
શિયાળાની ઋતુ આવતા લોકોમાં આળસ વધતી જાય છે. લોકો વહેલા સૂઈ જાય છે અને સવારે મોડે સુધી સૂઈ રહે છે. ઉત્તર ભારતમાં હાલ ભારે ઠંડી પડી રહી છે. મોટાભાગના લોકો જરૂરિયાત કરતાં વધુ ઊંઘે છે. ત્યારે તમારા મનમાં ક્યારેક સવાલ થયો હશે કે શિયાળામાં કેમ વધારે ઊંઘ આવે છે ?
ડોક્ટરોના મતે આપણા શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થતા મેલાટોનિન હોર્મોનના કારણે ઊંઘ આવે છે. જ્યારે પ્રકાશ ઓછો થાય છે, ત્યારે તે શરીરને સંકેત આપે છે કે તે સૂવાનો સમય છે. સવારે મેલાટોનિન ખૂબ જ ઘટી જાય છે જેના કારણે શરીર ઉર્જાવાન રહે છે. પરંતુ ઓછા પ્રકાશને કારણે મેલાટોનિનની અસર રહે છે જેના કારણે આપણે લાંબા સમય સુધી સૂતા રહીએ છીએ.
શિયાળાની ઋતુમાં સવારે જાગવામાં તકલીફ પડવી એ તમને નોર્મલ લાગતું હશે, પરંતુ વાસ્તવિકતા સાવ જુદી છે. શિયાળાની ઋતુમાં દિવસ ટૂંકો અને રાત લાંબી થાય છે. વધારે સૂર્યપ્રકાશ ન મળવાને કારણે શરીરમાં વિટામિન ડીની ઉણપ થઈ શકે છે. જેના કારણે આ સિઝનમાં આપણને વધુ સુસ્તી અનુભવવા લાગે છે.
આ પણ વાંચો શીતલહેર શરીરને અનેક રીતે પહોચાડે છે નુકસાન, આ લોકોએ રાખવુ જોઈએ ખાસ ધ્યાન
Published On - 6:27 pm, Sun, 7 January 24