શાકાહારી અને આ બ્લડ ગ્રુપના લોકોમાં ઓછું થાય છે Coronaનું સંક્ર્મણ : રિસર્ચ

દેશમાં કોરોનાની(Corona) બીજી લહેરે યુવાનો સંક્રમિત કર્યા છે. દેશમાં દરરોજ કોરોના સંક્રમિત લોકોમાં વધારો થઇ રહ્યો છે. ભારતમાં ચિંતાજનક રીતે કોરોના કેસમાં વધારો થયો છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 9:15 AM, 26 Apr 2021
શાકાહારી અને આ બ્લડ ગ્રુપના લોકોમાં ઓછું થાય છે Coronaનું સંક્ર્મણ : રિસર્ચ
કોરોના

દેશમાં કોરોનાની(Corona) બીજી લહેરે યુવાનો સંક્રમિત કર્યા છે. દેશમાં દરરોજ કોરોના સંક્રમિત લોકોમાં વધારો થઇ રહ્યો છે. ભારતમાં ચિંતાજનક રીતે કોરોના કેસમાં વધારો થયો છે. તો કોરોના રસીકરણની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. 1 મેથી 18થી 45 વયના લોકો માટે રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વચ્ચે એક સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં અનેક ખુલાસા થયા છે.

દેશમાં શાકાહારીઓ અને ધૂમ્રપાન કરનારાઓમાં કોરોનાનું સંક્ર્મણ ઓછું જોવા મળ્યું છે. આ સાથે જ ઓ બ્લડ ગ્રુપવાળા લોકોને કોરોના વાયરસથી સંક્રમિત થવાની સંભાવના ઓછી છે. દેશની ટોચની સંશોધન સંસ્થાના સીરો-પોઝિટિવિટી સર્વેમાં આ વાત સામે આવી છે. સીએમઆઈઆર દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં લોકોમાં કોરોના એન્ટિબોડીઝની હાજરી અને વાયરસને નિષ્ક્રિય કરવાની તેમની ક્ષમતાની તપાસ કરવામાં આવી છે.

140 વૈજ્ઞાનિકો અને ચિકિત્સકોની ટીમે સીએસઆઈઆરની 40 થી વધુ પ્રયોગશાળાઓમાં કાર્યરત 10,427 પુખ્ત વયના લોકો અને તેમના પરિવારના સભ્યો પર આ સંશોધન કર્યું હતું.

જેમાં ખબર પડી હતી કે, કોરોનામાં શ્વસન બિમારી હોવા છતાં ધૂમ્રપાન એ પ્રારંભિક બચાવ કરી શકે છે. કારણ કે આ મોટી માત્રામાં લાળ બનાવે છે. જો કે,વૈજ્ઞાનિકોએ વિનંતી કરી છે કે કોરોના ચેપ પર ધૂમ્રપાન અને નિકોટિનના પ્રભાવોને સમજવા માટે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસની જરૂર છે.

સંશોધન મુજબ ધૂમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે અને તેનાથી અનેક રોગો થાય છે. તેથી આ અભ્યાસના પરિણામોને ધૂમ્રપાનને પ્રોત્સાહન આપવાનું માનવું જોઈએ નહીં. સંશોધન પણ શાકાહારી ખોરાક પ્રતિરક્ષા મજબૂત કરવા દાવો કર્યો છે. એવું નોંધવામાં આવ્યું છે કે ફાઇબરથી સમૃદ્ધ હોવાથી શાકાહારી કોરોના સામે પ્રતિરક્ષા આપવામાં ભૂમિકા ભજવી શકે છે.

ઓ બ્લડગ્રૂપ પર સૌથી ઓછું, એબી લોકો પરનું જોખમ વધારે છે. આ ઉપરાંત સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ઓ બ્લડગ્રૂપ વાળા લોકોમાં કોરોના ઉપરાંત સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ઓ બ્લડ ગ્રુપમાં સેરો પોઝિટિવિટી સૌથી વધુ છે. ફ્રાન્સના અગાઉના બે અભ્યાસ અને ઇટાલી, ચીન અને ન્યૂયોર્કના અહેવાલોમાં પણ ધૂમ્રપાન કરનારાઓમાં કોરોના સંક્ર્મણનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે.

આ પણ વાંચો : વેક્સિન લેતા પહેલા કોરોના હોય તો? પ્રથમ ડોઝ લીધા પછી કોરોના થાય તો બીજો ડોઝ ક્યારે લેવો?

નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.