ડિસ્પોઝેબલ બોટલનો ફરી ઉપયોગ નોતરી શકે છે આ ગંભીર બીમારીઓ, વાંચો અહેવાલ

ભરપૂર માત્રામાં પાણી પીવું તંદુરસ્તી માટે ખૂબ જ સારું છે, પરંતુ પાણી પીવા માટે વારંવાર એક જ બોટલનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે ઘણું જ નુકસાનદાયક સાબિત થાય છે.

  • tv9 webdesk33
  • Published On - 8:24 AM, 8 Mar 2021
ડિસ્પોઝેબલ બોટલનો ફરી ઉપયોગ નોતરી શકે છે આ ગંભીર બીમારીઓ, વાંચો અહેવાલ
Disposable Bottle

ભરપૂર માત્રામાં પાણી પીવું તંદુરસ્તી માટે ખૂબ જ સારું છે, પરંતુ પાણી પીવા માટે વારંવાર એક જ બોટલનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે ઘણું જ નુકસાનદાયક સાબિત થાય છે. તેનું કારણ છે કે, જે ડિસ્પોઝેબલ Plastic Water Bottle નો તમે સતત ઉપયોગ પાણી પીવા માટે કરો છો. તેનો બીજી વાર ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે, આ પ્રકારની Plastic Water Bottle પાણીમાં કેમિકલ છોડે છે. જેનાથી પાણીમાં ખતરનાક બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગે છે.

ખાસ કરીને બીસ્ફેનોલ A નામના ખતરનાક કેમિકલથી સચેત રહેવું જોઈએ. કારણ કે, પ્લાસ્ટિક બનાવવામાં આ રસાયણનો સૌથી વધારે ઉપયોગ થાય છે અને તે સેક્સ હોર્મોન્સમાં ગડબડી પેદા કરે છે.

પ્લાસ્ટિકની બોટલમાં કેટલાક એવા રસાયણ મળી આવે છે, જે આપણા શરીરની સિસ્ટમને પ્રભાવિત કરે છે. આ અંગે ડોકટરો આ વસ્તુઓ પ્રતિ સાવધાન રહેવાની સલાહ આપે છે. ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક બોટલ સ્ત્રીઓમાં પ્રજનન ક્ષમતાને પ્રભાવિત કરે છે. જેના કારણે સ્ત્રીઓમાં પીસીઓએસ, એન્ડોમેટ્રિયોસીસ અને સ્તન કેન્સર જેવી હોર્મોનલ સમસ્યા અને અન્ય જોખમ વધી જાય છે. માનવામાં આવે છે કે, સાયન્સથી અત્યારે આ સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી થઇ શક્યું કે, બીપીએ મનુષ્યને કેવી રીતે પ્રભાવિત કરે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બીપીએ હોર્મોન્સનું અનુકરણ કરે છે અને શરીરમાં હોર્મોન્સ પેદા કરતી ગ્રંથીઓનાં એન્ડોક્રાઇન સિસ્ટમમાં ગડબડી પેદા કરે છે.

પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરનાર લોકોનું માનવું છે કે, તેના કારણે ઘણી બધી બીમારીઓ વધી રહી છે. પ્લાસ્ટિકનાં વધારે પડતા ઉપયોગથી બ્રેસ્ટ કેન્સર, હ્રદય રોગો સાથે જ પ્રજનન ક્ષમતા પર પણ પ્રભાવ પડી રહ્યો છે.

બીમાર થવાથી બચવા માટે તમે શું કરી શકો છો?

ડિસ્પોઝેબલ બોટલનો બીજી વાર ઉપયોગ ન કરો. એક વાર તેનાથી પાણી પીધા બાદ તેને રીસાઈકલ કરી દો. જ્યાં સુધી સંભવ હોય કાંચ અથવા સ્ટેનલેસ સ્ટીલથી બનેલી બોટલ જ ખરીદો અને તેનો જેટલી વાર ઈચ્છો પાણી પીવા માટે ઉપયોગ કરો.