પાકિસ્તાનમાં આકાશી ‘આફત’, પૂરને કારણે બલૂચિસ્તાનમાં 111ના મોત, 6 હજારથી વધુ મકાનો તબાહ

Pakistan Flood : બલૂચિસ્તાનમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 6077 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જ્યારે 10 હજારથી વધુ મકાનોને નુકસાન થયું છે.

પાકિસ્તાનમાં આકાશી 'આફત', પૂરને કારણે બલૂચિસ્તાનમાં 111ના મોત, 6 હજારથી વધુ મકાનો તબાહ
Pakistan Flood
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 9:26 AM

પાકિસ્તાનમાં (Pakistan)  મુશળધાર વરસાદ લોકો માટે મોટી આફત બની ગયો છે. પાડોશી દેશમાં ભારે વરસાદ (heavy rain) બાદ પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નાગરિકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 1 જૂનથી શરૂ થયેલા ચોમાસાના (monsoon 2022)  વરસાદને કારણે બલૂચિસ્તાનમાં (Balochistan)અત્યાર સુધીમાં 111 લોકોના મોત થયા છે. દેશના મુખ્ય સચિવ અબ્દુલ અઝાઈ અકીલીએ કહ્યું કે, બલૂચિસ્તાનમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 6077 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. જ્યારે 10 હજારથી વધુ મકાનોને નુકસાન થયું છે.

 બલૂચિસ્તાનના 10 જિલ્લા ભારે વરસાદથી પ્રભાવિત

અકિલીએ વધુમાં જણાવ્યું હતું કે, વરસાદ દરમિયાન 16 ડેમને ભારે નુકસાન થયું છે. કેટલાક ડેમને વધુ તો કેટલાકને ઓછું નુકસાન થયું છે. જ્યારે બે એકરમાં પથરાયેલી જમીનમાં ઉગાડવામાં આવેલ પાક અને બગીચા બરબાદ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, ચોમાસા દરમિયાન અગાઉની સરખામણીમાં 500 ટકાથી વધુ વરસાદ થયો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. હાલ પાકિસ્તાનમાં (pakistan news)  બલૂચિસ્તાનના લગભગ 10 જિલ્લા ભારે વરસાદથી પ્રભાવિત છે. સાથે જ વરસાદને કારણે 650 કિમી સુધીના રસ્તાઓને પણ નુકસાન થયું છે. વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે રસ્તાઓ અને શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જમ્મુ-કાશ્મીરમાં પણ સ્થિતિ વણસી

જમ્મુ-કાશ્મીરમાં આફતના વરસાદે હાહાકાર મચાવ્યો છે. જમ્મુ-કાશ્મીરના (Jammu kashmir)  મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. પુંછ, રાજૌરી, ડોડા અને કઠુઆમાં લોકોના ઘરોમાં ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. તો કઠુઆમાં કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. શહેરના મોટાભાગના માર્ગો પાણીમાં ગરકાવ છે. શાળાના મેદાન સહિત. શેરીઓ, રસ્તાઓ પાણીથી તરબોળ બની ગયા છે. જેને કારણે રસ્તાઓ પર લાંબા જામ જોવા મળી રહ્યા છે. પરંતુ આ આફત હજુ અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં વરસાદને લઈને ઘણી જગ્યાએ રેડ એલર્ટ (Red ALert) જાહેર કરવામાં આવ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">