બ્રિટનમાં શીખોને હિંસા માટે ઉશ્કેરવા બદલ ખાલસા ટીવી પર 50 લાખનો દંડ

બ્રિટનમાં શીખોને હિંસા માટે ઉશ્કેરવા બદલ ખાલસા ટીવી પર 50 લાખનો દંડ
ખાલસા ટીવી

યુકેમાં Khalsa Television Limited પર હિંસા અને હત્યા માટે શીખોને ભડકાવવા બદલ 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખાલસા ટીવીએ પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના મોમાંથી લોહી પડતી એક તસવીર બતાવી હતી.

Gautam Prajapati

| Edited By: Bhavesh Bhatti

Feb 13, 2021 | 1:36 PM

બ્રિટનમાં હિંસક પ્રસારણો દ્વારા શીખોને ભડકાવવા માટે ખાલસા ટીવીને મોટો આંચકો મળ્યો છે. યુકે સ્થિત મીડિયા ઓફ્કોમએ ખાલસા ટીવી લિમિટેડને લગભગ 50 લાખ રૂપિયા (50,000 પાઉન્ડ) નો દંડ ફટકાર્યો છે. ઓફકોમે ભારતીય રાજ્યમાં હિંસાને ટેકો આપતો મ્યુઝિક વીડિયો પ્રસારિત કરવા અને ટીવી પર શીખ અલગાવવાદીઓના હિંસક કૃત્યોને બતાવવા માટે કંપનીને દોષિત ઠેરવી હતી.

એટલું જ નહીં ખાલસા ટીવીને આવા ચર્ચા આધારિત કાર્યક્રમોના પ્રસારણ માટે દોષી ઠેરવવામાં આવ્યું છે કે જે શીખ ધર્મની આલોચના કરનાર સામે હિંસાને પ્રોત્સાહન આપે. તેમજ આતંકવાદી જૂથને કાયદેસર બનાવવા માટે પ્રાત્સાહન આપવાની ચર્ચા માટે દોષિત જાહેર કરવામાં આવી છે. જુલાઇ 2018 માં ખાલસા ટીવી પર મ્યુઝિક વીડિયો ‘બગ્ગા એન્ડ શેરા’ નું ગીત પ્રસારિત થયું. જેમાં ઈન્દિરા ગાંધીની એક તસવીર બતાવવામાં આવી હતી. એમાંથી ઇન્દિરા ગાંધીના મોઢામાંથી લોહી પડી રહ્યું હતું. આ તસવીરમાં કેપ્શનમાં લખ્યું હતું કે ‘દૃષ્ટ મહિલા તે નિર્દોષોનું લોહી પીધું’. આ વિડિઓમાં ગીત વાગી રહ્યું હતું. ‘યોદ્ધાઓ તમારું સામ્રાજ્ય નષ્ટ કરશે.’ અને તેમાં લાલ કિલ્લો સળગાવતો બતાવવામાં આવ્યો હતો.

‘લોકોને હત્યા અને હિંસા માટે ઉશ્કેર્યા’ ઓફકોમે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, ‘અમારું માનવું છે કે આ ચિત્રો અને વીડિયોમાં લખેલી ચીજો ભારતીય રાજ્ય સામે હિંસા માટે ઉસ્કેરે છે. સાથે હિંસા કરનારનું ગુણગાન ગાય છે. ‘ ખાલસા ટીવી પાસે શીખ મુદ્દાઓ પર યુકેમાં કાર્યક્રમો પ્રસારિત કરવાનું લાઇસન્સ છે. ખાલસા ટીવી પર ત્રણ વખત મ્યુઝિક વીડિયો પ્રસારિત કરવા બદલ 20,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઓફકોમે કહ્યું કે આ વીડિયો પરોક્ષ રીતે શીખ આતંકીઓની હિંસક કાર્યવાહીને સમર્થન આપે છે. આમાં તે લોકો શામેલ છે જેમણે ઓપરેશન બ્લુ સ્ટાર ચલાવનારા લોકોની હત્યા કરી હતી. ઓપરેશન બ્લુ સ્ટારમાં સામેલ લોકોની હત્યામાં ખાલિસ્તાની આતંકવાદીઓનો હાથ હતો. ઓફકોમે કહ્યું કે વીડિયોમાં અન્ય લોકોને પણ હત્યા અને હિંસા કરવા માટે ઉશ્કેર્યા. એનઆઈએએ ખાલિસ્તાન લિબરેશન ફોર્સના રમણદીપ સિંહ બગ્ગા અને હરદીપ સિંહ શેરા સામે અનેક ચાર્જશીટ ફાઇલ કરી છે. તેમની પર ભારતમાં હત્યા કરાવવાનો આરોપ છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati