Weight Loss Mistakes: વજન વધવાનું કારણ તમારી આ ભૂલ હોઈ શકે છે

કોરોના મહામારી અને ખરાબ લાઈફસ્ટાઈલને કારણે લોકો વધી રહેલા વજનને લઈ ચિંતિત છે. દરેક વ્યક્તિ આ સમસ્યાથી પરેશાન છે. વજન ઘટાડવા માટે વિવિધ પગલાં અપનાવે છે, પરંતુ તેની અસર દેખાતી નથી.

Weight Loss Mistakes: વજન વધવાનું કારણ તમારી આ ભૂલ હોઈ શકે છે
વજન વધવાનું કારણ તમારી આ ભૂલ હોઈ શકે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 1:04 PM

Weight Loss Mistakes: મોટાભાગના લોકો વધતા વજનની સમસ્યાથી પરેશાન છે. તેનું મુખ્ય કારણ કોરોના (corona) મહામારી અને ખરાબ લાઈફસ્ટાઈલ (Lifestyle) છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આપણે અનેક ઉપાયો અપનાવીએ છીએ.

ઘણી વખત આપણે ખુબ મહેનત કર્યા છતા વજન ઓછું થતું નથી. વજન ઘટાડતી (Weight loss) વખતે ઘણી વખત આપણે કેટલીક સામાન્ય ભૂલો કરીએ છીએ. ચાલો આપણે આ ભૂલો વિશે જાણીએ જેના કારણે વજન વધવા લાગે છે.

પૂરતો ખોરાક ન લેવો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જો તમે માનો છો કે, ઓછું જમવાથી વજન ઝડપથી ઘટે છે, તો તે તમારી સૌથી મોટી ભૂલ છે. શરૂઆતમાં ઓછી કેલરી ખાવાથી વજન ઓછું થાય છે. પરંતુ થોડા સમય પછી પોષક તત્વોના અભાવને કારણે આરોગ્ય (Health) ને અસર થાય છે. જો આપણે કોઈ ડાયટ પ્લાન ન કરીએ તો મગજ વિચારે છે કે, આપણે ભૂખ્યા રહેવું પડશે અને આપણા શરીરમાં કામ કરવાની પ્રક્રિયા ધીમી પડી જશે. જેના કારણે આપણું વજન વધવા લાગે છે.

તમારા ડાયટમાં ફેરફાર કરો

તમારા આહારમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ અને ફેટનું સેવન સંપૂર્ણપણે બંધ ન કરો. આ સિવાય ખોરાકમાં ભરપૂર માત્રામાં વિટામિન (Vitamin), મિનરલ્સ, ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ્સ લો.

સમયે-સમયે તમારા આહારમાં ફેરફાર કરો

જો તમે વજન ઘટાડવા માટે આહારનું આયોજન કરો છો, તો તે જ આહારનું પાલન કરવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી વજન વધવા લાગે છે. સ્ટડી મુજબ વજન ઘટાડવા (Weight loss) માટે સમયે-સમયે તમારા આહારમાં ફેરફાર કરો.

70 ટકા આહાર અને 30 ટકા કસરત

વધુ પડતી કસરત (Exercise) કરવાથી વજન ઓછું થતું નથી. નિયમિત કસરત કરવી શરીર માટે ફાયદાકારક છે. પરંતુ વધુ પડતી કસરત કરવી નુકસાનકારક છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, 70 ટકા આહાર અને 30 ટકા કસરત વજન ઘટાડવામાં યોગદાન આપે છે.

કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવું

લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવું પણ વજન વધવાનું કારણ છે. લાંબા સમય સુધી બેસીને, શરીર લિપેઝ એન્ઝાઇમનું ઉત્પાદન બંધ કરે છે જેનાથી ચરબીને ઓગાળવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

પૂરતી ઉંઘ ન મળવી

સારા સ્વાસ્થ્ય (Health) માટે પૂરતી ઉંઘ લેવી જરૂરી છે. ઉંઘ વજન ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જો તમને 6 થી 9 કલાકની ઉંઘ ન મળે, તો વજન વધી શકે છો.

આ પણ વાંચો : Benefits of Cashew : ત્વચા, વાળ અને આંખો માટે કાજુના ફાયદા વિશે જાણો

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">