
આજથી નવું વર્ષ શરુ થઈ ચુક્યું છે. તમારા નવા વર્ષને લઈ દરેક લોકોએ પોતાના પ્લાન બનાવ્યા હશે. પરંતુ શું તમે હેલ્ધી રહેવા માટે કોઈ પ્લાન બનાવ્યો છે. તો તમે હેલ્ધી રહેવા માટે પહેલા તો બહારનું જમવાનું છોડી દો, તમે ઈચ્છો તો 15 દિવસમાં એક વખત બહારનું જમી શકો છો. પરંતુ આ આદતને સારી રીતે ફોલો કરો.
આપણે હેલ્ધી અને ફ્રેશ રહેવા માટે આપણી દરરોજ 7-8 કલાકની ઊંઘ લેવી જરુરી છે. જેથી તમે સમય પર સુઈ જાવ અને સમય પર ઉઠવાનું રાખો, રાત્રિના 10 વાગ્યે સુવાનો પ્લાન બનાવો અને સવારે 6 કલાકે ઉઠી જાઓ.
ફિટ અને તંદુરસ્ત રહેવા માટે તમારી ફિઝિકલી એક્ટિવ રહેવું જરુરી છે. આથી પ્રયત્ન કરો કે, તમારા નજીકના કામો ચાલીને પતાવો. તેમજ લિફટના સ્થાને સીડીઓનો ઉપયોગ કરો અને ઘરના નાના-મોટા કામમાં મદદ કરો.
પાણી આપણા માટે ખુબ જરુરી પરંતુ લોક ઓછી માત્રામાં પાણી પીવે છે, જેનાથી આ વર્ષે વધારે પાણી પીવાની આદતોને આ વર્ષે સામેલ કરો. જેનાથી તમારી એક્સટ્રા કેલેરી પણ બર્ન કરવામાં મદદ મળશે સાથે તમારું વજન પણ મેન્ટેન રહેશે.
આજે વધતો સ્ટ્રેજ તમારી અડધી સમસ્યાઓ સાથે જોડાયેલ છે. જેના માટે સ્ટ્રેજને મેનેજ કરવાનો પ્રયત્ન કરો અને કોઈ પણ સમસ્યાઓને પોતાના પર હાવી થવા ન ગો, તમે જેટલો સ્ટ્રેજ ફ્રી રહેશો તેટલું તમારા સ્વાસ્થ માટે સારું છે.
આપણી આધુનિક લાઈફસ્ટાઈલના કારણે આજે લોકો નાની ઉંમરથી જ ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન કરે છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હાર્ટ ડિસીઝ, લીવર જેવી સમસ્યાઓ વધી રહી છે, તો તમારે આ બે આદતોને વહેલી તકે છોડી દેવી જોઈએ.
આ પણ વાંચો : નવા વર્ષમાં આ બાબતો પર ધ્યાન આપો, 2024માં તમારી આ આદતને બાય બાય કહો
લાઈફ સ્ટાઈલ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો