Health: ચા સાથે ક્યારેય ન ખાશો આ ખોરાક, શરીરને થઈ શકે છે ભારે નુકસાન

ચા પ્રેમી ચા સાથે ઘણા પ્રકારનો નાસ્તો પણ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો ચા સાથે અમુક ખોરાક ખાવાથી થઇ શકે છે ભારે નુકસાન? ચાલો તમને જણાવી દઈએ.

Health: ચા સાથે ક્યારેય ન ખાશો આ ખોરાક, શરીરને થઈ શકે છે ભારે નુકસાન
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 25, 2021 | 5:07 PM

આપણી આજીબાજુ ઘણા ચા રસિયા જોવા મળે છે. ચા પ્રેમીઓ માટે તો ચા પીવાનો કોઈ સાચો સમય નથી, પરંતુ એમના માટે તો જ્યારે ચા મળે ત્યારે સમય સાચો થઇ જતો હોય છે. લોકો દિવસનો થાક દૂર કરવા માટે, દિવસની શરૂઆત માટે, સવારે અને સાંજે એક કપ સારી ચા (Tea) પીતા હોય છે. તેમજ ચા પ્રેમી આખા દિવસમાં ગમે ત્યારે ચા પિતા જોવા મળશે.

કેટલાક લોકોને ચા સાથે બિસ્કિટ અથવા કેટલાક મસાલેદાર નાસ્તા ખાવાની આદત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ચાની સાથે કેટલીક વિશેષ ચીજોનું સેવન કરવાથી તમે બીમાર થઈ શકો છો? ચાની સાથે અમુક પદાર્થોનું સેવન કરવાથી પેટની સમસ્યા (Stomach Problems) થઈ શકે છે. આ ઉપરાંત કબજિયાત અને એસિડિટીનો (Acidity) પણ ભોગ બની શકાય છો. ચાલો તમને જણાવીએ કે ચાની સાથે કઇ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જેથી તમારા શરીરને નુકસાનથી બચાવી શકાય.

ચણાના લોટમાંથી બનેલ ખોરાક ન ખાઓ

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ચા સાથે ચણાના લોટથી બનેલા નાસ્તા ખાવાનું મોટાભાગના લોકોને ગમતું હોય છે પણ આ આદત સારી નથી. તમને જણાવી દઈએ કે ચાનો લોટ ચા સાથે ખાવાથી શરીરમાં પોષક તત્વો ઓછા થાય છે અને પાચનની સમસ્યા પણ થઈ શકે છે.

કાચા પદાર્થો ના લેશો

ચા સાથે કાચો ખોરાક ને લેવો જોઈએ. ચા સાથે કાચા પદાર્થો ખાવાથી પેટમાં વધુ નુકસાન થાય છે. ચા સાથે સલાડ, ફણગાવેલ અનાજ અને બાફેલા ઇંડા ખાવાનું ટાળો.

ના લેશો ઠંડા પદાર્થ

ચા સાથે અથવા ચા પીધા બાદ કોઈ પણ ઠંડી વસ્તુનું સેવન હાનીકારક છે. તમને જણાવી દઈએ કે ચા બાદ તુરંત પાણી પીવાથી પણ પાચનતંત્ર પર ખરાબ અસર પડી શકે છે. આનાથી ગંભીર એસીડીટી અને પેટની સમસ્યાઓ વધી શકે છે. જો તમારે ઈચ્છા હોય તો ચા પહેલા પાણી પીવું જોઈએ.

ખાટી ચીજોનું સેવન ન કરો

ઘણા લોકો ચામાં લીંબુ નાખીને લેમન ટી બનાવે છે, પરંતુ ચામાં લીંબુનું પ્રમાણ વધુ હોવાને કારણે એસિડિટી, પાચન અને ગેસની સમસ્યા થઈ શકે છે. તો ચાની સાથે ખાટી વસ્તુઓનું સેવન કરવાનું ટાળો. લેમન ટીમાં પણ લીંબુનું પ્રમાણ ઓછું રાખો.

હળદરની વસ્તુઓનું સેવન ન કરો

ચાની સાથે અથવા ચા પીધા પછી તરત જ આવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જેમાં હળદળનું પ્રમાણ વધારે હોય. ચા અને હળદરમાં હાજર રાસાયણિક તત્વો એક સાથે પ્રતિક્રિયા આપે છે. જેના કારણે પેટની સમસ્યા પેદા ઠસી શકે છે. તે પાચનતંત્રને પણ નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો: એ ઘટના જ્યારે રાજ કુમારે રામાનંદ સાગરને કહી દીધું હતું, “મારા કૂતરાને પણ તમારી ઓફર મંજુર નથી”

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">