Post Covid Disease: કોરોના બાદ પ્રકાશમાં આવેલો મ્યુકરમાઇકોસિસ રોગ છે શું? જાણો રોગ વિશે ખાસ માહિતિ

Post Covid Disease: જો કોરોના(corona) સામે જંગ જીતી ગયો, તેવામાં ફરી શરીરની રોગપ્રતિકારક શકિત(immunity) ઓછી ના થાય તેની વિશેષ કાળજી(care) લેવી જરૂરી બને છે.

Divyesh Vayeda
| Edited By: | Updated on: May 08, 2021 | 11:55 AM

Post Covid Disease: જો કોરોના(corona) સામે જંગ જીતી ગયો, તેવામાં ફરી શરીરની રોગપ્રતિકારક શકિત(immunity) ઓછી ના થાય તેની વિશેષ કાળજી(care) લેવી જરૂરી બને છે. કોરોના રીપોર્ટ પોઝીટીવ આપ્યા બાદ સારવાર, દવા, કાળજી થી કોરોના સામેનો જંગ જીતી હોય, પરંતુ કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા. જો શરીરમાં રોગપ્રતિકારક શકિત ઓછી થાય તો મ્યુકરમાઈકોસિસ(mucormicrosis) રોગ થવાની શકયતા રહે છે.

મ્યુકરમાઈકોસિસ વિશે જામનગરના જાણીતા ડેન્ટીસ ડો. મેહુલ ખાખરીયાએ જણાવે છે કે,મ્યુકરમાઇકોસિસ એ એક જાતનો ફૂગ થી થતો રોગ છે .. આ કોઈ નવો રોગ નથી  પરંતુ ખૂબ ઓછા પ્રમાણ માં રેરલી થતો રોગ છે . મોટાભાગે આ રોગ રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકો માં જ થાય છે .કોરોના કાળ પહેલા આ રોગ જે લોકો ની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એમને જ થતો , જેમ કે HIV ના દર્દી , ખૂબ વધુ ડાયાબિટીસ હોય એમને , અંગ પ્રત્યારોપણ કરાવ્યું હોય અને રોગ્રતિકારક શક્તિ નું શમન કરવાની દવા પર હોય ..

પણ કોરોના વાયરસ રોગપ્રિકારકશક્તિ ઓછી કરી નાખે છે . અને એટલા માટે આ ફંગસ કે જે તક નો લાભ લેનાર એટલે કે જેને opportunistic infection કેહવામાં આવે છે તે ખૂબ જલ્દી માણસ ના નાક અને મોઢા વાટે પ્રવેશ કરી ને નુકશાન કરે છે

કોરોના માંથી હાલમાં જ સાજા થયેલા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તે સ્વાભાવિક છે જેથી આ fungus એનો લાભ લઇ અને નાક વાટે અથવા તો મોં વાટે શરીરમાં પ્રવેશી સૌપ્રથમ સાઇનસ પર તથા ઉપલા દાંત અને પેઢા અને તેના જડબાનું હાડકું ને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે.

આ fungus જડબાની તથા હાડકાની blood supply ને પણ નુકસાન પહોંચાડે છે જેથી ત્યાં હાડકું સડી જાય છે. સાઈનસ તથા તેની આજુબાજુ ફૂગ ને વધવા માટે અનુકુળ વાતાવરણ હોય છે તેથી આ ફૂગ ખૂબ જ ઝડપથી આગળ વધે છે અને થોડા જ દિવસમાં જડબા થી ઉપર વધી આંખને પણ અને પછી મગજને પણ અસર કરે છે.જો સમયસર સારવાર ના મળે તો આંખ ગુમાવવાનો પણ વારો આવે છે અને અમુક કેસમાં મૃત્યુ પણ થાય છે.

મ્યુકરમાઈકોસિસના લક્ષણો –

આ રોગમાં દર્દીને શરૂઆતમાં દાંતમાં દુખાવો ,જડબામાં દુખાવો તથા ઉપરના જડબામાં સોજો, નાક ની બાજુ માં સોજો ની શરૂઆત થાય છે. ત્યારબાદ આંખમાં ભારે લાગવું, પેઢામાંથી લોહી નીકળવા અને રસી નીકળવા દાંત હલવા લાગવા. ઘણીવાર આંખમાં ઓછું દેખાવું.  માથામાં દુખાવો થવો. આ બધાં લક્ષણો હોય છે.

શુ કરવું જોઈએ.
જો ઉપર મુજબના લક્ષણો દેખાતા હોય તો તાત્કાલિક આપના ડેન્ટલ સર્જન અથવા તો ઇએનટી સર્જન ની મુલાકાત લઇ ચેક અપ કરાવવું જોઇએ.જરૂર લાગશે તો ડોક્ટર સીટી સ્કેન પણ કરાવશે.સમયસર તેનુ નિદાન અને સારવાર કરાવી જરૂરી હોય છે.

શુ ના કરવુ જોઈએ.
આ રોગ ખૂબ જ ઝડપથી ફેલાતો હોવાથી કોઈપણ જાતના ઘરગથ્થુ ઉપચાર અથવા તો આડોશી પાડોશી ની સલાહ પર કે જેવો એક્સપોર્ટ નથી ટ્રીટમેન્ટ ન કરવી જોઈએ. તાત્કાલિક ધોરણે એક્સપર્ટ ને મળી અને સારવાર શરૂ કરવી જોઇએ. ખોટા દેશી નુશખા જોખમી સાબિત થઈ શકે છે.

ઓક્સિજન સિલિન્ડર ઘર પર કોરોના પેશન્ટ ને આપતા હો તો તેના રેગ્યુલેટર માં જે પાણીની બોટલ એટલે કે humidifier માં sterile water અથવા તો distilled water જ વાપરવું જોઈએ..

મ્યુકરમાઈકોસિસ (Mucormycosis) આપણી આજુબાજુ માટીમાં ધૂળમાં ઝાડના સડેલા પાંદડાઓમાં , સડી ગયેલા ફળોમાં તથા ઘણી બધી જગ્યાએ હોય છે.. રોગ પ્રતિકારક શક્તિ આપણી સારી હોવાના કારણે તે આપણે કંઈ નુકસાન પહોંચાડતો નથી… પણ જ્યારે રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે ત્યારે જ હુમલો કરે છે…

એટલે આપણે ઘરમાં ચોખ્ખાઈ રાખીએ, વાસી ખોરાક ન રાખીએ અને ન ખાઈએ.. શાકભાજી અથવા તો ફ્રુટ અથવા તો રોટલી-બ્રેડ ને નાક પાસે લઇ જઇ સૂંઘી અને ચેક ન કરીએ.. રોગપ્રતિકારક શક્તિ વધારવાનો દરેક પ્રકારનો પ્રયાસ કરીએ… આનંદિત રહીએ, ચિંતા ન કરીએ, ગમતી વસ્તુ અથવા કાર્ય પર ધ્યાન આપવું અને કરવું જેમકે મ્યુઝિક સાંભળવું, ચાલવા જવું, યોગા અથવા પ્રાણાયામ અથવા ધ્યાન ધરવું, મિત્રો સાથે વાતો કરવી , સારો હેલ્ધી ખોરાક ખાવો… પોઝીટીવ થીંકીંગ રાખવું અને ભવિષ્યનું પોઝિટિવ વિઝન કરવું.

હાલની સ્થિતીમાં સાવચેતી એ જ સલામતીને અનુસરવુ જરૂરી બન્યુ છે. બીમારી વિશે જાણીને ડરવા કે ગભરાવવાની જરૂરી નથી. પરંતુ તેની પુરી જાણકારી મેળવીને સાચવેતી રાખવી જરૂરી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">