Health Tips : યાદશકિત વધારતી બદામનો વધુ પડતો ઉપયોગ આમંત્રણ આપી શકે છે આ સમસ્યાને

એવું માનવામાં આવે છે કે બદામમાં કેલરીની માત્રા થોડી વધારે હોય છે અને જો તેનું સતત સેવન કરવામાં આવે તો તેનાથી ફાયદો થવાને બદલે નુકસાન થવા લાગે છે.

Health Tips : યાદશકિત વધારતી બદામનો વધુ પડતો ઉપયોગ આમંત્રણ આપી શકે છે આ સમસ્યાને
Side effects o eating too much almond (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 7:44 AM

બદામ (Almond ) એક એવું ડ્રાય ફ્રુટ છે, જેનું સેવન કરવાની સલાહ દરેકને આપવામાં આવે છે. બદામમાં વિટામીન E(Vitamin E)  ના ગુણો ભરપૂર માત્રામાં હોય છે, આવા ઘણા એન્ટીઓક્સીડેન્ટ(Anti Oxidants )  હોય છે, જે માત્ર શરીર માટે જ નહી પરંતુ ત્વચા માટે પણ સારા માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે મોનોઅનસેચ્યુરેટેડ ફેટ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટના વધુ સારા સ્ત્રોત બદામમાં જોવા મળે છે. એટલું જ નહીં બદામનું સેવન મગજને તેજ બનાવવામાં અને યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે. તેથી જ મોટાભાગે માતા-પિતા તેમના બાળકોને સ્મૃતિ ભ્રંશથી દૂર રહેવા માટે બદામનું સેવન કરાવે છે.

બદામના આટલા બધા ફાયદા હોવા છતાં પણ જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે નુકસાન પણ કરી શકે છે. શું તમે એ પણ જાણો છો કે વધુ બદામ ખાવાથી આપણા શરીરને શું નુકસાન થાય છે તેનો સામનો કરવો પડી શકે છે. ચાલો તમને તેના વિશે માહિતી આપીએ. જાણો

વિટામિન ઇ નું વધુ પડતું સેવન ઘણા લોકોને લાગે છે કે તેઓ જેટલી વધુ બદામ ખાશે તેટલું વધુ વિટામિન E શરીરમાં મળશે. પરંતુ, નિષ્ણાતો માને છે કે શરીરમાં વિટામિન ઇનું પ્રમાણ લગભગ 15 મિલિગ્રામ હોવું જોઈએ. જો બદામ વધુ ખાવામાં આવે અને શરીરમાં વિટામીન E ની માત્રા 1000 મિલિગ્રામ સુધી પહોંચી જાય તો ઝાડા કે માથાનો દુખાવો જેવી સમસ્યાઓનો ભય રહે છે.

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024

ઝેરી સ્તરમાં વધારો દરરોજ બદામનું સેવન કરવું સારું છે, પરંતુ જો આનાથી વધુ ખાવામાં આવે તો શરીરમાં ઝેરી સ્તર વધી જવાનો ખતરો રહે છે. એવું કહેવાય છે કે આનાથી શ્વાસ સંબંધી સમસ્યાઓ અને નર્વસ સિસ્ટમ પર પણ ખરાબ અસર પડે છે. સલાહ આપવામાં આવે છે કે દિવસ દરમિયાન માત્ર 4 થી 5 બદામ જ ખાવી જોઈએ અને તે પણ પલાળીને.

વજન વધી રહ્યું છે એવું માનવામાં આવે છે કે બદામમાં કેલરીની માત્રા થોડી વધારે હોય છે અને જો તેનું સતત સેવન કરવામાં આવે તો તેનાથી ફાયદો થવાને બદલે નુકસાન થવા લાગે છે. બદામના કારણે શરીરમાં બનેલી વધારાની કેલરી બર્ન કરવી જરૂરી છે, કારણ કે આમ ન કરવાથી વજન વધવા લાગે છે. જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને ઓછામાં ઓછી બદામનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

કબજિયાત બદામના કારણે લોકોને ઘણીવાર પેટની ઘણી સમસ્યાઓ થવા લાગે છે. આ સમસ્યાઓમાં કબજિયાતનો પણ સમાવેશ થાય છે. બદામને પચાવવા માટે હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે અને જે લોકો ઓછું પાણી પીવે છે, તેઓ વધુ બદામ ખાય તો તેમને કબજિયાતની ફરિયાદ થવા લાગે છે. જો કે, પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે.

આ પણ વાંચો :

Health : Smoking છોડવાના પ્રયત્નમાં વારંવાર જાઓ છો નિષ્ફ્ળ ? તો અજમાવી જુઓ આ ઉપાય

Lifestyle : ગળાને રાહત આપવાનું કામ કરશે આ પાંચ વસ્તુઓથી બનેલી ચા

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">