Health Tips : ખુબ ગુણકારી છે દૂધી, તેના આ ફાયદાઓ વિશે તમે નહીં જાણતા હોય !

દૂધીના બીજનુ તેલ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે અને હ્રદયને શક્તિ આપે છે. આ રક્તની નાડીયોને પણ સ્વસ્થ બનાવે છે. દૂધીનો ઉપયોગ આંતરડાની નબળાઈ, કબજિયાત, કમળો, હાઈ બીપી, હ્રદયરોગ, ડાયાબિટિશ, શરીરમાં બળતરા વગેરેમાં ખૂબ જ ઉપયોગી છે.

Health Tips : ખુબ ગુણકારી છે દૂધી, તેના આ ફાયદાઓ વિશે તમે નહીં જાણતા હોય !
Bottle Gourd is very beneficial for your Health

દૂધીનું શાક ભાગ્યે જ કોઈને ભાવતું હશે પરંતુ તમને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે દૂધી ખાવાથી આપણા શરીરને ઘણા લાભ મળી રહેતા હોય છે. તેમાં પણ ખાસ કરીને દૂધી ખાવાથી વિટામીન બી, વિટામિન સી અને આઇરન જેવાં તત્વો આપણને મળી રહેતા હોય છે. ખાસ કરીને દૂધી ખાવાથી આપણા શરીરને ગંભીર બીમારીઓ સામે પણ રક્ષણ મળી રહેતું હોય છે, જેના કારણે લોકો સવારના સમયે દૂધીનો જ્યૂસ પીવાની ઈચ્છા રાખતા હોય છે.

વળી દૂધી મધુર, સ્નિગ્ધ, ધાતુપુષ્ટતદાયી, પાચનમાં હલકી (પરંતુ વધુ ખાવાથી ભારે), હ્ર્દય માટે હિતકારી, ગ્રાહી (ઝાડો બાંધનાર), બેચેની, પિત્ત (ગરમી), વિષ, શ્રમ, તાવ તથા દાહનો નાશ કરનારી, બુદ્ધિ વર્ધક, ઊંધ લાવનારી, તરસ દૂર કરનાર, રક્તસ્ત્રાવ અટકાવનાર, વાત-પિત્તનાશક તથા કફવર્ધક છે.

બંગાળમાં દૂધીના પાનની ભાજી પણ બનાવવામાં આવે છે. શરીરમાં દાહ-બળતરા થતી હોય, રક્તવિકાર, ગૂમડાં, શીળસ, ગરમી વધી હોય તથા નાક કે ગળામાંથી લોહી પડતું હોય તો દૂધીના રસમાં મધ, સાકર કે ઘી નાખી પીવાથી મટે છે. ખૂબ તાવ હોય અને મગજમાં ગરમી ચડી ગઈ હોય તો દૂધી છીણી અથવા બે ફાડિયાં કરી માથે કે કપાળે બાંધવાથી ઠં ડક થઈ રાહત થાય છે. દૂધીના નાના ટુકડા કરી તેમાં આમલી અને સાકર નાખી ધીમા તાપે પાણીમાં ઉકાળી કપડા વડે ગાળીને પીવાથી મગજની ગરમી, માથાનો દુ:ખાવામાં લાભ થાય છે.

ઘી અને જીરુ વડે બનાવેલું દૂધીનું શાક ખાવાથી અને દૂધીના પાનનો રસ હરસ પર ચોપડવાથી હરસ મટે છે. દાઝી જવાથી થયેલા વ્રણ પર દૂધીના ગર્ભની લુગદી લગાડવાથી ફાયદો થાય છે. 10 થી 20 ગ્રામ દૂધીના બીના ચૂર્ણમાં સાકર સાથે વાટી સવારે નરણા કોઠે ખાઈ બે કલાક પછી બે ચમચી દિવેલ પીવાથી પેટમાંના ચપટા કૃમિ નીકળી જાય છે. 10 થી 20 ગ્રામ દૂધીનાં બીના ચૂર્ણમાં સાકર અથવા મધ મેળવી દરરોજ સવાર, બપોર, સાંજે લેવાથી પેશાબનાં દર્દો મટે છે. મધમાખી, કાનખજૂરો જેવાં ઝેરી જંતુના ડંખ પર દૂધીના ડીંટાને પાણી સાથે ઘસી લેપ કરવાથી ડંખના વિષનો નાશ થાય છે.

ગરમીમાં દૂધીના રસમાં સાકર નાખી શરબત બનાવી પીવાથી રાહત થાય છે. દૂધી નાખી પકાવેલું તેલ માથામાં નાખવાથી મગજને ઠંડક મળે છે. એક ચમચી દૂધીનાં બીજ પાણી સાથે સવાર-સાંજ ફાકી જવાથી મૂત્રપ્રવૃત્તિ વધી સોજો ઉતરે છે. (દૂધીનાં બીજની અવેજીમાં સક્કર ટેટી, કાકડી કે તડબૂચનાં બીજ પણ ચાલી શકે.) દૂધીનો મુરબ્બો મગજને ઠંડક આપે છે. દૂધીનાં બીજનું તેલ માથાના દર્દોમાં સારું પરિણામ આપે છે. વાળ ખરતા હોય તો દૂધીનાં બીજથી પકવેલું તેલ વાપરવાથી વાળ ખરતા તથા સફેદ થતા અટકે છે.

દૂધીનો ઉપયોગ શાક બનાવવામાં કરવામાં આવે છે. અમુક લોકોને દૂધી ખાવાનું પસંદ નથી હોતું. પરંતુ, દૂધી ખાવાના અનેક ફાયદા છે. દૂધીનું શાક ન ભાવે તો તેનું જ્યુસ કરીને પણ પી શકાય છે. જો તમે વધતા વજનથી હેરાન છો તો, તમે દરરોજ સવારે ખાલી પેટ દૂધીનું જ્યૂસ પીવો અથવા તેને ઉકાળીને થોડુ મીઠુ નાખીને પણ ખાઈ શકો છો. દૂધીમાં ભરપૂર માત્રામાં પાણીનો ભાગ રહેલો હોય છે. દરરોજ તેનુ સેવન કરવાથી ત્વચામાં પણ નિખાર આવે છે. શુગરના દર્દીઓ માટે દૂધી કોઈ વરદાનથી ઓછી નથી.

દૂધી શ્લેષમા રહિત આહાર છે. તેમા ખનિજ લવણ સારા પ્રમાણમાં મળી આવે છે. ખાંસી, ટીબી, છાતીમાં બળતરા વગેરેમાં પણ દૂધી ખૂબ જ ઉપયોગી હોય છે. હૃદય રોગમાં ખાસ કરીને ભોજન પછી એક કપ દૂધીના રસમાં થોડા કાળા મરીનો પાવડર અને ફુદીનો નાખીને પીવાથી હ્રદય રોગ જલ્દી ઠીક થઈ જાય છે. દૂધીમાં શ્રેષ્ઠ પ્રકારનો પોટેશિયમ પુષ્કળ માત્રામાં હોય છે, જેને કારણે આ કિડનીના રોગમાં ખૂબ જ ઉપયોગી છે અને તેનાથી પેશાબ ખૂબ આવે છે.

દૂધીના બીજનુ તેલ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે અને હ્રદયને શક્તિ આપે છે. આ રક્તની નાડીયોને પણ સ્વસ્થ બનાવે છે. દૂધીનો ઉપયોગ આંતરડાની નબળાઈ, કબજિયાત, કમળો, હાઈ બીપી, હ્રદયરોગ, ડાયાબિટિશ, શરીરમાં બળતરા કે માનસિક ઉત્તેજના વગેરેમાં ખૂબ જ ઉપયોગી છે. ચાંદા અલ્સર પડ્યા હોય તો થોડા દિવસ દૂધી ખાવાથી મટી જાય છે. દૂધીના રસને સીસમના તેલ સાથે મિક્સ કરી પગના તળિયે માલિશ કરવાથી સુખપૂર્વક ઉંઘ આવે છે.

 

આ પણ વાંચો –

Sansera Engineering IPO Allotment : આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ અને ક્યારે થશે લિસ્ટિંગ ?

આ પણ વાંચો –

Viral Photos : આ તસવીરો જોઇને તમારુ મગજ ચકરાઇ જશે ! ઘણી વાર જોયા બાદ ઝોલ સમજમાં આવશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati