રોજબરોજની આ 5 આદતો તમારી યાદશક્તિ ઘટાડી શકે છે, ક્યાંક તમે તો રોજ આ ભૂલો નથી કરતાને?

આપણુ મગજ શરીરનું સૌથી મહત્વપૂર્ણ અને સૌથી જટિલ અંગ છે. જે આપણા વિચારો, લાગણીઓ, યાદશક્તિ અને દરેક શારીરિક ક્રિયાને નિયંત્રિત કરે છે. આપણે અનેકવાર જાણે અજાણે એવી કેટલીક ભૂલો કરીએ છીએ જેની નકારાત્મક અસરો આપણા મગજ પર પડે છે. આવો જાણીએ કઈ છે આ કુટેવો

રોજબરોજની આ 5 આદતો તમારી યાદશક્તિ ઘટાડી શકે છે, ક્યાંક તમે તો રોજ આ ભૂલો નથી કરતાને?
| Updated on: Nov 03, 2025 | 5:23 PM

આપણે રોજ આપણી કેટલીક કુટેવો દ્વારા જાણે-અજાણે આપણા મગજને નુકસાન પહોંચાડતા રહીએ છીએ. બદલતી જીવનશૈલીની સાથે ડિમેન્શિયા, સ્ટ્રોક અને અલ્ઝાઈમર જેવી મગજ સંબંદી બીમારીઓ તેજીથી વધી રહી છે. જે એક ગંભીર ચિંતાનો વિષય છે. આવો આવી પાંચ મુખ્ય કુટેવો કઈ છે તેના વિશે જાણીએ. જે આપણા મગજ માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે.

વધુ પડતુ પ્રોસેસ્ડ ફુડ ખાવુ અને વધુ પડતી ખાંડનું સેવન

આજકલ ડાઈટમાં વધુ પડતા પ્રોસેસ્ડ ફુડ અને વધુ પડતી ખાંડનું સેવન વધતુ જાય છે જે આપણા મગજ માટે ધીમુ ઝેર સાબિત થઈ શકે છે. પ્રોસેસ્ડ ફુડમાં અનહેલ્ધી ફેટ સોડિયમ અને એડિટિવ્સ હોય છે જે મગજના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. વધુ પડતી ખાંડ ન માત્ર ડાયાબિટીસનું જોખમ વધારે છે પરંતુ તે મગજને પણ સીધુ પ્રભાવિત કરે છે. જેનાથી યાદશક્તિ નબળી પડે છે.

વધુ પડતુ સ્મોકિંગ અને દારૂનુ સેવન

સ્મોકિંગ અને દારૂનુ સેવન બંને મગજ માટે ઘણુ જોખમી છે. જેનાથી મગજ સુધી લોહી પહોંચાડનારી રક્તવાહીનીઓ સંકોચાઈ જાય છે અને મગજ સુધી જનાર ઓક્સિજન તેમજ અન્ય પોષક તત્વોનો પ્રવાહ ઓછો થઈ જાય છે. આ સ્ટ્રોક, ડિમેંશિયા અને મગજમાં રક્તસ્ત્રાવનુ જોખમ વધારે છે.

પૂરતી ઊંઘ ન લેવી અને વધુ પડતો સ્ટ્રેસ લેવો

આજની ભાગદોડ ભરેલી ડે ટુ ડે લાઈફમાં પૂરતી ઊંઘ ન લેવી એ એક કોમન સમસ્યા બની ગઈ છે. જે મગજ માટે અત્યંત હાનિકારક છે. ઊંઘ દરમિયાન મગજ ખુદને ડિટોક્સ કરે છે અને યાદશક્તિ સારી રહે છે. ઊંઘની કમીને કારણે મગજને એકાગ્ર થવામાં મુશ્કેલી આવે છે. મૂડ સ્વીંગ્સ વધે છે, નિર્ણય લેવાની ક્ષમતા ઘટે છે અને યાદશક્તિ પણ ઘટે છે. આ જ પ્રકારે વધુ પડતો તણાવને કારણે પણ યાદશક્તિ સંબંધીત સમસ્યાઓ વધી જાય છે.

ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ

શારીરિક ગતિવિધિ ઓછી થવાને કારણે ન માત્ર શરીર પરંતુ મગજ માટે પણ હાનિકારક છે. વ્યાયામ બ્લ્ડ સર્ક્યુલેશન વધારે છે, જે મગજ સુધી ઓક્સિજન અને પોષક તત્વોને વધુ સારી રીતે પહોંચાડ છે. શારીરિક ગતિવિધિની કમીથી મગજમાં નવા ન્યૂરોસન્સ બનવાની પ્રક્રિયા ધીમી પડી શકે છે.

સામાજિક સંપર્કનો અભાવ

આ ઉપરાંત સામાજિક સંપર્કોનો અભાવ પણ મગજના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો ઉભી કરે છે. સામાજિક ગતિવિધિઓની કમી એકલતા અને ડિપ્રેશનનના જોખમને વધારે છે.
લાંબા સમય સુધી એકલા રહેવાથી અથવા બીજા સાથે સંવાદ ન કરવાથી મગજ નિષ્ક્રિય બનતુ જાય છે.

ખૂબ ઓછુ પાણી પીવુ

ખૂબ ઓછુ પાણી પીવાથી મગજમાં થાક, એકાગ્રતામાં ઘટાડો અને ચીડચીડાપણુ વધી શકે છે. મગજને તંદુરસ્ત રાખવા શરીરને હાઈડ્રેટ રાખવુ જરૂરી છે.

બ્રેકફાસ્ટ ન કરવો

બ્રેકફાસ્ટ મગજને દિવસભર માટે ઉર્જા આપે છે. બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી ફોકસ અને વિચારવાની શક્તિ પર નેગેટિવ ઈફેક્ટ પડે છે.

એકસાથે અનેક કામો કરવા મલ્ટિટાસ્કિંગ ગતિવિધિ

એકસાથે અનેક કામો કરવા કે મલ્ટિટાસ્કિંગ રહેવાને કારણે મગજને ફોકસ કરવામાં મુશ્કેલી પડે છે તેનાથી કાર્યક્ષમતા પ્રભાવિત થાય છે.

SRK @60: દિલ્હીની ગલીઓથી કરોડો લોકોના દિલો પર રાજ કરનારા કિંગ ખાનની 60 વર્ષની અનોખી યાત્રા

 

Published On - 3:42 pm, Mon, 3 November 25