Firing in New York: અમેરિકાના ન્યૂયોર્કમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 10 લોકોના મોત, FBIએ શરૂ કરી તપાસ

Shooting in US Supermarket: અમેરિકાના બફેલો સ્થિત એક સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના બની છે. જેમાં અનેક લોકોના મોત થયા હતા. FBI આ મામલાની તપાસ કરી રહી છે.

Firing in New York: અમેરિકાના ન્યૂયોર્કમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 10 લોકોના મોત, FBIએ શરૂ કરી તપાસ
Shooting in New York (symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 7:04 AM

અમેરિકાના ન્યૂયોર્ક (New York) શહેરમાંથી બેફામ ગોળીબારની ઘટના સામે આવી છે. શનિવારે બપોરે અહીં બફેલોના એક સુપરમાર્કેટમાં કેટલાય લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં દસ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અગાઉ, મૃત્યુઆંક આઠ જણાવવામાં આવ્યો હતો. ન્યૂયોર્ક પોલીસે (New York Police) કેસની તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે બંદૂકધારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ટોપ ફ્રેન્ડલી માર્કેટ (New York Buffalo Shooting) માં ગોળીબારમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા અને સ્થિતિ વિશેની વિગતો તાત્કાલિક ઉપલબ્ધ નથી. ગવર્નર કેથી હોચુલે ટ્વીટ કર્યું કે આ તેમના વતન બફેલોમાં સુપરમાર્કેટમાં થયું છે અમે આ ઘટના અંગે અધિકારીઓના સંપર્કમાં છીએ.

એફબીઆઈ (Federal Bureau of Investigation)એ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. કાયદા અમલીકરણ અધિકારીઓએ જણાવ્યું હતું કે ધ્રૃણા, અપરાધ અને વંશીય રીતે પ્રેરિત હિંસક ઉગ્રવાદને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આના એક દિવસ પહેલા, એવું નોંધવામાં આવ્યું હતું કે યુએસએના મિલવોકીમાં બક્સ ગેમ પછી, ડીયર જિલ્લાની નજીક ત્રણ લોકોને ગોળી મારવામાં હતી, જેમાં તેઓ ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. મિલવોકી ફાયર વિભાગે જણાવ્યું હતું કે ત્રણેય ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર ત્રણેયની હાલત ખતરાની બહાર છે. પોલીસે જણાવ્યું કે આ કેસમાં 29 વર્ષીય યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

મિલવોકીમાં છથી આઠ ગોળી ચલાવવામાં આવી હતી

સાક્ષીઓએ WTMJ-TVને જણાવ્યું કે તેઓએ બાસ્કેટબોલની રમત બાદ બારની બહાર ઝઘડો થયો હોવાનુ જોયુ હતુ. ડિયર ડિસ્ટ્રિક્ટની બાજુમાં પાર્કિંગ લોટ પર પોસ્ટ કરાયેલા કર્મચારી બિલ રેનમેને જણાવ્યું હતું કે તેણે ગોળીબાર સાંભળ્યો હતો પરંતુ કોઈને ગોળીબાર કરતા કે કોઈને ગોળી મારતા જોયા નથી. તેણે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે છથી આઠ ગોળીઓ ચલાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ફાયરિંગ બાદ મોટી સંખ્યામાં લોકો ડિયર જિલ્લા તરફ ગયા હતા.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

છેલ્લા 18 વર્ષથી અહીં કામ કરતો રેઈનમેન તેની જગ્યાએ જ રહ્યો હતો. તેણે કહ્યું, ‘હું અહીં મારી ખુરશીમાં બેઠો હતો.’ પોલીસ ગોળીબાર કેમ થયો તેની તપાસ કરી રહી છે. અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. દરરોજ રોડથી લઈને પાર્ટીઓમાં ગોળીબાર થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">