Health Tips: કસરત કરવાથી થાય છે અનેક ફાયદા, ઘણી બીમારી થાય છે છુમંતર

Health Tips: એક્સરસાઈઝ(exercise) આરોગ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. વધતી ઉંમરને(age) અટકાવવા માટે એક્સરસાઈઝ શ્રેષ્ઠ વિકલ્પ છે.

Health Tips: કસરત કરવાથી થાય છે અનેક ફાયદા, ઘણી બીમારી થાય છે છુમંતર
વધતી ઉંમરને અટકાવવામાં મદદ કરશે એક્સરસાઇઝ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 07, 2021 | 10:18 PM

Health Tips: એક્સરસાઈઝ(exercise) આરોગ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. વધતી ઉંમરને(age) અટકાવવા માટે એક્સરસાઈઝ શ્રેષ્ઠ વિકલ્પ છે. રિસર્ચમાં એ વાત સામે આવી છે કે કસરત કરવાથી ફક્ત હૃદય અને ફેફસાને જ તંદુરસ્ત બનાવી શકાય છે એટલું જ નહીં પણ સામાન્ય શારીરિક ગતિવિધિઓ કરવાથી મગજ, હાડકા, માંસપેશીઓને મજબૂત બનાવવાની સાથે મૂડ પણ સારો બનાવી શકાય છે.

કેટલાક અભ્યાસમાં તો એ વાત સાબિત પણ થઈ છે, જે લોકો આજીવન એક્સરસાઈઝ કરે છે. તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે છે. તેના કારણે 40 જેટલી બીમારીઓથી પણ બચી શકાય છે. યાદશક્તિ અને શીખવાની ક્ષમતા પણ વધે છે. તણાવ, બેચેનીથી બચી શકાય છે, જેથી લાંબુ આયુષ્ય પણ પ્રાપ્ત થાય છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

માંસપેશીઓમાં સુધારો:

ઉંમર વધવાની સાથે માંસપેશીઓ કમજોર બને છે. તેની તાકાત ઘટે છે. વેઈટલીફટિંગ જેવી ટ્રેનિંગ આ ઘટાડાને રોકવામાં મોટી મદદ કરે છે. જેનાથી કુકિંગ, સફાઈ અને દાદર ચડવા જેવી રોજિંદી ક્રિયાઓ સામાન્ય થઈ જાય છે. બીમારીઓ દૂર ભાગે છે. દિમાગ અને મૂડ બંને સારા રહે છે. લોકો લાંબા સમય સુધી સ્વતંત્ર અને સ્વસ્થ જીવન જીવી શકે છે.

હાડકા મજબૂત થાય છે:

30 વર્ષની ઉંમરમાં હાડકાનું નિર્માણ ઓછું થઈ જાય છે. એક્સરસાઇઝ કરવાથી હાડકાનું ઘનત્વ વધે છે. આકાર ઠોસ થાય છે અને હાડકાને કમજોર કરનારી બીમારી ઓસ્ટીયોપોરોસીસ અટકે છે. વજન ઉઠાવવાની એક્સરસાઈઝ હાડકાના આકાર અને તેની તાકાત વધારે છે. સાઈકલિંગ, યોગા અને સ્વિમિંગ પણ ફાયદાકારક છે.

DNA સારું થાય છે:

શરીરના જરૂરી તત્વ ડીએનએના રેશાનું કવચ ટેલોમેરેસ છે. તેની લંબાઈ ઉંમર વધવાની સાથે ઘટે છે. ટેલોમેરેસની લંબાઈનો સીધો સંબંધ બ્લડપ્રેશર, બ્રેન સ્ટ્રોક અને હૃદયની બીમારી સાથે છે. શારીરિક ગતિવિધીઓનો સંબંધ ટેલોમરસની લંબાઈ સાથે છે. ટેલોમરસની લંબાઈ વધારે ઉંમર સાથે જોડાયેલી બીમારીઓના ખતરાને ઓછું કરે છે.

માનસિક સક્રિયતા:

યાદશક્તિ, શીખવા, નિર્ણય લેવા, વિચારવા, સમસ્યાનું સોલ્યુશન લાવવા જેવી ક્ષમતાને જાળવી રાખવાનો સૌથી શ્રેષ્ઠ શારીરિક ગતિવિધિઓ છે. અભ્યાસમાં માલુમ પડ્યું છે કે એક્સરસાઈઝ કરવાથી અલઝાઈમરની બીમારીને રોકવામાં મદદ મળે છે. કસરત કરવાથી ઊંઘ પણ સારી આવે છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">