Year Ender 2021: કોરોના સિવાયની આ બીમારીઓએ પણ 2021માં દેશમાં માથુ ઉચક્યુ,જાણો આ કઇ બીમારીઓ છે

2021નું વર્ષ ભારતમાં રોગચાળાનું વર્ષ પણ કહી શકાય. 2021માં કોરોના સંક્રમણની ખૂબ જ ચર્ચા થઈ હતી, જોકે તેની સાથે આ વર્ષે અન્ય કેટલીક બીમારીઓએ પણ લોકોને પરેશાન કર્યા છે.

Year Ender 2021: કોરોના સિવાયની આ બીમારીઓએ પણ 2021માં દેશમાં માથુ ઉચક્યુ,જાણો આ કઇ બીમારીઓ છે
Year Ender 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 1:18 PM

2020 અને 2021નું કોરોના(Corona) સંક્રમણથી સંપૂર્ણપણે પ્રભાવિત હતા. તેમાં પણ 2021માં કોરોના સંક્રમણની બીજી લહેર(second wave)ને કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કોરોનાના બીજી લહેરમાં સંક્રમણની ઝડપની સાથે દર્દીઓ(Patients)ના મોતના કેસોએ પણ લોકોને પરેશાન કર્યા છે. હવે આ વર્ષ સમાપ્ત થઈ રહ્યું છે, આવી સ્થિતિમાં નવું વર્ષ 2022 સ્વાસ્થ્ય(Health)ની દ્રષ્ટિએ દેશ અને વિશ્વ માટે સારું રહે તેવી તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

2021નું વર્ષ ભારતમાં રોગચાળાનું વર્ષ પણ કહી શકાય. 2021માં કોરોના સંક્રમણની ખૂબ જ ચર્ચા થઈ હતી, જોકે તેની સાથે આ વર્ષે અન્ય કેટલીક બીમારીઓએ પણ લોકોને પરેશાન કર્યા છે. કોરોનાના આ વર્ષમાં, જ્યારે હોસ્પિટલ કોવિડ-19 સંક્રમિત લોકોથી ઊભરાયેલી હતી, ત્યારે કેટલાક રોગોની યોગ્ય સારવારના અભાવે લોકોને ઘણું સહન કરવું પડ્યું હતું. ચાલો જાણીએ એવી કઇ બીમારીઓ હતી કે જેના કારણે લોકોની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ હતી.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

બ્લેક ફંગસ

બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસ નામની બીમારીએ કોરોના સંક્રમણમાંથી સાજા થતા લોકોમાં ઘણી મુશ્કેલી ઊભી કરી હતી. આરોગ્ય નિષ્ણાતો તેને સૌથી ઘાતક ચેપ માને છે. કોરોનાની સારવાર દરમિયાન, વધુ માત્રામાં સ્ટેરોઇડ દવાઓના સેવનને કારણે આ રોગના કેસ જોવા મળ્યા હતા. મ્યુકરમાઇકોસિસને લીધે, લોકોને દ્રષ્ટિ ગુમાવવી, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને નિષ્ક્રિયતા આવી જવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.

ડેન્ગ્યૂનો કહેર

વર્ષ 2021ના છેલ્લા મહિનામાં દેશમાં ડેન્ગ્યૂના કેસમાં ઝડપથી વધારો થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આવા ડેન્ગ્યૂના ઇન્ફેક્શન વિશે જાણવા મળ્યું હતું જેના કારણે દર્દીઓને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એડીસ જાતિના મચ્છરોના કરડવાથી થતા આ રોગમાં દર્દીઓના બ્લડ પ્લેટલેટ્સનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી જાય છે. આટલું જ નહીં સમયસર સારવાર અને રોગની ગંભીરતાના અભાવે લોકોએ જીવ ગુમાવ્યા.

ઝિકા વાયરલ

કોરોના વાયરસ રોગચાળાની વચ્ચે ઝીકા વાયરસે પણ દેશમાં કહેર મચાવ્યો હતો. દેશના ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કેરળ સહિત કેટલાક રાજ્યોમાં ઝીકા વાયરસના કેસ મળી આવ્યા હતા. આ વાયરસ સૌ પ્રથમ વખત 1947 માં યુગાન્ડાના વાંદરાઓમાં મળી આવ્યો હતો. તે પછી 1952 માં યુગાન્ડા અને તાન્ઝાનિયામાં માનવોમાં જોવા મળ્યો. બાદમાં એશિયા, આફ્રિકા, અમેરિકા પેસિફિક આઇલેન્ડ્સમાં ઝિકા વાયરસ જોવા મળ્યો છે.

હદય રોગનો હુમલો

વર્ષ 2021માં કોરોનાની સાથે હાર્ટ એટેકની સમસ્યા અન્ય ગંભીર બીમારીઓમાંની એક હતી. જેણે લોકોને પરેશાન કર્યા હતા. અભિનેતા સિદ્ધાર્થ શુક્લા હોય કે કન્નડ અભિનેતા પુનીત રાજકુમાર, દેશે નાની ઉંમરે હાર્ટ એટેકના કારણે પ્રતિભાશાળી લોકોને ગુમાવ્યા. આરોગ્ય નિષ્ણાતો જીવનશૈલી અને આહારમાં ખલેલ સાથે વધુ પડતો જીમ કરવા જેવી ટેવોને હૃદયરોગના હુમલાના મુખ્ય કારણોમાંનું એક માને છે.

મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS)

કોરોનાના આ યુગમાં ઘણા લોકોમાં મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમની સમસ્યા પણ જોવા મળી હતી. તેની ફરિયાદ કોરોના સંક્રમિત બાળકોમાં વધુ જોવા મળી હતી. MIS હૃદય, ફેફસાં, રક્તવાહિનીઓ, કિડની, પાચનતંત્ર, મગજ, ત્વચા અથવા આંખોમાં ગંભીર બળતરા પેદા કરી શકે છે. લક્ષણોમાં તાવ, ઉલટી, પેટમાં દુખાવો, ચામડી પર ફોલ્લીઓ, ઝડપી શ્વાસ અને માથાનો દુખાવોનો સમાવેશ થાય છે.

નોંધઃ આ લેખ મેડિકલ રિપોર્ટ્સમાંથી મળેલી માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gandhinagar : સીએમની અધ્યક્ષતામાં ટિચર્સ યુનિવર્સિટી-ચિલ્ડ્રન યુનિવર્સિટી-IITRAMની શૈક્ષણિક પ્રગતિ અને ભાવિ આયોજન અંગે પરામર્શ

આ પણ વાંચો: Manipur Assembly Election 2022: વાંગખેઈ વિધાનસભા સીટ પર કોંગ્રેસનો દબદબો, જાણો તેને લગતી દરેક અપડેટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">