શું તમે પણ છો હાઈ હીલ પહેરવાના શોખીન? તો પહેલા જાણીલો આ ગેરફાયદા વિશે

ઘણી સ્ત્રીઓ પ્રસંગથી લઈને પાર્ટીઓ સુધી દરેક જગ્યાએ હાઈ હીલ્સ પહેરવાનું પસંદ કરે છે. તેનાથી તેનું વ્યક્તિત્વ સારું દેખાય છે. જો તમે સ્ટાઇલિશ અને ગ્લેમરસ દેખાવા માટે હાઇ હીલ પહેરો છો, તો પહેલા આ ગેરફાયદાઓ જાણો

શું તમે પણ છો હાઈ હીલ પહેરવાના શોખીન? તો પહેલા જાણીલો આ ગેરફાયદા વિશે
High Heel Side effect know how it can cause damage to your feet
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 7:30 PM

ઘણી સ્ત્રીઓ સ્ટાઇલિશ અને ગ્લેમરસ દેખાવા માટે હાઇ હીલ પહેરવાનું પસંદ કરે છે. પહેલાના સમયમાં માત્ર મોડલ અને અભિનેત્રીઓ હાઇ હીલ પહેરતી હતી, પરંતુ આજના સમયમાં દરેક જણ તેનો ઉપયોગ કરે છે. હાઈ હીલ્સ તમારા પર્સનાલિટીને વધારવામાં પણ મદદ કરે છે. મહિલાઓને ઊંચા અને સુંદર દેખાવા માટે પાર્ટી, શોપિંગ અને ઓફિસમાં હીલ પહેરવી ગમે છે. કલાકો સુધી હીલ પહેરવાથી પગમાં ઘણો દુખાવો થાય છે. ખાસ કરીને જો તમે ક્યારેક ક્યારેક હીલ પહેરો છો.

પગ પર સતત દબાણને કારણે સમસ્યાઓ વધી જાય છે. કદાચ તમને ખબર નહીં હોત કે કે વધતી જતી સમસ્યાઓના કારણે સર્જરી પણ કરવી પડે છે. જો તમે કલાકો સુધી પંપ, સ્ટીલેટો અને હાઈ હીલ પહેરવાના શોખીન છો, તો પહેલા તેની આડઅસરો વિશે જાણો.

1. પગમાં દુખાવો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કલાકો સુધી હીલ પહેરવાને કારણે કમર અને પીઠમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. આ કારણે, સ્નાયુઓમાં તણાવ થતો હોય તેવું લાગવા લાગે છે. આ સિવાય પગની એડી, ઘૂંટણ અને હિપ્સમાં દબાણને કારણે સર્વાઇકલનું જોખમ વધે છે.

2. ઘૂંટણનો દુખાવો

હાઈ હીલ્સ પહેરવાને કારણે કરોડરજ્જુ પર પણ દબાણ આવે છે, જે ઘૂંટણને અસર કરે છે. સતત હાઈ હીલ પહેરવાથી ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે.

3. ફ્રેક્ચરનું જોખમ

નિષ્ણાતોના મતે, હંમેશા હીલ પહેરવાના કારણે પગના હાડકાં, કમરનું હાડકું, હિપ્સ પર અસર પડે છે. આ સાથે, તમારું પોશ્ચર પણ બગડે છે. હીલ પહેરવાથી હાડકામાં ફ્રેક્ચર થવાની શક્યતા પણ વધી જાય છે.

4. આર્ચ સ્ટ્રેન

હીલ પહેરવાને કારણે, પગની આર્ચ પર અસર પડે છે, જેના કારણે પગ સામાન્યની સરખામણીમાં સહેજ વક્ર થઈ જાય છે. લાંબા સમય સુધી હીલ પહેરવાથી પગમાં ઘણો દુખાવો થાય છે. આ કારણે ઉઘાડપગું ઉભા રહેવું મુશ્કેલ બની જાય છે. પગમાં ખેંચાણ અનુભવાય છે અને પગના અંગૂઠામાં પણ દુખાવો થાય છે.

5. પોશ્ચર ખરાબ થઇ જાય છે

કલાકો સુધી હાઈ હીલ્સ પહેરવાથી તમારા પોશ્ચરને નુકસાન થઈ શકે છે. ક્યારેક હીલ્સ પહેરવી સારી છે. હીલ્સ પહેરતી વખતે આરામનું ખાસ ધ્યાન રાખો. એ રીતે પહેલો જેના કારણે સ્નાયુઓમાં કોઈ તણાવ રહે નહીં અને પગનો દુખાવો પણ ઓછો થઈ શકે.

જો હીલ્સ પહેર્યા બાદ પગમાં વધુ દુખાવો થતો હોય તો હૂંફાળા પાણીમાં મીઠું નાંખો અને પગ રાખો. આમ કરવાથી તમારા પગને પણ રાહત મળશે અને દુખાવો ઓછો થશે.

આ પણ વાંચો: વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ: માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે ન રહો બેદરકાર, જાણો લક્ષણો અને સંભાળ રાખવાની રીત

આ પણ વાંચો: Health : શું તમે જાણો છો ઓડકાર ખાવા પાછળનું વિજ્ઞાન ?

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લગતા કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">