2 વર્ષના બાળકને બેગમાંથી મળી બંદૂક, ઝૂમ કોલ પર બેસેલી માતાને મારી દીધી ગોળી, પોલીસે પિતાની કરી ધરપકડ

2 વર્ષના બાળકને બેગમાંથી મળી બંદૂક, ઝૂમ કોલ પર બેસેલી માતાને મારી દીધી ગોળી, પોલીસે પિતાની કરી ધરપકડ
Florida man charged after toddler fatally shot mom during Zoom call

એવરી જ્યારે ઘરે પહોંચ્યો તો તેણે જોયુ કે ચારે તરફ જમીન પર લોહી જ લોહી છે. તેણે પોલીસને જણાવ્યુ કે તેની પાર્ટનર કોમ્પ્યુટર પર કામ કરી રહી હતી ત્યારે આ ઘટના બની. શમાયાના ધબકારા તે જ સમયે બંધ થઇ ગયા હતા.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Oct 15, 2021 | 1:20 PM

અમેરીકાના ફ્લોરિડાથી (Florida) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 2 વર્ષના એક બાળકના હાથે તેની જ માતાની હત્યા થઇ ગઇ. આ દુખદ ઘટના ત્યારે બની જ્યારે આ બાળકની માતા ઝૂમ મિટીંગમાં (Zoom Meeting) બેઠી હતી. પોલીસે ઘટનામાં બાળકના પિતાની ધરપકડ કરી છે.

ઘટના કઇંક આ પ્રકારે બની કે આ બાળક ઘરમાં રમી રહ્યુ હતુ અને તેની માતા ઝૂમ મિટીંગમાં બેઠી હતી તે સમયે બાળકને એક બેગમાંથી તેના પિતાની હૈંડગન (Hand Gun) મળી ગઇ અને રમત રમતમાં બાળકે તેની માતાને ગોળી મારી દીધી. ગોળી લાગતા ઘટના સ્થળે જ આ મહિલાનું મોત થયુ. પોલીસે જણાવ્યુ કે 22 વર્ષીય વોંડ્રે એવરીની મંગળવારે ધરપકડ કરવામાં આવી છે. તેના પર હત્યા અને બંદૂકને બેદરકારી પૂર્વક રાખવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

તપાસકર્તાઓએ જણાવ્યું કે 2 વર્ષના બાળકને 11 ઓગસ્ટના રોજ બેગપેકમાંથી બંદૂક મળી હતી. તેણે તેનાથી ગોળી ચલાવી. ગોળી તેની માતા શમાયા લિનના માથામાં વાગી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. તે દરમિયાન શમાયા ઘરે ઓફિસની ઝૂમ મીટિંગમાં બેઠી હતી. ઝૂમ કોલ પર બેઠેલી તેની સાથીએ તરત જ ઇમરજન્સી સર્વિસ 911 પર કોલ કર્યો અને જણાવ્યુ કે તેણે ઘરમાંથી ગોળી ચાલવાનો અવાજ સાંભળ્યો અને લિનને નીચે પડતા જોઇ. આ દરમિયાન તેનો પાર્ટનર પણ ઘરે ન હતો.

એવરી જ્યારે ઘરે પહોંચ્યો તો તેણે જોયુ કે ચારે તરફ જમીન પર લોહી જ લોહી છે. તેણે પોલીસને જણાવ્યુ કે તેની પાર્ટનર કોમ્પ્યુટર પર કામ કરી રહી હતી ત્યારે આ ઘટના બની. શમાયાના ધબકારા તે જ સમયે બંધ થઇ ગયા હતા. ડૉક્ટરે પણ તેને મૃત જાહેર કરી દીધી. આ ઘટના બની તે સમયે અન્ય એક બાળક પણ ધરે હતુ

આ પણ વાંચો –

Rajkot: નાની બાળકી અને પોલીસની રકઝકનો વિડીયો આવ્યો સામે, સામાન્ય જનતા પર દાદાગીરી, પૂર્વ મેયર સામે ચુપ!

આ પણ વાંચો –

jammu kashmir : LG એ કહ્યું, ‘દરેક મોતનો બદલો લેવામાં આવશે’, જમ્મુ -કાશ્મીરમાં સેના આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહી છે

આ પણ વાંચો –

comedian krishna : સુપ્રિયા પાઠકને આપ્યો અમિતાભની સંપત્તિમાં હિસ્સો માંગવાનો એક આઈડિયા, જાણો શું છે મામલો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati