આ ટીપ્સથી મેળવી શકાશે ખાંડની આદતથી છુટકારો, વજન પણ ઝડપથી ઘટશે

આહારમાં વધુ પડતી ખાંડનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્ય પર અસર પડે છે. કેટલીક આરોગ્યપ્રદ વસ્તુઓને ખાંડના સ્થાને આહારમાં લેવાથી સ્વાસ્થ્ય પર થતા નુકસાનને અટકાવી શકાય છે.

આ ટીપ્સથી મેળવી શકાશે ખાંડની આદતથી છુટકારો, વજન પણ ઝડપથી ઘટશે
Health Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 9:56 AM

આહાર(Diet)માં ખાંડ(Sugar)નો વધુ પડતો ઉપયોગ મેદસ્વીતા વધારે છે. વધારે વજન(weight )ના કારણે અનેક રોગોને પણ શરીરમાં આમંત્રણ મળે છે જેથી આહારમાં ખાંડનો ઊપયોગ ઓછો કરવો ખૂબ જરુરી છે. જો કે કેટલાક લોકો માટે આ ખૂબ જ મુશ્કેલ કામ છે.

ખાંડને કારણે શરીરમાં ચરબી વધે છે. વધુ પડતી સ્વીટ વસ્તુઓ ખાવાથી શરીરને જરુર કરતા વદુ કેલેરી મળે છે જેના કારણે વજન વધે છે અને બાદમાં વજન ઉતારવુ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને મીઠાઇ ખાવાના શોખીનો માટે મીઠાઇથી દુર રહેલુ મુશ્કેલ હોય છે. મીઠાઇની લતના કારણે તે પોતાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા હોય છે. પરંતુ અમે તમને કેટલીક ટીપ્સ જણાવીશુ જેનાથી તમને ખાંડનો વિકલ્પ મળી રહેશે.

વધુ ખાંડ શરીર માટે જોખમરુપ ખોરાકમાં ખાંડનું વધુ સેવન કરવાથી સ્થૂળતા, ટાઇપ-2 ડાયાબિટીસ સહિત અન્ય રોગોનું જોખમ વધી જાય છે. ખાંડને કારણે મેદસ્વીતા વધે છે અને મેદસ્વીતા સાથે અન્ય રોગ પણ શરીરમાં પ્રવેશે છે

આદતમાં બદલાવ જરુરી જૂની ટેવો છોડવી મુશ્કેલ છે પરંતુ આદતમાં થોડા બદલાવથી ધીરે ધીરે આદતને છોડી શકાય છે. જેમ કે જે વ્યક્તિ મીઠાઈ ખાય છે તેના માટે આ આદત તરત જ છોડી દેવી મુશ્કેલ છે. પરંતુ ધીમે ધીમે આ આદત બદલી શકાય છે. જો તમને ચા અને કોફીમાં બે ચમચી ખાંડ પીવાની આદત હોય તો તેના બદલે એક ચમચી ખાંડનો ઉપયોગ કરો. ધીમે ધીમે તમારી ટેસ્ટ બડને ઓછી ખાંડવાળી ચા કે કોફી પીવાની ટેવ પડી જશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ખાંડનો વિકલ્પ પસંદ કરવો જ્યારે તમને સ્વીટ વસ્તુ ખાવાની ઇચ્છા થાય ત્યારે તમે ખાંડયુક્ત આહારના સ્થાને કોઇ આરોગ્યપ્રદ વસ્તુ પસંદ કરી શકો છો. ખાંડને બદલે, તમે ગોળ, સ્ટીવિયા અથવા પામ કેન્ડી જેવા આરોગ્યપ્રદ વિકલ્પો પસંદ કરી શકો છો. આ વસ્તુઓ શરીર માટે ફાયદાકારક છે.

પ્રાકૃતિક ખાંડ આહારમાં મધ, ગોળ, ખજૂર, કોકોનટ શુગર વગેરેનું સેવન કરી શકાય છે. આ વસ્તુઓમાં પ્રાકૃતિક ખાંડ હોય છે, જેનું સેવન કરવાથી ખાંડની લાલસા ઓછી થાય છે. જો તમે મીઠાઈ ખાવા માંગો છો, તો તમે આ આરોગ્યપ્રદ વિકલ્પો પસંદ કરી શકો છો.

ડ્રાય ફ્રુટ્સ ફાયદાકારક સૂકા ફળો જેવા કે કિસમિસ, ખજૂર, અંજીર, સૂકા પીચ અને આલુ કુદરતી રીતે મીઠા હોય છે. વધુમાં, તેઓ આવશ્યક પોષક તત્વોથી સમૃદ્ધ છે જે તમારા શરીરને પોષણ આપશે. તમે સાંજના નાસ્તામાં આ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી જલ્દી ભૂખ નથી લાગતી અને પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

સીઝનેબલ ફળો ખાવા તમે તમારો સ્વાદ વધારવા માટે સફરજન, ચેરી, બેરી, કેળા, દ્રાક્ષ, દાડમ, આલૂ અને નારંગીનો તમારા આહારમાં સમાવેશ કરી શકો છો. જો કે, આ ફળો આવશ્યક પોષક તત્વો અને કુદરતી ખાંડથી સમૃદ્ધ છે. આ વસ્તુઓ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

આ પણ વાંચોઃ T20 World Cup: સેમિફાઇનલમાં વિવાદ સર્જાતા રહી ગયો, પરંતુ કિવી ખેલાડીએ મેચ બાદ એવી વાત કહી કે દિલ જીતી લીધુ

આ પણ વાંચોઃ જ્હાન્વી કપૂર બહેન ખુશી અને મિત્ર સાથે માણી રહી છે વેકેશનની મજા, તમે પણ જુઓ તેનો ખાસ અંદાજ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">