AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળામાં તમને વધુ ઊંઘ કેમ આવે છે ? જાણો વહેલા ઉઠવાની ટિપ્સ

ભારતમાં હાલ ઠંડીની સિઝન ચાલી રહી છે. શિયાળામાં મોટાભાગના લોકો જરૂરિયાત કરતાં વધુ ઊંઘે છે. લોકો વહેલા સૂઈ જાય છે અને સવારે મોડે સુધી સૂઈ રહે છે. ત્યારે તમારા મનમાં ક્યારેક સવાલ થયો હશે કે શિયાળામાં કેમ વધારે ઊંઘ આવે છે ? આજે અમે તેના પાછળનું કારણ જણાવીશું સાથે વહેલા ઉઠવાની ટિપ્સ પણ જણાવીશું.

શિયાળામાં તમને વધુ ઊંઘ કેમ આવે છે ? જાણો વહેલા ઉઠવાની ટિપ્સ
WinterImage Credit source: Freepik
| Updated on: Jan 07, 2024 | 6:31 PM
Share

શિયાળાની ઋતુ આવતા લોકોમાં આળસ વધતી જાય છે. લોકો વહેલા સૂઈ જાય છે અને સવારે મોડે સુધી સૂઈ રહે છે. ઉત્તર ભારતમાં હાલ ભારે ઠંડી પડી રહી છે. મોટાભાગના લોકો જરૂરિયાત કરતાં વધુ ઊંઘે છે. ત્યારે તમારા મનમાં ક્યારેક સવાલ થયો હશે કે શિયાળામાં કેમ વધારે ઊંઘ આવે છે ?

ડોક્ટરોના મતે આપણા શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થતા મેલાટોનિન હોર્મોનના કારણે ઊંઘ આવે છે. જ્યારે પ્રકાશ ઓછો થાય છે, ત્યારે તે શરીરને સંકેત આપે છે કે તે સૂવાનો સમય છે. સવારે મેલાટોનિન ખૂબ જ ઘટી જાય છે જેના કારણે શરીર ઉર્જાવાન રહે છે. પરંતુ ઓછા પ્રકાશને કારણે મેલાટોનિનની અસર રહે છે જેના કારણે આપણે લાંબા સમય સુધી સૂતા રહીએ છીએ.

શિયાળાની ઋતુમાં સવારે જાગવામાં તકલીફ પડવી એ તમને નોર્મલ લાગતું હશે, પરંતુ વાસ્તવિકતા સાવ જુદી છે. શિયાળાની ઋતુમાં દિવસ ટૂંકો અને રાત લાંબી થાય છે. વધારે સૂર્યપ્રકાશ ન મળવાને કારણે શરીરમાં વિટામિન ડીની ઉણપ થઈ શકે છે. જેના કારણે આ સિઝનમાં આપણને વધુ સુસ્તી અનુભવવા લાગે છે.

સવારે વહેલા ઉઠવા માટે અપનાવો આ ટિપ્સ

  • દિવસ દરમિયાન સૂર્યપ્રકાશમાં રહેવાનો પ્રયાસ કરો.
  • જો તમે નિયમિત વ્યાયામ કરશો તો તમને રાત્રે સારી ઊંઘ આવશે અને સવારે જાગવામાં કોઈ તકલીફ નહીં પડે.
  • રાત્રે સૂતા પહેલા પાણી પીવાની ટેવ પાડો. સવારે ઉઠતાની સાથે જ ગરમ પાણી પીવો.
  • દિવસ દરમિયાન ઊંઘવાનો કે પછી જપકી લેવાનો પ્રયાસ કરશો નહીં.
  • શિયાળામાં વધુ પડતું ખાવાનું ટાળો, ખાસ કરીને રાત્રે.
  • પથારીમાંથી ઉઠ્યા પછી તરત જ સ્નાન કરો. જેના કારણે તમારા શરીરના તાપમાનમાં ફેરફાર થશે અને તમે એક્ટિવ રહેશો.

આ પણ વાંચો શીતલહેર શરીરને અનેક રીતે પહોચાડે છે નુકસાન, આ લોકોએ રાખવુ જોઈએ ખાસ ધ્યાન

ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
પાંચપીર વાળી વિસ્તારમાં ઝાડા-ઉલટીના 30 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
પાંચપીર વાળી વિસ્તારમાં ઝાડા-ઉલટીના 30 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
સર્જનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેશો, નવા નાણાકીય લાભ થશે
સર્જનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેશો, નવા નાણાકીય લાભ થશે
ગુજરાતમાં કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી !
ગુજરાતમાં કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી !
g clip-path="url(#clip0_868_265)">