20 ગણું વધુ વિટામિન C ! આ 3 સુપરફૂડ્સ ખાવાનું શરૂ કરો, શરીરની ઈમ્યુનિટી બમણી થઈ જશે
ગ્લોઇંગ સ્કિન, મજબૂત ઇમ્યુનિટી અને નિરોગી શરીર માટે વિટામિન C અત્યંત જરૂરી છે. જો તમારા શરીરમાં પણ આ જરૂરી વિટામિનની કમી રહેતી હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. હેલ્થ એક્સપર્ટે વિટામિન C થી ભરપૂર 3 ખાસ વસ્તુઓ વિશે જણાવ્યું છે, જેમાંથી 10 થી 20 ગણું વધુ વિટામિન C મળી આવે છે.

વિટામિન C શરીરને સ્વસ્થ રાખવા, ઇમ્યુનિટીને સપોર્ટ કરવા અને ત્વચાની તંદુરસ્તી જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે જ્યારે પણ વિટામિન C ની વાત આવે છે, ત્યારે સૌથી પહેલાં લીંબુનો ખ્યાલ આવે છે.
જો કે, આ સિવાય પણ એવી ઘણી વસ્તુઓ છે; જેમાં ભરપૂર માત્રામાં Vitamin C મળી આવે છે. હવે સવાલ એ છે કે, ડાયટમાં વિટામિન C એડ (Add) કરવા માટે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ? આખરે કઈ ત્રણ વસ્તુઓને ખાવાથી સ્વાસ્થ્યને ફાયદા મળી શકે છે?
આ ત્રણેય વસ્તુઓમાં હોય છે ખૂબ જ વધારે ‘Vitamin C’
- સી બકથોર્ન: સી બકથોર્ન નારંગી રંગના ફળ તરીકે ઓળખાય છે. તેમાં વિટામિન C ભરપૂર માત્રામાં મળી આવે છે. ડૉક્ટર કહે છે કે, 100 ગ્રામ સી બકથોર્નમાં લગભગ 200 મિલીગ્રામથી 900 મિલીગ્રામ વિટામિન C મળી આવે છે. આ સિવાય તેમાં વિટામિન E, કૅરોટેનોઇડ્સ અને ફ્લેવોનોઇડ્સ પણ મળી આવે છે. તમે તેનું સેવન જ્યુસ તરીકે કરી શકો છો.
- આંબળા: Vitamin Cની જ્યારે પણ વાત આવે, ત્યારે આંબળાનું નામ સૌથી પહેલાં આવે છે. 100 ગ્રામ તાજા આંબળામાં લગભગ 470 થી 600 મિલીગ્રામ વિટામિન C મળી આવે છે. બીજું કે, આંબળામાં સંતરાની સરખામણીમાં લગભગ 10 થી 20 ગણું વધુ વિટામિન C હોય છે. સાથે જ તેમાં પોલિફિનોલ્સ પણ મળી આવે છે. તમે તેનું સેવન જ્યુસ તરીકે કરી શકો છો.
- સંતરા: 100 ગ્રામ સંતરામાં તમને લગભગ 50 મિલીગ્રામ વિટામિન C મળી આવે છે. જો કે, તેમાં આંબળા કરતાં ઓછું વિટામિન C મળી આવે છે. આમાં સારી વાત એ છે કે, તમે સંતરાનું સેવન સરળતાથી કરી શકો છો, જ્યારે તમે સીધા આંબળા નથી ખાઈ શકતા.
વિટામિન C ની કમી કેવી રીતે પૂરી થશે?
જો તમે દિવસમાં બે સંતરા અને એક આંબળું ખાઓ છો, તો એક દિવસની વિટામિન C ની માત્રા પૂરી થઈ શકે છે. આ બંનેને મિલાવીને તમારા શરીરને લગભગ 400 મિલીગ્રામ કે તેથી વધુ વિટામિન C પ્રાપ્ત થાય છે, જે તમારી આખા દિવસની જરૂરિયાતને સરળતાથી પૂરી કરી દે છે.
