Health Tips : શા માટે છે ઘરની “મલાઈ” સ્વાસ્થ્ય માટે ઉપયોગી ?

શરીરની વૃદ્ધિથી લઈને તંદુરસ્ત વાળ સુધી, મલાઈ ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે. અહીં અમે તમને મલાઇના કેટલાક ફાયદા બતાવવા જઈ રહ્યા છીએ.

Health Tips : શા માટે છે ઘરની મલાઈ સ્વાસ્થ્ય માટે ઉપયોગી ?
Health Tips: Why is homemade "cream" useful for health?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 8:41 AM

આપણે ઘણી વાનગીઓમાં તાજી, હોમમેઇડ ક્રીમ અથવા મલાઈનો ઉપયોગ કરીએ છીએ જેમાં ગ્રેવીથી લઈને મીઠાઈઓ સુધીનો સમાવેશ થાય છે. જો કે, વાનગીમાં કેલરીના કારણે તેનો ઉપયોગ કરતા પહેલા તેને માપીએ છીએ. પરંતુ જો તમને ખ્યાલ ન હોય તો, મલાઈમાં ઘણા પોષક તત્વો અને ચરબી હોય છે. જો મધ્યમ માત્રામાં લેવામાં આવે તો આ પોષક તત્વો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા હોવાનું કહેવાય છે. શરીરની વૃદ્ધિથી લઈને તંદુરસ્ત વાળ સુધી, મલાઈ ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે.

લાલ રક્તક્ણ વધારે છે મલાઈમાં આવશ્યક ખનીજ હોય છે જે આપણા શરીરમાં લાલ રક્તકણો વધારવામાં મદદ કરે છે.રેડ બ્લડ સેલ આપણા શરીરને જાળવવામાં મદદ કરે છે અને તે હિમોગ્લોબિનના વાહક છે જે ઓક્સિજન અને પોષક તત્વો પૂરા પાડવા માટે જવાબદાર છે. કેટલાક ખનિજોમાં આયર્નનો સમાવેશ થાય છે જે આ કોષોના વિકાસમાં મદદ કરે છે.

તાત્કાલિક ઉર્જા આપે છે મલાઈમાં ચરબીનું પ્રમાણ વધારે છે અને આ ચરબી આપણા શરીરમાં ઉર્જા બનાવવા અને વધારવામાં મદદ કરે છે. તે ખોવાયેલી એનર્જી પણ પાછી લાવ છે કારણ કે તેમાં 455 કેસીએલ હોવાનું કહેવાય છે. પરંતુ વજનની વાત આવે તો તમે તેનાથી દૂર રહો .પરંતુ જો તમને એનર્જી ઓછી લાગતી હોય તો ક્રીમનો ઉપયોગ સિક્કસથી શરૂ કરી દો.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

મગજના વિકાસ માટે ડેરી ઉત્પાદન હોવાથી, મલાઈ કેલ્શિયમનો સમૃદ્ધ સ્ત્રોત છે. આ હાડકાની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. તેમાં ફોસ્ફરસ પણ છે જે શરીરને તે બધા કેલ્શિયમ શોષવામાં મદદ કરે છે. તે હાડકાંના વિકાસમાં મદદ કરે છે. એટલું જ નહીં, તમારા દાંત અને પેઢાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં મદદ કરે છે. ફોલેટની હાજરી ચેતા અને મગજના વિકાસ માટે ઉત્તમ છે. મલાઈમાં વિટામિન A અને C ને કારણે, તે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદ કરે છે.

વાળના સ્વાસ્થ્ય માટે પ્રોટીનથી ભરપૂર હોવાથી ફ્રેશ ક્રીમ આપણા વાળની તંદુરસ્તી જાળવે છે અને વાળને થતા કોઈપણ પ્રકારના નુકસાનને અટકાવે છે. તે વાળના વિકાસને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરે છે. ઘણા મલાઈ હેર માસ્ક પણ છે જે ઘરે બનાવી શકાય છે.

કિડનીમાં પથરી કિડનીમાં પથરીની ઘટના એક મુખ્ય સમસ્યા હોઈ શકે છે, જ્યાં મલાઈમાં કેલ્શિયમ આવે છે. ડોક્ટરો પણ કિડની પથરીથી પીડાતા લોકોને આ ડેરી ઉત્પાદનની ભલામણ કરે છે. જોકે મલાઈ મર્યાદિત માત્રામાં લેવી જોઈએ. અને તેનો વધુ પડતો ઉપયોગ પણ ટાળવો જોઈએ.

આ પણ વાંચો :

Health Tips : મલ્ટી વિટામિનની ગોળીઓ લેતા પહેલા આ બાબતોની ભૂલ ના કરશો

Health Tips: પિસ્તા છે ઘણી રીતે લાભદાયી, હૃદયને તંદુરસ્તી આપવાની સાથે કેન્સરથી પણ દૂર રાખવાના ધરાવે છે ગુણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">