આરોન ફીંચ બીજી ટી-20 મેચ રમવાને લઇને સસ્પેન્શ, સ્ટીવ સ્મિથ કેપ્ટનશીપ નિભાવે તેવી શક્યતા

આરોન ફીંચ બીજી ટી-20 મેચ રમવાને લઇને સસ્પેન્શ, સ્ટીવ સ્મિથ કેપ્ટનશીપ નિભાવે તેવી શક્યતા

ટીમ ઇન્ડિયા ની સામે કેનબેરામાં રમાયેલી પહેલી ટી-20 મેચ દરમ્યાન ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચ ઇજાગ્રસ્ત થયા હતા. હવે તેમની બીજી ટી-20 મેચમાં રમવાને લઇને જો અને તો ની સ્થીતી સર્જાઇ છે. ફીંચ ઓસ્ટ્રેલીયાની ટીમ ના માટે ઓપનીંગ કરતા હતો અને તે સારા ફોર્મમાં પણ ચારી રહ્યો હતો વન ડે સીરીઝમાં સારા પ્રદર્શન બાદ પ્રથમ ટી-20 માં 35 રનોની ઇનીંગ રમી હતી.

ભારત અને ઓસ્ટ્રેલીયાની વચ્ચે બીજી ટી-20 મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી છે. ઇજાને લઇને આરોન ફીંચ આ મેચમાં રમવાને લઇને સસ્પેન્સ બની ગયુ છે. ભારત સામે પ્રથમ મેચમાં ફીલ્ડીંગ કરતી વખતે તેને ઇજા પહોંચી હતી. તેને હિપ ઇંજરી થઇ હતી અને તેના કારણે તે શક્ય છે કે બીજી મેચ માંથી બહાર થઇ શકે છે. જોકે તે પુર્ણ રીતે ફીટ છે કે નહી તે અંગેનો અંતિમ નિર્ણય મેચના પહેલા લેવામાં આવશે.

ભારત સામે વન ડે સીરીઝમાં પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવનારા આરોન ફીંચ, જો બીજી ટી-20 મેચમાં થી હટી જવુ એ મોટો ફટકો હશે. કારણ કે કાંગારુ ટીમનો એક ઓપનર બેટસમેન ડેવિડ વોર્નર ઇજાને લઇને પહેલા થી બહાર છે. જો ફીંચ પણ મેદાનની બહાર રહે છે તો, ઓસ્ટ્રેલીયાએ ભારત સામેની ટી-20 સીરીઝમાં વાપસી કરવી આસાન નહી હોય. કારણ કે ભારત પહેલા જ 1-0 થી આગળ થઇ ચુક્યુ છે.

આરોન ફીંચના ટીમમાં નહી હોવાને લઇને કેપ્ટનશીપ કોણ નિભાવશે તે મોટી સમસ્યા હશે. આમ તો ઉપ કેપ્ટન મિશેલ સ્ટાર્ક છે, પરંતુ એક સંભાવના એ પણ છે કે સ્ટીવ સ્મિથ ટીમની કમાન સંભાળી શકે તેવી સંભાવના વર્તાઇ રહી છે. સ્મિથે આ વર્ષે યુએઇમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરી હતી. જોકે હવે એ જોવાનુ રહે છે કે ફીંચ રમશે કે કેમ અને, તેની ગેરહાજરીમાં જવાબદારી કોને અપાશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati