
ઠંડા પાણીમાં નહાવાનું વિચારો છો તો પણ આપણા રુંવાડા ઉભા થઈ જતા હોય છે.લોકો દરરોજ નહાવાનું ટાળે છે, તો કેટલાક એવા પણ છે જેઓ ઠંડા વાતાવરણમાં પણ ઠંડા પાણીથી સ્નાન કરે છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ ઠંડા હવામાનમાં નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરે છે.પરંતુ શું તમે જાણો છો કે, કોલ્ડ વોટર બાથથી શરીર અને સ્કિનને અનેક ફાયદાઓ મળે છે.
શિયાળામાં ઠંડા પાણીથી નહાવાની વાત કરવામાં આવે તો લોકો તેને પાગલ કહે છે, કારણ કે, મોટા ભાગના લોકો રોજ નહાવાનું પણ પસંદ કરતો નથી. જો જોવામાં આવે તો નિષ્ણાતોનું માનવું છે કે, શિયાળામાં પણ ઠંડા પાણીથી નહાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે.તો ચાલો તમને જણાવી દઈએ કે, શિયાળામાં કોલ્ડ વોટર બાથ લેવાથી હેલ્ધી તેમજ ફિટ રહીએ છીએ. સાથે આનાથી તવ્ચાને પણ અનેક ફાયદાઓ મળે છે.
તમને જણાવી દઈએ કે, સ્નાન કરવાથી શરીરની સ્વચ્છતા જળવાઈ રહે છે. આ ન માત્ર ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે પરંતુ સ્નાયુઓમાં હાજર તણાવને પણ દૂર કરે છે. નાહવાથી આપણું બ્લડ સર્કુલેશનમાં પણ સુધારો જોવા મળે છે. આટલું જ નહિ નાહવાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે.
એક્સપર્ટનું કહેવું છે કે, કોલ્ડ શાવર લેવાથી આપણું બ્લડ સર્કુલેશનમાં સુધારો થાય છે. ભલે નહાતી વખતે પાણી ઠંડુ લાગે પરંતુ ત્યારબાદ શરીરમાં આખો દિવસ એનર્જી રહે છે.
શિયાળામાં લોકો વધારે ગરમ પાણીથી સ્નાન કરવાની ભૂલ કરે છે. આના કારણે સ્કિન ડ્રાય કરવાનો ખતરો વધુ રહે છે. જેનાથી ત્વચા પર ખંજવાળ અને બળતરા થાય છે. બીજી તરફ, ઠંડા પાણીથી નહાવાથી તેનો ફાયદો એ છે કે ગંદકી આપણી ત્વચામાં પ્રવેશી શકતી નથી.
એવું પણ કહેવામાં આવતું હોય છે કે, ઠંડા પાણીથી સ્નાન કરવાથી આપણા વાઈટ બ્લડ સેલ્સનું કાઉન્ટ વધી શકે છે. એટલા માટે ઠંડા પાણીમાં કોલ્ડ વોટર બાથ લઈ તમારી ઈમ્યુનિટીને બુસ્ટ કરી શકો છો.
લોકો માને છે કે ઠંડા પાણીથી નહાવાથી આપણી માંસપેશીઓ જકડાઈ જાય છે જ્યારે એવું નથી. નિષ્ણાતો કહે છે કે ઠંડા પાણીના સ્નાનથી આપણા સ્નાયુઓમાં જકડતા દૂર થાય છે. તેને કોલ્ડ કમ્પ્રેશન કહેવામાં આવે છે.
જો કે, શરદી, ઉધરસ અથવા ન્યુમોનિયાથી પીડાતા લોકોએ શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવાનું ટાળવું જોઈએ. આ સિવાય આ ઘરેલું ઉપાય અપનાવતા પહેલા કોઈ નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.