Kabul : ગુરુદ્વારામાં ફસાયા 260થી વધારે શીખ, યૂનાઇટેડ શીખની માગ- સમુદાયના લોકોને બહાર કાઢવામાં મદદ કરવામાં આવે

અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો જમાવ્યો ત્યારથી માત્ર ભારતે જ અફઘાનિસ્તાનના શીખ (Afghan Sikhs)  સમુદાયના લોકોને ત્યાંથી બહાર નીકળવામાં મદદ કરી છે.યુનાઇટેડ શીખે કહ્યું, 'અમે આ વિશે અમેરિકા, કેનેડા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, તાજિકિસ્તાન, ઈરાન અને બ્રિટન સહિત ઘણા દેશોની સરકારો સાથે વાત કરી રહ્યા છીએ.

Kabul : ગુરુદ્વારામાં ફસાયા 260થી વધારે શીખ, યૂનાઇટેડ શીખની માગ- સમુદાયના લોકોને બહાર કાઢવામાં મદદ કરવામાં આવે
સાંકેતિક તસ્વીર

અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલમાં(Kabul) કારતે પરવન ગુરુદ્વારામાં (Gurdwara Karte Parwan) શીખ સમુદાયના 260 થી વધુ લોકોએ આશરો લીધો છે. આ લોકો તણાવગ્રસ્ત દેશમાંથી બહાર નીકળવા મદદ માંગે છે.

એક અમેરિકન શીખ સંગઠને રવિવારે આ વાત કહી. યુએસ સ્થિત શીખ સંગઠન યુનાઇટેડ શીખોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કાબુલના કારતે પરવન ગુરુદ્વારામાં મહિલાઓ અને 50 થી વધુ બાળકો સહિત 260 થી વધુ અફઘાન નાગરિકો છે. તેમાં ત્રણ નવજાત શિશુઓનો સમાવેશ થાય છે, જેમાંથી એકનો જન્મ ગઈકાલે જ થયો હતો.

અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો જમાવ્યો ત્યારથી માત્ર ભારતે જ અફઘાનિસ્તાનના શીખ (Afghan Sikhs)  સમુદાયના લોકોને ત્યાંથી બહાર નીકળવામાં મદદ કરી છે. યુનાઇટેડ શીખે કહ્યું, ‘અમે આ વિશે અમેરિકા, કેનેડા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, તાજિકિસ્તાન, ઈરાન અને બ્રિટન સહિત ઘણા દેશોની સરકારો સાથે વાત કરી રહ્યા છીએ.

અમે આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓ અને એનજીઓ સાથે પણ વાત કરી રહ્યા છીએ જે અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સિવાય અમે અફઘાનિસ્તાનમાં ગ્રાસરૂટ લેવલ પર આ બાબતે કામ કરતી કંપનીઓના સંપર્કમાં પણ છીએ.

ચેકપોસ્ટ બહાર નિકળવામાં સૌથી મોટી બાધા 

‘યુનાઇટેડ શીખો’ અનુસાર, આ બચાવ કામગીરીનો સૌથી મોટો પડકાર કારતે પરવાન ગુરુદ્વારાથી કાબુલના આંતરરાષ્ટ્રીય વિમાનમથક સુધી 10 કિલોમીટરનો વિસ્તાર છે, જેના પર અનેક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.

અફઘાનિસ્તાનના લઘુમતી સમુદાયના કેટલાક લોકોએ ગયા અઠવાડિયે જવાનો પ્રયાસ કર્યો હતો, જે નિષ્ફળ રહ્યો હતો.ગુરુદ્વારામાં આશ્રય લેનારા જલાલાબાદના સુરબીર સિંહે કહ્યું, ‘અમે એરપોર્ટ જવા માટે તૈયાર છીએ, પરંતુ અમને કાબુલથી ફ્લાઇટ્સ રદ થવાનો ડર છે.

મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને શિશુઓને દેશમાંથી બહાર કાઢવાની આ એકમાત્ર તક છે. વર્તમાન સત્તાધીશોએ સમગ્ર દેશ પર કબજો જમાવી લીધો તો તે આપણા સમુદાયનો અંત હશે.

 લઘુમતીઓ તાલિબાનના પરત ફરવાના ભયભીત  

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. મોટી સંખ્યામાં લોકોને જૂની તાલિબાન શાસન પધ્ધ્તિના પરત ફરવાનો ડર છે.   તાલિબાનોનો દેશની જમીની બોર્ડર ક્રોસિંગ પર કબ્જો છે. આવી સ્થિતિમાં, લોકો માટે બહાર નિકળવાનો એકમાત્ર રસ્તો કાબુલ એરપોર્ટ છે. તાલિબાનના પરત ફરવાનો સૌથી મોટો ભય ત્યાં રહેતા લઘુમતી સમુદાયમાં છે. તેમાં હિંદુઓ અને શીખો સામેલ છે.   આ લોકો દેશ છોડવાની ખૂબ જ કોશિશ કરી રહ્યા છે. ભારતે અફઘાન શીખોને બહાર નીકળવામાં પણ મદદ કરી છે.

આ પણ વાંચોAfghanistan Crisis: G7 દેશના નેતાઓ સાથે અફઘાનિસ્તાનની નીતિ પર વાત કરશે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન, મંગળવારે યોજાશે ઓનલાઈન બેઠક

આ પણ વાંચો :અમેરિકી નાગરિકો અને અફઘાનોને કાબુલમાંથી બહાર કાઢવાનો અમેરિકાનો મોટા નિર્ણય, કોમર્શિયલ એરલાઇન્સની લેવાશે મદદ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati