120 વર્ષ સુધી જીવે છે અહિયાંના લોકો, દેખાય છે હંમેશાં યુવાન, જાણો શું છે રહસ્ય?

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જાતિના લોકોની સરેરાશ ઉંમર 110 થી 120 વર્ષ છે. અહીં મહિલાઓ 65 વર્ષની વય સુધી ગર્ભધારણ કરી શકે છે, જ્યારે પુરુષ 90 વર્ષની ઉંમરે પણ પિતા બની શકે છે.

  • tv9 webdesk37
  • Published On - 16:04 PM, 24 Apr 2021
120 વર્ષ સુધી જીવે છે અહિયાંના લોકો, દેખાય છે હંમેશાં યુવાન, જાણો શું છે રહસ્ય?
120 વર્ષ સુધી જીવે છે આ જનજાતિ

દરેક વ્યક્તિ હંમેશાં સુંદર અને યુવાન દેખાવા માંગે છે, હંમેશા યુવાન રહેવા માટે લોકો શું કરતા નથી. પરંતુ એક ઉંમર પછી, મોટાભાગના લોકોને તેમની ત્વચા અને ચહેરા અસર દેખાવા લાગે છે. ઉંમરની અસર લોકોના ચહેરાથી લઈને ફિટનેસ પર દેખાવા લાગે છે. પરંતુ, શું તમે જાણો છો કે કાશ્મીર ઘાટીમાં એક આદિજાતિ છે જેની સરેરાશ ઉંમર 120 વર્ષ છે અને આખી ઉંમર જવાન રહે છે. જી હા તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ એક સત્ય છે. આનું કારણ જાણવા માટે ઘણા લોકો રિસર્ચ કરી ચૂક્યા છે.

કાશ્મીરમાં હુંજા જાતિના લોકોની સરેરાશ ઉંમર 110 થી 120 વર્ષ છે. અહીં મહિલાઓ 65 વર્ષની વય સુધી ગર્ભધારણ કરી શકે છે, જ્યારે પુરુષ 90 વર્ષની ઉંમરે પણ પિતા બની શકે છે. આ બાબત પણ ડોકટરો માટે રહસ્ય જ રહી છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાનના પર્વતોની વચ્ચે વસેલા ગામમાં હુંજા જાતિના લોકો રહે છે. અહીં રહેતા લોકો 70 વર્ષની ઉંમરે પણ 20 વર્ષ જેવા જવાન દેખાતા હોય છે.

The average age of the people of Hunza tribe in Kashmir is 110 to 120 years

લાંબુ જીવન, યુવાન અવસ્થા

સ્વસ્થ જીવનશૈલી એ લાંબા આયુષ્યનું રહસ્ય છે

આના વિશે સૌ પ્રથમ ડોક્ટર રોબર્ટ મૈક્કેરીસન પબ્લિકેશન સ્ટડીઝ ઇન ડેફિસિયંસીની ડિસીઝમાં લખ્યું હતું. ડો. રોબર્ટ ઘણા વર્ષોથી તેમની સાથે રહે છે, તેમણે કહ્યું કે અહીં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની બિમારીથી પીડિત નથી. વિશ્વભરના ડોકટરો માને છે કે તેમની સ્વસ્થ જીવનશૈલી એ તેમના આયુષ્યનું રહસ્ય છે.

અહીં રહેતા લોકો તે જ ખોરાક લે છે જે તેઓ પોતે ઉગાડે છે. હુંજા જાતિના લોકો જરદાળુ અને તડકામાં સુકવેલા અખરોટને ઘણું ખાય છે. અનાજમાં તેઓ જવ, બાજરી અને કુટુ ખાય છે. અહીંના લોકો પીવા અને નહાવા માટે ગ્લેશિયરના પાણીનો ઉપયોગ કરે છે. આ લોકો ઘણાં શારીરિક કામ પણ કરે છે, જેના કારણે તે ફિટ રહે છે.

 

આ પણ વાંચો: મહત્વપૂર્ણ: જો હોસ્પિટલ કોરોના દર્દીને કેશલેસ વીમો ક્લેમ આપવાની ના કહી દે, તો અહીં ફરિયાદ કરો

આ પણ વાંચો: વેક્સિનના ભાવ પર કોંગ્રેસ નેતાએ ઉઠાવ્યા સવાલ, કેન્દ્ર સરકારે જવાબમાં જણાવ્યા ભાવ, જાણો વિગત