દુનિયામાં (World) દરરોજ નવી નવી શોધો થાય છે. આ તમામ આવિષ્કારો માત્ર માનવીની સુવિધા માટે જ કરવામાં આવી છે. પરંતુ તેમના એક્સપરીમેન્ટ માટે પ્રાણીઓ ઘણીવાર પ્રથમ પસંદ કરવામાં આવે છે. જેમ કે જ્યારે કોરોના રસી બનાવવામાં આવી હતી, ત્યારે તેનો પહેલો એક્સપરીમેન્ટ ઉંદરો અને વાંદરાઓ પર કરવામાં આવ્યો હતો. જ્યારે જોવામાં આવ્યું કે આ એક્સપરીમેન્ટ સફળ રહ્યો છે ત્યારે તેનો ઉપયોગ મનુષ્યો માટે કરવામાં આવ્યો હતો. આવા બીજા ઘણા એક્સપરીમેન્ટ કરવામાં આવ્યા છે, જેમ કે કૂતરા અને વાંદરાઓને સ્પેસમાં મોકલવા વગેરે. આ એક્સપરીમેન્ટમાં જીવનું જોખમ હંમેશા રહે છે. પરંતુ જરા કલ્પના કરો કે જ્યારે એક્સપરીમેન્ટ માટે માત્ર મનુષ્યોને પસંદ કરવામાં આવે ત્યારે શું થાય છે. આજે અમે તમને એવા જ એક પ્રયોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પછી એક શક્તિશાળી દેશને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો. આવો જાણીએ આ એક્સપરીમેન્ટ (Sleep Experiment) વિશે….
લગભગ વર્ષ 1940ની વાત છે જ્યારે દુનિયામાં બીજું વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું. આ વાતને લઈને દુનિયામાં ટેન્શન ચાલી રહ્યું હતું. ઘણા દેશો તેમના દુશ્મનો સાથે લડવા માટે યુદ્ધના મેદાનમાં ઉતર્યા હતા. આવો જ એક દેશ રશિયા હતો. તેને પણ ઘણા દુશ્મન દેશોના લોકોને યુદ્ધમાં હરાવીને બંધકમાં લીધા હતા. સેનાની સાથે કેટલાક રશિયન વૈજ્ઞાનિકો એક ખાસ વસ્તુ પર સંશોધન કરી રહ્યા હતા. તેઓ જાણવા માંગતા હતા કે શું મનુષ્ય ઉંઘ વગર જીવી શકે છે કે નહી?
તેમને આ એક્સપરીમેન્ટ પાછળ એક કારણ પણ આપ્યું કે વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે અને તેમાં આપણા સૈનિકો પણ લડી રહ્યા છે. પરંતુ શું તેઓ ઊંઘ્યા વિના યુદ્ધ લડી શકે છે? આ માટે રશિયાના વૈજ્ઞાનિકોએ રિસર્ચ શરૂ કર્યું હતું. હવે એક્સપરીમેન્ટ કરવાનો સમય આવી ગયો છે, તેથી વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે કેદીઓ પર તેનો એક્સપરીમેન્ટ કરવો જોઈએ. તેને કેટલાક કેદીઓની સામે એક્સપરીમેન્ટ વિશે વાત કરી અને કહ્યું કે જો તેઓ આખા 30 દિવસ ઊંઘ્યા વિના બહાર કાઢે તો તેઓ જેલમાંથી મુક્ત થઈ જશે. પાંચ કેદીઓએ પણ આ શરત સ્વીકારી હતી.
આ એક્સપરીમેન્ટ માટે એક ચેમ્બર તૈયાર કરવામાં આવી હતી, જેમાં આ કેદીઓને રાખવાના હતા. જરૂરી બધું ચેમ્બરમાં હતું અને તેમની ગતિવિધિ પર નજર રાખવા દરેક જગ્યાએ કેમેરા લગાવવામાં આવ્યા હતા. એ ચેમ્બર કાચની હતી. એ કાચમાંથી અંદરથી બહાર જોઈ શકાતું ન હતું, પણ બહારથી અંદર જોઈ શકાતું હતું. ત્યારબાદ કેદીઓને રૂમમાં મોકલીને તેને તાળું મારી દીધું હતું. આ દરમિયાન કેદીઓ ઉંઘતા નથી, આ માટે ઓક્સિજનની સાથે એક ખાસ પ્રકારનો ગેસ છોડવામાં આવ્યો હતો, જેથી તેઓ ઈચ્છવા છતાં ઊંઘી શકતા ન હતા. રૂમની અંદર માઈક્રોફોન પણ લગાવવામાં આવ્યા હતા જેથી વૈજ્ઞાનિકો તેઓ જે કહે તે બધું સાંભળી શકે.
પહેલો દિવસ નોર્મલ ગયો. દરેક વ્યક્તિએ ખાવામાં અને એકબીજા સાથે વાત કરવામાં સમય પસાર કર્યો. બીજો દિવસ પણ સારો રહ્યો. ત્રીજા દિવસે કેદીઓ થોડા થાકવા લાગ્યા. પણ તેમ છતાં દિવસ જેમ તેમ પસાર થયો. ચોથા દિવસે તેની આંખોમાં ઉંઘ દેખાતી હતી પરંતુ ગેસને કારણે તે ઉંઘી શક્યા ન હતા. પરંતુ પાંચમા દિવસે, વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે કેદીઓ એકબીજા સાથે વાત કરી રહ્યા છે પરંતુ તે બધા એક જ સાથે બોલી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાની વાત સાંભળાવી રહ્યા હતા અને બીજાની વાત સાંભળતા ન હતા.
છઠ્ઠા, સાતમા અને આઠમા દિવસે તેની હાલત ખરાબ થવા લાગી. તેઓ સૂવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ ગેસના કારણે તેઓ ઊંઘી શક્યા ન હતા. પરંતુ 9મા દિવસે એક ખતરનાક ઘટના બને છે. પાંચમાંથી એક કેદી અચાનક જોરથી ચીસો પાડવા લાગે છે. બહાર બેઠેલા વિજ્ઞાનીઓ આ બધું જુએ છે પણ કંઈ કરતા નથી. જોકે તેની ચીસો પરથી તેને ખ્યાલ આવે છે કે તે એટલી જોરથી ચીસો પાડી રહ્યો છે કે તેને સાંભળીને કોઈના પણ કાનના પડદા ફાટી જાય છે. પરંતુ નવાઈની વાત એ હતી કે તેની ચીસોથી અન્ય કેદીઓને કોઈ ફરક પડ્યો ન હતો. તેઓ ચૂપ બેઠા હતા.
ત્રણ કલાક પછી કેદીનો અવાજ આવતો બંધ થયો. તે ચીસો પાડવાની કોશિશ કરી રહ્યો હતો પણ તેનો અવાજ બહાર આવતો ન હતો. ત્યારબાદ 10મા દિવસથી વસ્તુઓ બદલાવા લાગી. હજુ દિવસો વીતતા ગયા અને 13મા દિવસે વૈજ્ઞાનિકોને એવું લાગવા લાગ્યું કે જાણે કેદીઓ મરી ગયા. કારણ કે તેઓ કંઈ કરતા ન હતા. જ્યારે ઓક્સિજનનું સ્તર તપાસવામાં આવ્યું ત્યારે તે બરાબર હતું અને બધા શ્વાસ લઈ રહ્યા હતા. તેમ છતાં, વૈજ્ઞાનિકોને શંકા ગઈ અને વિચાર્યું કે આ એક્સપરીમેન્ટ અહીં જ બંધ કરી દેવો જોઈએ. પરંતુ જેની દેખરેખ હેઠળ આ એક્સપરીમેન્ટ ચાલી રહ્યો હતો તે કમાન્ડર તેના માટે તૈયાર ન હતા. પોતાનો એક્સપરીમેન્ટ ચાલુ રાખવા કહ્યું.
હજુ બે દિવસ વીતી ગયા. ત્યારબાદ 15માં દિવસે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે તેઓ અંદર જઈને એકવાર તપાસ કરશે. તેમને કેદીઓને સૂચના આપી કે જ્યારે અમે અંદર આવીશું ત્યારે તમે બધા દરવાજાથી દૂર રહેશો. જો તમે આ નહીં કરો તો તમને ગોળી મારી દેવામાં આવશે. જો તમે દૂર રહેશો, તો અમે તમને મુક્ત કરીશું. પછી જેમ જેમ દરવાજો ખુલે છે અને તેમને કહેવામાં આવે છે કે તેઓ હવે મુક્ત થઈ ગયા છે. તો પાંચેયનો જવાબ સાંભળીને વૈજ્ઞાનિકો પણ હેરાન થઈ ગયા. કારણ કે કેદીઓએ બહાર આવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમને કહ્યું કે અમે અહીં જ રહેવા માંગીએ છીએ.
પછી વૈજ્ઞાનિકોએ જોયું કે જમીન પર લોહી હતું અને દિવાલ પર પણ લોહીના છાંટા પડ્યા હતા. કેટલાક કેદીઓનું માંસ ગાયબ છે અને હાડકાં પણ બહાર આવી ગયા છે. વિજ્ઞાનીઓને લાગ્યું કે કેદીઓએ પોતાનું જ માંસ ખાધું છે. આ જોઈને વૈજ્ઞાનિકો બહાર આવ્યા. તેમને ગેસ બંધ કરી દીધો, જેના કારણે કેદીઓને ઊંઘ ન આવવા દીધી. પરંતુ તેમને ગેસ બંધ કરતાની સાથે જ એક કેદીનું મોત થયું હતું. તેની લાશને બહાર કાઢવામાં આવી હતી. વૈજ્ઞાનિકે નક્કી કર્યું કે હવે આપણે આખરે આ એક્સપરીમેન્ટ બંધ કરીશું. જેથી અન્ય ચાર સાથે કંઈ ખોટું ન થાય.
પરંતુ કમાન્ડરે ફરી એકવાર એક્સપરીમેન્ટ બંધ કરવાની ના પાડી. તેને તો એમ પણ કહ્યું કે કોઈ વૈજ્ઞાનિકે પણ જઈને તે કેદીઓ સાથે રહેવું જોઈએ જેથી કરીને એક્સપરીમેન્ટ વધુ સારો થઈ શકે. પરંતુ વૈજ્ઞાનિક સહમત ન થયા અને તેમાંથી એકે કમાન્ડરને જ ગોળી મારી દીધી. પછી વૈજ્ઞાનિક ફરીથી રૂમની અંદર ગયો. ત્યાંનું દ્રશ્ય જોઈને તેઓ ખૂબ ડરી ગયા. કારણ કે કેદીઓ ખૂબ જ વિચિત્ર કામો કરતા હતા. ચારેયને ચેમ્બરમાંથી બહાર કાઢી સારવાર માટે લઈ જવાયા હતા. ત્રણ કેદીઓનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. હવે માત્ર એક જ કેદી બચ્યો હતો. તેની સારવાર કરાવ્યા બાદ તેને 16માં દિવસે ફરી ચેમ્બરમાં મુકવામાં આવ્યો હતો કારણ કે તે ત્યાં જવાની જીદ કરતો હતો. એક વૈજ્ઞાનિક ફરી ચેમ્બરમાં જાય છે અને કેદીને પૂછે છે કે તને કેવું લાગે છે? તેથી તેને વિચિત્ર વાતો કરવા લાગ્યો. જાણે એવું લાગતું કે તે માણસ પણ ન હતો. તેની વાત સાંભળીને વૈજ્ઞાનિક પણ ગભરાઈ ગયો. તેને વિચાર્યું કે તેને મારી નાખવું વધુ સારું છે. પછી વૈજ્ઞાનિકે તેને ત્યાં ગોળી મારી દીધી. આમ આ એક્સપરીમેન્ટનો અંત આવ્યો.
એક્સપરીમેન્ટના 69 વર્ષ સુધી આ એક્સપરીમેન્ટ વિશે કોઈને ખબર પણ ન હતી. ત્યારબાદ 2009માં ક્રિપીપાસ્ટા નામની વેબસાઈટે પહેલીવાર એક લેખ લખ્યો અને આ એક્સપરીમેન્ટનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે આ વાર્તા બહાર આવી, ત્યારે રશિયાએ સ્પષ્ટપણે નકારી કાઢ્યું કે દેશમાં આવો કોઈ એક્સપરીમેન્ટ કરવામાં આવ્યો નથી. પરંતુ આ એક્સપરીમેન્ટ વિશે ઘણી હકીકતો પણ બહાર આવી હતી.કેટલાક લોકોનું માનવું હતું કે આ સત્ય છે તો કેટલાક લોકોએ કહ્યું કે આ એક કાલ્પનિક વાર્તા છે. પરંતુ આજદિન સુધી આ વિશે ચર્ચા ચાલી રહી છે.