અતિઉત્સાહમાં અમેરિકાને આપવામાં આવેલા પડકારથી ચીનમાં શી જિનપિંગ સામે અસંતોષનો સંકેત

અતિઉત્સાહમાં અમેરિકાને આપવામાં આવેલા પડકારથી ચીનમાં શી જિનપિંગ સામે અસંતોષનો સંકેત
China President Xi Jinping

એવી સિસ્ટમમાં કે જેમાં ટીકા ઐતિહાસિક સંદર્ભના આધારે થતી હોય અને જેમાં વૈચારિક ચેતવણીઓ અને ભૂલોને ધ્યાનમાં લેવામાં આવતી હોય, તેવામાં શીના નેતૃત્વ અને તેમની સ્વ-વ્યાખ્યાને યોગ્ય રીતે સમજવું મહત્વપૂર્ણ છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Dec 25, 2021 | 8:15 PM

લેખક – રવિશંકર બુદ્ધવરપુ

ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (President Xi Jinping)ના બીજા કાર્યકાળમાં ઈતિહાસમાં સ્થાન બનાવવાનો તેમનો ઉત્સાહ અને અસાધારણ મહત્વાકાંક્ષા સ્પષ્ટપણે જોવા મળે છે. આ પાંચ નિર્ણાયક વર્ષોમાં શીએ એશિયા (Asia) અને સમગ્ર વિશ્વમાં અમેરિકાને પડકાર ફેંક્યો છે. તેમણે પોતાને આજીવન પ્રમુખ તરીકે જાળવી રાખવા માટે પક્ષના બંધારણમાં પણ સુધારો કર્યો હતો.

પરંતુ એક વર્ષ પહેલા ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (Communist Party of China)એ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં શીના ત્રીજા કાર્યકાળ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં શી જિનપિંગના શાસન સામે અસંતોષના સંકેતો દેખાવા લાગ્યા હતા. એવી સિસ્ટમમાં કે જેમાં ટીકા ઐતિહાસિક સંદર્ભના આધારે થતી હોય અને જેમાં વૈચારિક ચેતવણીઓ અને ભૂલોને ધ્યાનમાં લેવામાં આવતી હોય, તેવામાં શીના નેતૃત્વ અને તેમની સ્વ-વ્યાખ્યાને યોગ્ય રીતે સમજવું મહત્વપૂર્ણ છે.

2012માં પહેલીવાર કાર્યભાર સંભાળ્યા પછી મીડિયાને પૂરા આત્મવિશ્વાસ સાથે સંબોધતા કોઈપણ અનુભવી ટેક સીઈઓની જેમ, શીએ કેટલીક બાબતો ખૂબ જ સ્પષ્ટ કરી. પ્રથમ એ છે કે તે ક્રાંતિકારી માઓત્સે તુંગના અભિગમના પ્રખર સમર્થક છે, પરંતુ તે વ્યવહારિક સુધારક દેંગ શિયાઓપેંગની જેમ સતર્ક પણ રહેશે. તેમણે બીજી વાત એ કરી કે તેમને લાગે છે કે વૈશ્વિક મંચ પર ચીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો સમય આવી ગયો છે અને ત્રીજી વાત એ કે શી પોતે ખાતરી કરશે કે ચીન એક મહાન શક્તિ તરીકે તેનું યોગ્ય સ્થાન મેળવે.

પરંતુ શું ખરેખર વસ્તુઓ શીના અનુસાર થશે, તેને લઈને ઘણા તીખા સવાલ સામે આવી રહ્યા છે. વર્ષના છેલ્લા મહિનામાં અસંતોષના ત્રણ અલગ અલગ સંકેતો પણ જોવા મળ્યા છે. પહેલો સંકેત પ્રેસ બ્રીફિંગ દરમિયાન ટેલિવિઝન પર પક્ષના એક અધિકારી દ્વારા આપવામાં આવ્યો. બીજો ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખ્ય અખબારની કોલમમાં અને ત્રીજો પાર્ટીના ઈતિહાસકાર દ્વારા જાહેર મંચ પર અપાયો.

પ્રથમ ચેતવણીનો સંકેત ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે પાર્ટીની બેઠક દરમિયાન મળ્યો હતો. આ બેઠકમાં શીની પ્રશંસા કરતો એક ‘ઐતિહાસિક ઠરાવ’ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં તેમની સરખામણી ફરી એકવાર માઓ અને ડેંગ સાથે કરવામાં આવી હતી. ગત મહિનામાં (નવેમ્બર 8 થી 11) આયોજિત બેઠકે શીના ત્રીજા કાર્યકાળનો પાયો નાખ્યો હતો.

પક્ષની ટોચની કેન્દ્રીય સમિતિના વરિષ્ઠ આર્થિક નીતિ સલાહકાર, હાન વેનક્સિયૂએ ટેલિવિઝન પર છઠ્ઠા પૂર્ણ સત્રનો સારાંશ આપતાં કહ્યું કે ચીને “ગ્રેટ લીપ ફોરવર્ડ અને પીપલ્સ કોમ્યુનિટીઝ પાસેથી પાઠ શીખવા જોઈએ” કારણ કે તે એક મોટી વિશ્વ શક્તિ તરીકે ઉભરી આવવા અને અમેરિકાની બરાબરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

હાને આ વાત ત્યારે કહી જ્યારે સપ્ટેમ્બર 2021 દરમિયાન સમગ્ર ચીનમાં કોલસા અને વીજળીની તીવ્ર અછત પછી શીએ પાર્ટીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેઓ ગ્રીન એનર્જી ધ્યેયો હાંસલ કરવા માટે ઉત્સાહી હતા. આ ચેતવણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેનો ઉલ્લેખ રાષ્ટ્રીય ટેલિવિઝન પર કરવામાં આવ્યો હતો.

બીજી વાતચીત દરમિયાન ‘ગ્રેટ લીપ ફોરવર્ડ’ વાક્યનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે માઓના ચીનમાં એક વિનાશક યુગની યાદ અપાવે છે, જેને ચીને ઈતિહાસના પાનામાંથી કાઢી નાખ્યો હતો અને તેનો જાહેરમાં ક્યારેય ઉલ્લેખ ન કર્યો. વાસ્તવમાં 1958માં માઓત્સે તુંગે એક ઉગ્રવાદી ઝુંબેશ શરૂ કરી, જેનો હેતુ ઝડપી ઔદ્યોગિકીકરણ અને સામૂહિકવાદ હતો. તેને જ ગ્રેટ લીપ ફોરવર્ડ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અભણ ખેડૂતો અને કામદારોને સ્ક્રેપ મેટલને સ્ટીલમાં બદલવાવાળી ભઠ્ઠીઓ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ ઝુંબેશ હેઠળ તમામ ખેડૂતોએ તેમના અંગત પ્લોટ અને સાધનોને ‘પીપલ્સ કમ્યુન’માં રૂપાંતરિત કરવાના હતા, જેમાં તેમનું વેતન સમાન હતું અને તેઓ બધા એક સામુદાયિક કેન્ટીનમાં ખાતા હતા. તેને એક મોટા વાટકામાંથી ખાવાના રુપમાં જાણવામાં આવે છે. ઉગ્રવાદી ડાબેરી વિચારધારાથી પ્રેરિત આ નીતિઓને કારણે ચીનને આપત્તિનો સામનો કરવો પડ્યો હતો. ઔદ્યોગિક ઉત્પાદન અને અનાજ ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થયો. આ સમયગાળા દરમિયાન વ્યાપક દુષ્કાળને કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા.

ગ્રેટ લીપ ફોરવર્ડનું ઉદાહરણ ટાંકીને વુએ ધ્યાન દોર્યું કે તે જ રીતે કડક પાલનને કારણે ચીને વીજળીની અછતનો સામનો કરવો પડ્યો. કોઈપણ અનુમાન લગાવ્યા વગર લેવાયેલું આ એક સાહસિક પગલું હતું. અન્ય એક ઉદાહરણમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ શૈક્ષણિક અને જાણીતા ઈતિહાસકાર ઝાંગ બૈજિયાએ ચીનને ચેતવણી આપી કે અમેરિકાને હળવાશથી ન લે. જણાવી દઈએ કે ઝાંગ બૈજિયા પાર્ટી હિસ્ટ્રી રિસર્ચ સેન્ટરના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે.

ઝાંગે હૈનાન પ્રાંતમાં આયોજિત પાર્ટી ફોરમમાં કહ્યું “અમેરિકા તમામ પડકારોનો દૃઢતાથી સામનો કરવા સક્ષમ છે અને ચીને તેને પડકારવું જોઈએ નહીં.” તેમણે ચીનને આંતરિક વિરોધ ન કરવા પણ હાકલ કરી હતી. તેમણે કહ્યું કે ચીન તેની રાષ્ટ્રીય સુરક્ષાને કાળજીપૂર્વક સંતુલિત કરે, સાથે જ આગામી લક્ષ્યાંકો પણ હાંસલ કરે. આ દરમિયાન ચીનની સરકારી મીડિયા એજન્સીઓ ખાસ કરીને મહામારીને પહોંચી વળવાને લઈને ચીનને અમેરિકા કરતા વધુ સારુ બતાવીને પોતાની પીઠ થપથપાવી રહી છે. શીએ તેમના કાર્યકાળ દરમિયાન આ રાષ્ટ્રવાદી વલણને પ્રોત્સાહન આપ્યું છે.

ઝાંગના મતે અમેરિકા પોતાની જાતને નિષ્ફળ ગણવા માટે તૈયાર હશે એવું માનવું મોટી ભૂલ હશે. તે મહત્વની બાબત છે કે પોતાની સમસ્યાઓને દૂર કરવામાં નાકામ અમેરિકાને આપણે આપણી સફળતાની આશા સાથે ન જોડે. તેમણે આ વાત ચીન-યુએસ સંબંધો પરની પેનલમાં કહી હતી, જેના ફૂટેજ ફોરમ દ્વારા ઓનલાઈન બહાર પાડવામાં આવ્યા હતા.

ઝાંગે કહ્યું કે ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આવી સ્થિતિમાં તેના નીતિગત નિર્ણયો નાની અને મોટી અર્થવ્યવસ્થાઓ પર મોટી અસર કરી શકે છે. તેમણે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ પર અસરનો પણ સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું કે બેઈજિંગને અન્ય દેશો સાથે વ્યવહાર કરતી વખતે તેના લક્ષ્યો, ઈરાદાઓ અને નીતિઓ સ્પષ્ટ કરવાની જરૂર છે.

73 વર્ષીય ઝાંગ એક પ્રતિષ્ઠિત પક્ષ ઈતિહાસકાર છે અને એક અધિકારીના પુત્ર છે જે 1971માં હેનરી કિસિંજર સાથે ચર્ચામાં જોડાયા હતા. તે વાતચીતથી જ બેઈજિંગ અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધો સુધર્યા. પરંતુ અત્યાર સુધીમાં સૌથી અસહમતિવાળી નોંધ પક્ષના અખબાર પીપલ્સ ડેઈલીમાં એક અભિપ્રાય કોલમમાંથી આવી છે, જે પાર્ટીના ‘થિંકિંગ એન્ડ આઈડિયાઝ’ તરીકે ઓળખાય છે. આ કોલમ સેન્ટ્રલ કમિટીના વર્તમાન સભ્ય ક્યુ કિંગશાન દ્વારા લખવામાં આવી હતી, જેઓ કેબિનેટ મંત્રીનો હોદ્દો ધરાવતા હતા.

ક્યૂ કોમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીની પાર્ટી હિસ્ટ્રી એન્ડ લિટરેચરની સંસ્થાના અધ્યક્ષ છે. ક્યુએ તેમના લેખમાં શી જિનપિંગના નામનો ઉલ્લેખ કરવાનું સંપૂર્ણપણે ટાળ્યું હતું. તેના બદલે તેણે વારંવાર દેંગ શિયાઓપેંગનો ઉલ્લેખ કર્યો. ક્યુએ તેમના લેખમાં દેંગનો નવ વખત ઉલ્લેખ કરીને પ્રશંસા કરી હતી. ટિપ્પણીમાં નોંધ્યું હતું કે દેંગે 1970ના દાયકામાં જે સુધારા અને ઓપનિંગ-અપ નીતિનો અમલ કર્યો હતો તે પક્ષનું પુનરુત્થાન હતું. લેખમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે દેંગે લોકોના વિચારોને ડાબેરી કટ્ટરતાના બંધનમાંથી મુક્ત કરાવ્યા હતા.

આ લેખમાં ડાબેરી કટ્ટરતાનો ઉલ્લેખ વિશેષ રુપથી મહત્વપૂર્ણ છે, કારણ કે તે સામાન્ય સમૃદ્ધિને ટાંકીને શી જિનપિંગે તાજેતરમાં અમલમાં મૂકેલી નીતિઓને સ્પષ્ટપણે નિર્દેશ કરે છે. આ નીતિઓમાં ખૂબ જ કટ્ટરપંથી ડાબેરી પક્ષપાત જોવા મળે છે. આ લેખને અન્ય એક અધિકારી વિરુદ્ધ પ્રતિક્રિયા તરીકે પણ જોવામાં આવ્યો હતો, જેમણે બીજા લેખમાં શી જિનપિંગના નેતૃત્વની પ્રશંસા કરી હતી.

શી જિનપિંગ સામેના અસંતોષને લઈને ઘણા વધુ અવાજો ઉઠાવવામાં આવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં પ્રીમિયર લીના સલાહકાર અને મુખ્ય અર્થશાસ્ત્રી લી ડાઓકુઈએ પણ સ્થાનિક માંગમાં મંદીનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત, આર્થિક આશાવાદ વિશે ચેતવણી આપી હતી.

તેમણે ચેતવણી આપી હતી કે આવનારા વર્ષોમાં મુશ્કેલ પરિસ્થિતિઓ ચીની અર્થવ્યવસ્થાના માર્ગમાં અવરોધરૂપ બનશે. ચીન આગામી પાંચ વર્ષમાં તેના સૌથી મુશ્કેલ તબક્કાનો સામનો કરશે, કારણ કે ચાર દાયકા પહેલા રિફોર્મ અને ઓપનિંગની નીતિ લાગુ કરવામાં આવી હતી. મતભેદ ત્યારે જ વધશે જ્યારે અર્થવ્યવસ્થામાં મંદી ચાલુ રહેશે અને હાઉસિંગ સેક્ટરમાં તરલતાનો અભાવ રહેશે.

આ પણ વાંચો : Omicron Cases: એક જ મહિનામાં 108 દેશોમાં ફેલાયો ઓમિક્રોન, વિશ્વભરમાં 1.50 લાખથી વધુ કેસ, જાણો જુદા-જુદા દેશોની સ્થિતિ

આ પણ વાંચો : કોરોનાનો કહેર યથાવત : મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોના કેસમાં ઉછાળો, તંત્રની વધી ચિંતા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati