ટ્ર્મ્પે અપનાવ્યો યોગી આદીત્યનાથનો રસ્તો, સરકારી મિલ્કતોને નુકસાન કરનારા તોફાનીઓના ફોટા ટવીટ કરીને પકડાવવા કરી અપીલ

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્ર્મ્પે, સરકારી માલ મિલ્કતને નુકસાન કરનારાઓને પકડવા માટે, ઉતર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદીત્યનાથની માફક જ તરકીબ અપનાવી છે. અમેરીકામાં અશ્વેત જ્યોર્જનુ પોલીસના હાથે મૃત્યુ થયા બાદ ઠેર ઠેર હિંસક દેખાવો થયા હતા. જેમાં હિસાએ ઉતરી આવેલા તોફાનીઓ દ્વારા સરકારી માલ મિલ્કતને પારાવાર નુકસાન પહોચાડવામાં આવ્યુ હતું. સરકારી માલ મિલ્કતોને નુકસાન કરનારા તોફાનીઓના […]

ટ્ર્મ્પે અપનાવ્યો યોગી આદીત્યનાથનો રસ્તો, સરકારી મિલ્કતોને નુકસાન કરનારા તોફાનીઓના ફોટા ટવીટ કરીને પકડાવવા કરી અપીલ
Follow Us:
| Updated on: Jun 28, 2020 | 12:24 PM

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્ર્મ્પે, સરકારી માલ મિલ્કતને નુકસાન કરનારાઓને પકડવા માટે, ઉતર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદીત્યનાથની માફક જ તરકીબ અપનાવી છે. અમેરીકામાં અશ્વેત જ્યોર્જનુ પોલીસના હાથે મૃત્યુ થયા બાદ ઠેર ઠેર હિંસક દેખાવો થયા હતા. જેમાં હિસાએ ઉતરી આવેલા તોફાનીઓ દ્વારા સરકારી માલ મિલ્કતને પારાવાર નુકસાન પહોચાડવામાં આવ્યુ હતું. સરકારી માલ મિલ્કતોને નુકસાન કરનારા તોફાનીઓના નુકસાન કરતા ફોટા સાથે ટવીટ કરીને આવા તત્વોને પકડાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર અપીલ કરી છે. તો તોફાનીઓના ફોટા સાથેના પોસ્ટર્સ છપાવડાવીને ઠેર ઠેર લગાડવામાં આવ્યા છે.

અશ્વેત યુવાન જ્યોર્જના મોત બાદ અમરીકાના વિવિધ પ્રાંતમાં અશ્વેત રોડ ઉપર ઉતરી આવ્યા હતા. કાયદો હાથમાં લઈને અનેક સ્થળે જાહેરમાં મૂકાયેલ મહાનુભવોની પ્રતિમાની તોડફોડ કરી હતી. તો ક્યાક આગ લગાડવામાં આવી હતી. અનેક મહાનુભવોની પ્રતિમા તોડ્યા બાદ, અન્ય મહાનુભાવોની પ્રતિમાને તોફાનીઓ નિશાન ના બનાવે તે માટે સ્થાનિક વહીવટી તંત્રે, જાહેરમાં મૂકાયેલી પ્રતિમાઓ હટાવી લીધી હતી.

નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો

ઉતરપ્રદેશ અને દિલ્લીમાં આ વર્ષની શરૂઆતમાં થયેલ તોફાનોમાં સરકારી માલ મિલ્કતોને પારાવાર નુક્સાન કરવામાં આવ્યુ હતું. સરકારી માલ મિલ્કતને નુકસાન કરનારા તોફાનીઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. સીસીટીવીમાં કેદ થયેલા તોફાનીઓના ફોટાના પોસ્ટરો બનાવીને જાહેર માર્ગના મુખ્ય સ્થળે લગાવવામાં આવ્યા. અને અપીલ કરાઈ કે આ લોકોએ સરકારી માલ મિલ્કતને પારાવાર નુક્સાન કર્યું છે તમે આ નુકસાન કરનારાઓની ઓળખ કરવામાં મદદ કરો. લોકોની મદદથી તોફાનીઓની ઓળખ થઈ ગયા બાદ તમામના નિવાસસ્થાને સરકારી માલ મિલ્કતને પહોચાડેલ નુકસાનની રકમ ભરપાઈ કરવાની નોટીસ ઉતરપ્રદેશ સરકારે મોકલી હતી. અને થયેલા નુકસાનની રકમ વસુલવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">