તમને ખબર છે શરદપૂનમની ચાંદની રાતમાં ખીર આરોગવાના ફાયદા? વાંચો અને જાણો વિગતો

તમને ખબર છે શરદપૂનમની ચાંદની રાતમાં ખીર આરોગવાના ફાયદા? વાંચો અને જાણો વિગતો

શરદ પૂર્ણિમાનો પાવન પર્વ શનિવારે 31 ઓક્ટોબરે મનાવવામાં આવશે.ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ચંદ્ર સોળે કળાએ થી પૂર્ણ થઈને અમૃત વર્ષા કરે છે. આ દિવસે રાત્રિ દરમ્યાન ચંદ્રમાની રોશનીમાં ખીર ખાવાની માન્યતા પણ છે. એવું માનવામાં આવે છે કે આ ખીરનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક રહે છે.

 

આખી રાત ચંદ્રમાની રોશનીમાં રાખેલી ખીર ખાવા પાછળ ધાર્મિક મહત્વની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. ખીર દૂધ અને ચોખા સાથે બનીને તૈયાર થાય છે. વાસ્તવમાં દૂધમાં લેક્ટિક નામ તત્વ મળી આવે છે. જે ચંદ્રમાની કિરણોનું અધિક માત્રામાં શક્તિનું શોષણ કરે છે. અને સાથે જ ચોખામાં સ્ટાર્ચ પણ જોવા મળે છે. જેના કારણ કે આ પ્રક્રિયા વધારે આસાન થઈ જાય છે. વૈજ્ઞાનિક માન્યતા અનુસાર આ ખીરનું સેવન કરવાનું ખૂબ જ ફાયદાકારક છે.

અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે :

અસ્થમાના દર્દીઓ માટે આ ખીર ખૂબ જ ફાયદાકારક છે. અસ્થમાના દર્દીઓ એ આ ખીરનું સેવન કરવું જોઈએ. અસ્થમાના દર્દીઓએ શરદ પૂર્ણિમાની રાત્રે ખીરને ચંદ્રમાની રોશનીમાં રાખો અને સવારે ચાર વાગ્યાની આસપાસ તેનું સેવન કરો.

હૃદયના દર્દીઓ માટે પણ ફાયદાકારક :
આ ખીરનું સેવન હૃદયના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. હૃદયમાં દર્દીઓએ શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રમાંની રોશની માં રાખેલ ખીરનું સવારે સેવન કરવું.

સ્કિન સંબંધિત દર્દીઓ માટે :

આ ખીર ખાવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. શરદપૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં ખીર રાખીને તેનું સેવન કરવાથી સ્કિન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. સ્કિન સંબંધિત બીમારીઓથી પરેશાન દર્દીઓએ આ ખીરનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati