હવે માર્કેટમાં વેચાશે Purple Tomato, જાણો તેના ફાયદા

Purple Tomato News : સામાન્ય રીતે ટામેટા લાલ હોય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આવનારા સમયમાં પર્પલ રંગના ટામેટા આવશે. આ ટામેટા સ્વાસ્થ્યની દ્રષ્ટિ એ ખુબ જ ઉપયોગી છે.

હવે માર્કેટમાં વેચાશે Purple Tomato, જાણો તેના ફાયદા
Purple Tomato Image Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 5:10 PM

Viral News : પરિવર્તન એ દુનિયાનો નિયમ છે. સમયે સમયે લોકોની જીવનશૈલીમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ફેરફાર થતો રહ્યો છે. લોકોના જીવનને વધારે સરળ અને સુવિધા યુક્ત બનાવવા માટે વૈજ્ઞાનિકો દ્વારા સતત નવી નવી શોધ થતી રહે છે. ઘણા ફળ અને શાકભાજી આપણા શરીર માટે એટલા ફાયદાકારક હોય છે, કે તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સામાન્ય રીતે ટામેટા લાલ હોય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આવનારા સમયમાં પર્પલ રંગના ટામેટા આવશે. તેના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.આ પર્પલ ટામેટા (Purple Tomato) સ્વાસ્થ્યની દ્રષ્ટિ એ ખુબ જ ફાયદાકારક છે.

મળતી માહિતી અનુસાર, અમેરિકાના કૃષિ વિભાગ દ્વારા હાલમાં પર્પલ રંગના ટામેટા વેચવાની અનુમતિ આપી છે. લગભગ આવતા વર્ષથી અમેરિકાના શાકભાજી માર્કેટમાં તે વેચાવા લાગશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ ટામેટા સ્વાસ્થ્યની સમસ્યાઓ દૂર કરશે. તેનાથી ગંભીર બિમારીઓ સામે લડવામાં પણ શક્તિ મળશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ફાયદાકારક છે પર્પલ ટામેટા

આ પર્પલ ટામેટા, સામાન્ય લાલ ટામેટા જેવા જ છે. તે સ્વાદ અને ગંધમાં ટામેટા જેવા જ છે. બસ તેનો રંગ અલગ છે. તે લાલ ટામેટા કરતા વધારે ફાયદાકારક અને પૌષ્ટિક છે. આ ટામેટા જેનેટિકલી મોડિફાઈડ ટામેટા છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ ટામેટામાં સામાન્ય ટામેટા કરતા વધારે એન્ટીઓક્સીડેન્ટસ છે. જે કેન્સર સામે લડવાની ક્ષમતા વધારે છે. તે શરીરમાં દુખાવા અને સોજાને પણ ઓછું કરવામાં મદદ કરે છે. આ ટામેટા ડાયાબિટીસ નિયંત્રિત કરવામાં મદદ કરશે.

આ વૈજ્ઞાનિકે બનાવ્યા પર્પલ ટામેટા

કૈથી માર્ટિન નામના વૈજ્ઞાનિક વર્ષ 2004થી આવા ટામેટા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈંગ્લેડના જોન ઈન્સ સેન્ટરમાં કૈથી માર્ટિન અને તેમના બીજા સાથી એવા ટામેટા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેમાં એન્થોસાયનિનની માત્રા વધારે હોય. આ એન્થોસાયનિન ઉચ્ચ પ્રકારનો એન્ટીઓક્સીડેન્ટ છે. આ એન્ટીઓક્સીડેન્ટ શરીર માટે ફાયદા કારક હોય છે. તે સામાન્ય રીતે બ્લૂબેરી અને બ્લેકબેરીમાં જોવા મળે છે.

કૈથી અને તેમની ટીમ દ્વારા સ્નેપડ્રેગન ફૂલના બે જીન્સ ટામેટામાં ઉમેરયા. જેનાથી આ ટામેટામાં એન્થોસાયનિ આવ્યા. આ ટામેટા ખેતી દ્વારા ઉગાડી શકાશે. સામાન્ય ટામેટા 3-4 દિવસમાં ખરાબ થઈ જાય છે, પણ આ પર્પલ ટામેટા 6-8 દિવસ સુધી સારા જ રહેશે. વર્ષોની મહેનત પછી આ ટામેટાની શોધ થઈ છે. આવતા વર્ષે તે માર્કેટમાં વેચાવા લાગશે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">