આપી છે. ઉઝ્બેકિસ્તાનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા બોખરોમ જુલ્ફીકારોવેએ સમાચાર એજન્સી AFP સાથે આ સમાચારની પુષ્ટી કરી છે.

ઉઝ્બેકિસ્તાનમાં ક્રેશ થયું અફઘાનિસ્તાનનું સૈન્ય વિમાન
File Image

Afghan Military Plane Crashed: અફઘાનિસ્તાન (Afghanistan)નું સૈન્ય વિમાન ઉઝ્બેકિસ્તાનમાં (Uzbekistan) ક્રેશ થઈ ગયું છે. આ વાતની જાણકારી મધ્ય એશિયાઈ દેશના રક્ષા મંત્રાલયે આપી છે. ઉઝ્બેકિસ્તાનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા બોખરોમ જુલ્ફીકારોવેએ સમાચાર એજન્સી AFP સાથે આ સમાચારની પુષ્ટી કરી છે.

 

 

તેમને કહ્યું કે સૈન્ય વિમાને ગેરકાયદેસર રીતે ઉઝ્બેકિસ્તાનની સરહદ પર કરી હતી. આ મામલે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટસ મુજબ આ ઘટના રવિવારે દક્ષિણી પ્રાંત સુરખોંડારિયોમાં થઈ છે. જેની સરહદ અફઘાનિસ્તાન સાથે જોડાય છે.

 

 

 

અફઘાનિસ્તાનમાં રવિવારે જ તાલિબાન રાજધાની કાબૂલ (Kabul) સુધી પહોંચી ગયું હતું. ત્યારબાદ સરકારે તેમની સામે ઘુંટણ ટેકવી દીધા અને પછી શાંતિથી સત્તા સોંપવાનો નિર્ણય લીધો. તે પછી રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઘણા નેતાઓએ દેશ છોડી દીધો છે. અશરફ ગની પહેલા તાજિકિસ્તાન પહોંચ્યા હતા પણ ત્યાં તેમનું વિમાન લેન્ડ થવાની પરવાનગી આપી નહતી. ત્યારબાદ હવે ઓમાનમાં છે. હવે એવી ચર્ચા છે કે અશરફ ગની અમેરિકા જઈ શકે છે.

 

 

આ પણ વાંચો: West Bengal: સ્વતંત્રતા દિવસ પર બંગાળમાં માનવતા થઈ શર્મસાર, ટીએમસી નેતાઓએ 75 વર્ષીય મહિલા પર સામુહિક બળાત્કાર કર્યાનો આક્ષેપ

 

આ પણ વાંચો: Birthday Special:​​ એક મરાઠી ફિલ્મના સેટ પર સચિનને મળ્યા હતા Supriya Pilgaonkar, દત્તક લીધેલી પુત્રીને લઈને આવ્યા હતા ચર્ચામાં

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati