AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોગ પ્રતિકારક શક્તિ વધારવાથી લઈને હાર્ટ હેલ્થ સુધી… સ્વાસ્થ્ય માટે વરદાન છે ‘અનાનસ’

ખાટા-મીઠા સ્વાદવાળું અનાનસ ન માત્ર ખાવામાં સ્વાદિષ્ટ હોય છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ વરદાન છે. તેમાં રહેલા વિટામિન સી, ફાઈબર અને બ્રોમેલેઈન જેવા પોષક તત્વો રોગ પ્રતિકારક શક્તિ વધારવાથી લઈને પાચનતંત્ર અને હાર્ટ હેલ્થને સારું રાખવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક સાબિત થાય છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારવાથી લઈને હાર્ટ હેલ્થ સુધી... સ્વાસ્થ્ય માટે વરદાન છે 'અનાનસ'
Image Credit source: AI Generated
| Updated on: Oct 18, 2026 | 5:01 PM
Share

પાઈનેપલ જેને ‘અનાનસ’ પણ કહેવામાં આવે છે, તે સ્વાસ્થ્યમાં શ્રેષ્ઠ હોવાની સાથે-સાથે તબિયત માટે પણ કોઈ વરદાનથી ઓછું નથી. તે ખાવામાં ખાટા-મીઠા લાગે છે. સૌથી ખાસ વાત એ છે કે, અનાનસનો છોડ બહુ વધારે લાંબો હોતો નથી. એક છોડમાં ફક્ત એક જ ફળ નીકળે છે પરંતુ તેના ફાયદા અદ્ભુત છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક છે. તે સુગર લેવલને ખૂબ ઝડપથી વધારતું નથી. પ્રખ્યાત હૃદયરોગ નિષ્ણાતના મતે, અનાનાસમાં રહેલા પોષક તત્વો શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવવા અને સ્વાસ્થ્ય સુધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.

ઇમ્યુનિટી માટે

અનાનસ વિટામિન C નો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન C શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. આનાથી શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓથી બચી શકાય છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ કોષો (સેલ્સ) ને નુકસાનથી બચાવે છે.

પાચન ક્રિયામાં સુધારો

અનાનાસમાં ‘બ્રોમેલેઈન’ નામનું એક ખાસ ઉત્સેચક (એન્ઝાઈમ) મળી આવે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ, બ્રોમેલેઈન પ્રોટીનને સરળતાથી તોડવામાં મદદ કરે છે, જેનાથી પાચન તંત્ર સારું રહે છે. પેટમાં ભારેપણું, ગેસ કે કબજિયાત જેવી સમસ્યા હોય, તો તેમના માટે અનાનસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

હાર્ટ હેલ્થ માટે

અનાનસમાં પોટેશિયમ અને ફાઇબર હોય છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે, જેનાથી હૃદય પરનું દબાણ ઓછું થાય છે. આ ઉપરાંત, તેમાં રહેલું ફાઇબર કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત રાખવામાં સહાયક છે, જે હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે.

સોજો અને સાંધાના દુખાવામાં રાહત

અનાનસમાં રહેલા બ્રોમેલેઈન એન્ઝાઈમમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે. તે શરીરની અંદરની સૂજન ઓછી કરવામાં મદદ કરે છે. આર્થરાઈટિસ કે સાંધાના દુખાવાથી પીડાતા લોકો માટે તેનું નિયમિત સેવન રાહત આપી શકે છે.

હાડકાંઓને બનાવે મજબૂત

આમાં મેંગેનીઝ ભરપૂર માત્રામાં મળી આવે છે. મેંગેનીઝ હાડકાંને મજબૂત બનાવવા અને તેમની ઘનતા જાળવી રાખવા માટે અત્યંત જરૂરી ખનિજ છે.

ડિસ્ક્લેમર: (આ આર્ટિકલમાં સૂચવેલ ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

‘મુલતાની માટી’ લગાવતા પહેલાં 100 વાર વિચારજો, આ લોકોની સ્કિનને થઈ શકે છે ‘મોટું નુકસાન’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">