વૈજ્ઞાનિકોની ચેતવણી: વેક્સિનેશન બાદ પણ જાળવવી પડશે આ આ પ્રકારની સાવધાની

કોરોનાને લઈને વૈજ્ઞાનિકોએ ફરી એકવાર ચેતવણી આપી છે કે જે લોકોએ રસી લીધી છે, તેઓને કોરોના થવાની સંભાવના ભલે ઓછી હોય, પરનાતું સંક્રમણ અન્યમાં ફેલાવવાની સંભાવના સહેજ ઓછી નથી.

  • tv9 webdesk37
  • Published On - 9:39 AM, 13 Apr 2021
વૈજ્ઞાનિકોની ચેતવણી: વેક્સિનેશન બાદ પણ જાળવવી પડશે આ આ પ્રકારની સાવધાની
કોરોના વેક્સિનની અસર

વૈજ્ઞાનિકોએ ફરી એકવાર ચેતવણી આપી છે કે જે લોકોએ રસી લીધી છે, તેઓની ભલે કોવિડ -19 થી ગંભીર રીતે બીમાર થવાની શક્યતા ઓછી છે, પરંતુ તેઓના થકી અન્ય લોકોમાં ચેપ ફેલાવવાની સંભાવનાને ઓછી નથી થતી. લોકોએ વેક્સિન લીધા પછી બેફીકર ન થવું જોઈએ અને કોરોનાના ફેલાવાને રોકવા માટે તમામ નિયમોનું કડક પાલન કરવું જોઈએ.

દિલ્હીના રાષ્ટ્રીય રોગ ઇમ્યુનોલોજીના વૈજ્ઞાનિક સત્યજીત રથના જણાવ્યા અનુસાર રોગચાળાને રોકવા માટે રસીકરણ એ વિવિધ રીતોમાંની એક છે. આ જાદુઈ રસ્તો કે એકમાત્ર રસ્તો નથી. પુણેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, એજ્યુકેશન એન્ડ રિસર્ચના વૈજ્ઞાનિક વિનીતા બાલના જણાવ્યા અનુસાર, આજે આપવામાં આવતી કોઈપણ વેક્સિનમાંવાયરસને એક વ્યક્તિથી બીજામાં ફેલાતો અટકાવવાની ક્ષમતા નથી હોતી. તે ફક્ત સંક્રમિત વ્યક્તિને ગંભીર રૂપથી બીમાર થતા બચાવી શકે છે. બહુમતી વસ્તીને જ્યાં સુધી રસી ન અપાય ત્યાં સુધી, દરેક વ્યક્તિએ માસ્ક પહેરવા અને એકબીજાથી સામાજિક અંતર રાખવું આવશ્યક છે.

રસીકરણથી ફાયદો થશે આ ફાયદો

રથના જણાવ્યા અનુસાર, રસી વ્યક્તિમાં એન્ટિબોડીઝ વિકસાવે છે જે વાયરસને ખતમ કરી શકે છે. ઇમ્યુનાઇઝેશન સમગ્ર સમુદાયને નહીં પણ વ્યક્તિનું રક્ષણ કરે છે. તે પણ શક્ય છે કે નજીકના ભવિષ્યમાં, વાયરસનું એવું સ્વરૂપ વિકસે છે, જેનાપર વેક્સિનની અસર જ ન થાય. તેથી આગામી પેઢીની વેક્સિન પર પણ આપણે ઝડપથી કામ કરવું જોઈએ.

હર્ડ ઇમ્યુનિટીમાં ઘણા અવરોધો

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, જો મોટી સંખ્યામાં રસીકરણ કરવામાં આવે તો હર્ડ ઇમ્યુનિટીમાં વિકસી શકે છે, એટલે કે વાયરસ મોટી વસ્તીને અસર કરી શકશે નહીં. પરંતુ આ માટે, કેટલી વસ્તીને રસી આપવી પડશે, તે હજી સુધી નિર્ણય કરી શક્યા નથી કારણ કે આ એક નવો વાયરસ છે. આવી સ્થિતિમાં, દરેકને રસી આપવી ફાયદાકારક હોઈ શકે છે. પરંતુ આ રસી હજી સુધી સગર્ભા સ્ત્રીઓ અથવા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પરના પરીક્ષણમાં પસાર થઈ નથી, તેથી તમામને રસી આપવામાં ઘણી અડચણો છે.

 

આ પણ વાંચો: શું ખરેખર કોરોનામાં અસરકારક છે રેમડેસિવિર? જેનો ભારત સરકારે નિકાસ કરી દીધો છે બંધ