માત્ર પતંગ ચગાવવાનો જ નહીં, ઇમ્યુનિટી વધારવાનો તહેવાર એટલે ‘ઉત્તરાયણ’

માત્ર પતંગ ચગાવવાનો જ નહીં, ઇમ્યુનિટી વધારવાનો તહેવાર એટલે 'ઉત્તરાયણ'

ઉત્તરાયણ એટલે પતંગ ચગાવવાનો તહેવાર. પતંગ સાથે સાથે ધાબા પર શેરડી, બોર, ચીકી, ઊંધિયા, જલેબી અને ફાફડાની લિજ્જત માણવાનો તહેવાર.

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Jan 14, 2021 | 3:26 PM

ઉત્તરાયણ એટલે પતંગ ચગાવવાનો તહેવાર. પતંગ સાથે સાથે ધાબા પર શેરડી, બોર, ચીકી, ઊંધિયા, જલેબી અને ફાફડાની લિજ્જત માણવાનો તહેવાર. દિવસભર તહેવાર પ્રેમી ગુજરાતી પ્રજા ધાબા પર ઉત્તરાયણની ઉજવણી કરતી જોવા મળે છે. આ પ્રસંગમાં આકાશ તો રંગબેરંગી જોવા મળે જ છે. પરંતુ આ તહેવાર નિમિતે સ્વાસ્થ્યમાં પણ ઘણા હકારાત્મક રંગો ઉમેરાય છે.

ઉત્તરાયણ સ્વાસ્થ્ય વર્ધક છે. દરેક તહેવાર સાથે કોઈના કોઈ વૈજ્ઞાનીક મહત્વ જોડાયેલું હોય છે. શીયાળાના આ દિવસે શરીરને સૂર્યનો તડકો મળી રહે છે. આ દિવસે શરીરને સૂર્યમાંથી ભરપુર માત્રામાં વિટામીન D મળી રહે છે. જે ઇમ્યુનિટી વધારે છે.

The festival of Uttarayan is beneficial for health

વિટામીન Dથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમજ ચેતાતંતુઓ અને સ્નાયુઓ માટે ફાયદાકારક છે. હાડકા, સ્નાયુઓને મજબૂત બનાવે છે. આ ઉપરાંત વિટામીન D કેન્સરના રોગમાં પણ ફાયદાકારક સાબિત થાય છે. ડાયાબિટીસ અને વધુ વજન જેવા રોગોમાં પણ ગુણકારી છે. આ દિવસે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતો હોય છે. તેથી આ દિવસે ભરપુર માત્રા માં વિટામીન D લેવું જોઈએ.

આ ઉપરાંત ઉત્તરાયણ પર આપણે શેરડી, ચીકી, કચરિયું, અને ચણા ખાટા હોઈએ છીએ. આ ખોરાકમાંથી કેલ્શિયમ, લોહતત્વ, ઝીંક અને પોટેશિયમ જેવા મિનરલ્સ મળતા હોય છે. આ દરેક વિટામિન્સથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો રહે છે. શિયાળામાં આ પ્રકારના ખોરાક દરરોજ ખાવાથી આખું વર્ષ શરીરને ઉર્જા મળતી રહે છે. માટે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની સાથે સાથે સ્વાસ્થ્યને પણ તંદુરસ્તી મળી રહે છે. તો ઉત્તરાયણની મજા માણવાની સાથે સાથે આ વિટામિન્સ ગ્રહણ કરવાનું ચૂકતા નહીં.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati