Health Tips: તમારા રસોડામાં જ છે સ્વસ્થ રહેવાની જડીબુટ્ટી, જાણો ઘીના પ્રકાર અને તેના ફાયદા

ઘીમાં (Ghee) ઘણા પોષક તત્વો હોય છે જે રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત કરે છે. ચાલો આપણે જાણીએ કે તંદુરસ્ત રહેવા માટે આપણે ઘીનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ.

Health Tips: તમારા રસોડામાં જ છે સ્વસ્થ રહેવાની જડીબુટ્ટી, જાણો ઘીના પ્રકાર અને તેના ફાયદા
Health Tips know the types and benefits of ghee
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 10:26 AM

જ્યારે પણ સ્વસ્થ આહારની વાત આવે છે ત્યારે ઘી તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે દૂધમાંથી બનાવવામાં આવે છે. આયુર્વેદમાં પણ તેના ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. ઘીમાં તંદુરસ્ત ફેટી એસિડ હોય છે. તે વિટામિન A, K, G, કેલ્શિયમ અને ઓમેગા -3 થી ભરપૂર છે. ઘીમાં પોષક તત્વો છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે અને રોગોને દૂર રાખે છે. ચાલો જાણીએ ઘીના ફાયદાઓ વિશે.

ઘી કેટલા પ્રકારના હોય છે?

નિયમિત ઘી – આ ઘી ભેંસ અથવા ગાયના દૂધથી બનાવવામાં આવે છે. A2 ઘી – આ ઘી મુખ્યત્વે ગીર ગાય અને રેડ સિંધીના દૂધમાંથી બનાવવામાં આવે છે. બિલોના ઘી – ઘી બનાવવાની સૌથી પરંપરાગત રીત. આ દેશી ગાયના દૂધમાંથી બનાવેલ શુદ્ધ ઘી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઘી ના ફાયદા

1. એક ગ્લાસ હળદરવાળું દૂધ એક ચમચી ઘી અને કાળા મરી સાથે પીવાથી પાચન તંત્ર મજબૂત બને છે. તે કબજિયાત દૂર કરે છે અને પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે. 2. આ સિવાય ઘી મેટાબોલિઝમ સુધારવામાં મદદ કરે છે. તે તમારો મૂડ સુધારે છે અને એનર્જી આપવામાં મદદ કરે છે. 3. ઘી બ્યુટીરિક એસિડનો મુખ્ય સ્ત્રોત છે. તે આપણા શરીરમાં પ્રોબાયોટિકની જેમ કામ કરે છે. 4. ઘીમાં વિટામિન K2 હોય છે જે હાડકાં અને સાંધામાં કેલ્શિયમ શોષવામાં મદદ કરે છે. 5. ઘી બ્લડ સુગરને જાળવવામાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે ભૂખને પણ ઓછી કરે છે. 6. ઘીમાં હળદર અને કાળા મરી ભેળવવામાં આવે તો તે સોજા અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. અને તમારી ઊંઘ પણ સુધારે છે.

કયા લોકોએ ઘીનું સેવન ટાળવું જોઈએ

એક ચમચી અથવા 5 ગ્રામ ઘીમાં પુષ્કળ કેલરી અને ચરબી હોય છે. દાળ અને શાકભાજી ઘીમાં રાંધવાથી સૌથી વધુ ફાયદો થાય છે. પરંતુ સ્થૂળતા, હાઈ કોલેસ્ટ્રોલ, હાર્ટ અને પીસીઓએસથી પીડાતા લોકોએ ઘીના સેવનથી દૂર રહેવું જોઈએ. તંદુરસ્ત વ્યક્તિ 3 થી 4 ચમચી ઘીનું સેવન કરી શકે છે. સક્રિય જીવનશૈલી અને કેલરી પ્રમાણે નિષ્ણાંતની સલાહથી ઘીનું સેવન કરવું જોઈએ.

આ પણ વાંચો: Health Benefits: દુર્લભ છે આ કૃષ્ણ ફળ, પરંતુ તેના ફાયદા જાણીને તમે પણ આજે જ લઈ આવશો ઘરે

આ પણ વાંચો: Be Alert : વજન ઝડપથી ઘટી રહ્યું છે તો સાવચેત થજો, આ ગંભીર રોગો હોઈ શકે છે

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">