આ 3 ભૂલના કારણે બાથરૂમમાં જ આવે છે સૌથી વધુ HEART ATTACK, જાણો સમગ્ર વિગત

આજે માણસ માટે હાર્ટ એટેક (HEART ATTACK) અથવા કાર્ડિયાક અરેસ્ટ (CARDIAC ARRESTS) ગંભીર સમસ્યા બની ગઈ છે.

આ 3 ભૂલના કારણે બાથરૂમમાં જ આવે છે સૌથી વધુ HEART ATTACK, જાણો સમગ્ર વિગત
બાથરૂમમાં હાર્ટ એટેક આવવાના 3 કારણ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 17, 2021 | 4:31 PM

આજે માણસ માટે હાર્ટ એટેક (HEART ATTACK) અથવા કાર્ડિયાક અરેસ્ટ (CARDIAC ARRESTS) ગંભીર સમસ્યા બની ગઈ છે. હાર્ટ એટેક તો અચાનક જ આવે છે. પરંતુ હાર્ટએટેક આવવા પાછળ પણ ઘણા કારણ છે. જેમાં ખરાબ લાઈફ સ્ટાઈલ(LIFE STYLE) અને ખાવા-પીવા સુધીની વસ્તુ સામેલ છે. હાર્ટ એટેક માટે કોઈ નક્કી સમય નથી. પરંતુ શું તમે જાણો છો કે મોટાભાગના હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટ સવારે બાથરૂમમાં(BATHROOM) આવે છે.

તમને લાગી રહ્યું હશે કે આખરે આવું કેવી રીતે થાય છે. બાથરૂમમાં(BATHROOM) હાર્ટ એટેકના ઘણા કારણો છે, જો તમને આ કારણો વિશે ખબર હોય તો તમે તમારી જાતને અને તમારા પરિવારને તેનાથી બચાવી શકો છો. હવે ચાલો તમને જણાવીએ કે સવારે બાથરૂમમાં હાર્ટ એટેક કેમ આવે છે? તો સૌ પ્રથમ સમજો કે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરેસ્ટ એટલે શું?

વિજ્ઞાનની દ્રષ્ટિએ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટનો સીધો સંબંધ આપણા લોહી સાથે છે. લોહી દ્વારા આપના શરીરમાં ઓક્સિજન (OXYGEN) અને જરૂરી પોષક તત્વો આપણા શરીરમાં પહોંચે છે. પરંતુ જ્યારે તમારા હ્રદય સુધી ઑક્સીજન પહોંચાડતી ધમનીમાં પ્લાક જામવાને કારણે તકલીફ થાય છે. જેનાથી હ્રદયની ધડકન અસંતુલિત થઈ જાય છે. જેના કારણે હાર્ટએટેક અને કાર્ડિયક અરેસ્ટ થઈ જાય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સવારે જ્યારે આપણે ટોયલેટમાં (TOILET) જઈએ છીએ, ઘણી વખત આપણે પેટને સંપૂર્ણ સાફ કરવા પ્રેશર કરીએ છીએ. ભારતીય ટોયલેટનો ઉપયોગ કરતી વખતે લોકો વધુ પ્રેશર કરે છે. આ પ્રેશર આપણા હૃદયની ધમનીઓ પર વધુ દબાણ પેદા કરે છે. આ કારણે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરેસ્ટ થઈ શકે છે.

તમે હંમેશાં જોયું હશે કે બાથરૂમનું તાપમાન આપણા ઘરના અન્ય રૂમ કરતા ઠંડું હોય છે. આ સ્થિતિમાં શરીરના તાપમાનને સંતુલિત કરવા અને લોહીના પ્રવાહને જાળવવા માટે વધુ કામ કરવું પડશે. હાર્ટ એટેકનું પણ આ એક કારણ હોઈ શકે છે.

આપણું બ્લડપ્રેશર સવારે થોડું વધારે હોય છે. આ સ્થિતિમાં, જ્યારે આપણે નહાવા માટે સીધા માથા પર વધુ ઠંડુ અથવા ગરમ પાણી નાખીએ છીએ, ત્યારે તે બ્લડ પ્રેશરને અસર કરે છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

જો તમે ઇંડિયન ટોયલેટનો ઉપયોગ કરો છો, તો તે જ સ્થિતિમાં લાંબા સમય સુધી બેસો નહીં. આ રીતે તમે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટથી બચી શકો છો. બાથરૂમમાં સ્નાન કરતી વખતે પાણીના તાપમાનનું ધ્યાન રાખીને પહેલા પગના તળિયાઓને ભીંજાવો. આ પછી, માથા પર હળવા પાણી રેડવું. આ પદ્ધતિ તમને બચાવી શકે છે. પેટ સાફ કરવા માટે વધારે દબાણ ન કરો અને ઉતાવળ પણ ના કરો. જો તમે સ્નાન કરતી વખતે લાંબા સમય સુધી નહાવાના ટબ અથવા પાણીમાં રહો છો, તો પછી તે તમારી ધમનીઓને પણ અસર કરે છે. આ સ્થિતિમાં લાંબા સમય સુધી બાથટબમાં બેસવું નહીં.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">