સ્ટેમ સેલના ડોનેશનથી મળી શકે છે કેન્સરના દર્દીને જીવનદાન, જાણો વિગત

સ્ટેમ સેલના ડોનેશનથી મળી શકે છે કેન્સરના દર્દીને જીવનદાન, જાણો વિગત

કેન્સર રોગ વર્ષોથી એક મોટી સમસ્યા બનીને રહ્યો છે. દેશમાં કેન્સરના કૂલ કેસમાં 8% દર્દીઓ એવા છે જે બ્લડ કેન્સરથી પીડાય છે. ભારતમાં દર વર્ષે બ્લડ ડિસઓર્ડરને લગતા 1 લાખ કેસ સામે આવે છે. જેની સામે લડવા માટે સ્ટેમ સેલ ડોનરનું હોવું જરૂરી છે.

આંકડા અનુસાર દેશમાં માત્ર 0.03% લોકો જ બ્લડ સ્ટેમ સેલનું દાન કરે છે. આ આંકડા બીજા દેશના આંકડાઓની તુલનામાં ઘણા ઓછા છે. રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરના ઓન્કોલોજિસ્ટ ડો. દિનેશ ભૂરાનીના જણાવ્યા અનુસાર એપ્લાસ્ટિક એનીમિયા જેવી બીમારીનો એક માત્ર ઉપાય છે, સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ. એક સ્વસ્થ મનુષ્ય સ્ટેમ સેલનું દાન કરે તો ઘણા દર્દીઓના જીવન બચી શકે છે.

બ્લડ સ્ટેમ સેલ ડોનેશન એટલે શું?

સ્ટેમ સેલ્સ શરીરના અસ્થિ મજ્જામાં જોવા મળે છે. તેનું કામ છે લોહી બનાવવાનું. સ્ટેમ સેલ દાન કરવાની પ્રક્રિયા રક્તદાન જેવી જ છે. ડો. દિનેશના જણાવ્યા અનુસાર સ્ટેમ સેલનું દાન કર્યા બાદ તે ફરીથી શરીરમાં ઉત્પન નહીં થાય એ માન્યતા ખોટી છે. અને દાન કર્યા બાદ કોઈ પણ પ્રકારની નબળાઇ આવતી નથી.

ડોનેશનની પ્રક્રિયામાં પહેલા દર્દીને જી-સીએસએફ ઇન્જેક્શન આપવામાં આવે છે. ત્યારબાદ સ્ટેમ સેલ ડોનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. આખી પ્રક્રિયામાં 4 થી 6 કલાકનો સમય લાગે છે.

દાન કરવા માટેની શું છે પ્રક્રિયા?

નિષ્ણાતોના મત અનુસાર 18 થી 50 વર્ષની વયની તંદુરસ્ત વ્યક્તિ રક્ત સ્ટેમ ડોનેશન માટે નોંધણી કરાવી શકે છે. બીએમએસટી ફાઉન્ડેશન ઇન્ડિયાની વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન થશે.

રજીસ્ટ્રેશન બાદ એક સ્વેબ કીટ મળશે. આ કીટની સહાયથી, મોનું સેમ્પલ લેવાનું રહેશે. જેને આપેલા સરનામાં પર મોકલી આપવાનું રહેશે.

પરીક્ષણ કર્યા પછી, જો તમારું બ્લડ ગ્રુપ દર્દીના બ્લડ ગ્રુપ સાથે મેચ થાય છે, તો ડીકેએમએસ બીએમએસટી ફાઉન્ડેશન ઇન્ડિયાના કો-ઓર્ડીનેટર આપનો સંપર્ક કરશે. અને તમને સ્ટેમ સેલનું દાન કરવામાં મદદ કરશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati